સોશિયલ મીડિયા દ્વારા પ્રેમમાં પડતી છોકરીઓ ખાસ ચેતજો, સુરતની યુવતીને થયો ભારે કડવો અનુભવ, જુઓ આ યુવકે શું કર્યું

ફોન અને સોશિયલ મીડિયાનો જેટસો જ સદ ઉપયોગ છે એટલો જ દુરુપયોગ પણ છે. હવે તમે શું કરો છો તે તમારા પર આધાર રાખે છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમમાં પડતી યુવતીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતની યુવતીને ટિકટોકથી પરિચયમાં આવેલા રાજકોટના યુવક સાથે લગ્ન કરતા પછતાવાનો વારો આવ્યો છે. યુવતીને પૈસાદાર હોવાનો તેમજ ઘર અને ગાડીઓ હોવાનું જણાવી યુવકે તેની સાથે લગ્ન કરી લીધા હતા, પરંતુ લગ્નના બીજા જ દિવસે યુવકની વાસ્તવિકતા ખબર પડતા યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

image spurce

જ્યારે યુવતીને ખબર પડી કે, આ તો પોતે છેતરાઈ ગઈ છે. કે તરત જ યુવતી રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પતિથી છૂટકારો મેળવ્યો હતો. મળતી વિગતો પ્રમાણે વાત કરીએ તો મૂળ સુરતની અને ભરુચમાં હોસ્ટેલમાં રહીને કોલેજ કરતી યુવતી ટિકટોકથી રાજકોટના યુવકના સંપર્કમાં આવી હતી. સંપર્ક વધતાં બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. આ દરમિયાન યુવક કાર લઈને યુવતીને મળવા માટે ભરુચ આવ્યો હતો. આ સમયે તેણે રાજકોટમાં પોતાનું ઘર, કાર અને ઉંચો પગાર હોવાનું જણાવ્યું હતું.

image source

આવું આવું કહીને આ રીતે યુવતીનું દિલ જીતી લીધું અને પછી તેણે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. યુવતીએ પણ યુવકની આર્થિક સદ્ધરતા અને દેખાવ જોઇને લગ્ન માટે હા પાડી દીધી હતી. આ પછી ગત 6 ઓક્ટોબરના રોજ યુવક તેને લઈને બગસરાના આદપુર પહોંચ્યો હતો. તેમજ અહીં 9 ઓક્ટોબરના રોજ નોટરી સમક્ષ લગ્ન કરી લીધા હતા. આ પછી બીજા દિવસે 10મી ઓક્ટોબરના રોજ યુવક પ્રેમિકામાંથી પત્ની બનેલી યુવતીને રાજકોટ સ્થિત પોતાના ઘરે લઈને પહોંચ્યો હતો.

બસ ઘરે પહોંચી અને ત્યાંની હાલત જોઈ યુવતી ચોંકી ઉઠી હતી. કારણ કે, ઘરમાં જરૂરિયાતનો સામાન પણ નહોતો. આ અંગે પ્રેમીમાંથી પતિ બનેલા યુવકને પૂછતા તેણે કબૂલાત કરી હતી કે, તેણે પોતાનું ઘર, કાર અને ઉંચો પગાર હોવાની ખોટી વાત કરી હતી. તેમજ તે જ્યાં કામ કરે છે, ત્યાં 10થી 15 હજાર પગાર મળતો હોવાનું જણાવ્યું હતું. તેમજ ધીમે ધીમે બધું સારું થઈ જશે, તેમ કહ્યું હતું. જોકે, યુવતીએ છેતરાઇ હોવાનું જણાવતા તેણે પોતાના મામાને વાત કરી હતી, પરંતુ મામાએ ઘરેથી પૂછ્યા વગર ગઈ હોય હાથ અધ્ધર કરી દીધા હતા. આ પછી યુવતી પતિના ઘરેથી લોટ લેવાના બહાને નીકળી હતી અને રીક્ષામાં બેસીને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને પહોંચી હતી.

image source

પોલીસ અધિકારી સમક્ષ પહોંચીને બેજીજક પોતાની સાથે બનેલી આપવીતી જણાવી હતી. બીજી તરફ યુવતીના પરિવાજનો પણ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ પછી પોલીસે યુવકને બોલાલ્યો હતો. અહીં તેની પૂછપરછ કરી યુવતીને તેમના મામાને સોંપી દીધી હતી. યુવતીએ પોલીસ ફરિયાદ ન કરવાનું અને માત્ર છૂટાછેડા લેવાનું જણાવ્યું હતું. જેથી તેની માંગણી પ્રમાણે તેને તેના વાલીઓ સાથે જવા દેવામાં આવી હતી. હવે યુવતી નવસારી જઈને છૂટાછેડા માટે કાર્યવાહી કરશે. ત્યારે આ કિસ્સો જોઈ આજુબાજુના વિસ્તારમા હાહાકાર મચી ગયો હતો અને યુવતીઓને પણ સલાહ દેવામાં આવી હતી કે જે પણ પગલું ભરો એમાં સો વખત વિચારીને ભરજો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "સોશિયલ મીડિયા દ્વારા પ્રેમમાં પડતી છોકરીઓ ખાસ ચેતજો, સુરતની યુવતીને થયો ભારે કડવો અનુભવ, જુઓ આ યુવકે શું કર્યું"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel