આગામી બે દિવસ ખાસ ચેતજો, ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ વિસ્તારમાં વાવાઝોડું મચાવશે આતંક, જાણો વધુમાં..
હાલમાં ચોમાસાની વિદાયની સીઝન છે. પરંતુ કેટલાક રાજ્યોમાં હજી વરસાદ પડી રહ્યો છે. આવું બંગાળની ખાડીમાં નીચા દબાણવાળા ક્ષેત્રને કારણે થઈ રહ્યું છે. હવે આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે જે તમારે જાણવું જરૂરી છે. ભારતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર અને દક્ષિણ કોંકણ ઉપર નીચા દબાણની સ્થિતિ અરબી સમુદ્ર તરફ આગળ વધવાની સંભાવના છે. આગળ જણાવ્યું છે કે આગામી 48 કલાકમાં તે મજબુત બનશે અને નીચા દબાણવાળા ક્ષેત્રમાં ફેરવાશે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આ ચક્રવાતી સ્થિતિની અસરને કારણે આગામી બે દિવસમાં મહારાષ્ટ્ર, કોંકણ અને દક્ષિણ ગુજરાતના ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. તો બુધવારથી પશ્ચિમ મહારાષ્ટ્ર અને દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ રહ્યો હતો, જેના કારણે જાન-માલનું નુકસાન થયું હતું.
વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે કોંકણ અને ગોવામાં મોટાભાગના સ્થળોએ અને ગોવા અને મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં અને કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડશે. આ સાથે દક્ષિણ કોંકણ અને આજુબાજુના મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. એક દિવસમાં 20 સે.મી.થી વધુ વરસાદલ પડી શકે છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે.
આઇએમડીએ અહેવાલ આપ્યો છે કે શુક્રવારે કોંકણ અને ગોવાના મોટાભાગના વિસ્તારોમાં હળવા અને મધ્યમ વરસાદની સંભાવના છે અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ભારેથી ભારેથી ભારે વરસાદની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં બંગાળની ખાડીમાં સર્જાયેલા નીચા દબાણને કારણે આંધ્રપ્રદેશ અને તેલંગાણા ખૂબ ભારે વરસાદ થયો છે. વરસાદને કારણે બંને રાજ્યોમાં કચવાટ સર્જાયો છે. વરસાદ બાદ તેલંગાણાના ઘણા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. રાજ્યમાં વરસાદ અને પૂરને કારણે લગભગ 50 લોકોનાં મોત નીપજ્યાં છે. તો આંધ્રપ્રદેશમાં 10 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. વરસાદને કારણે પાક પણ નાશ પામ્યો છે. આ પછી, મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદને કારણે કહેર સર્જાયો છે. મુંબઇ અને પુણેમાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.
છેલ્લા બે દિવસથી તેલંગાણા અને આંધ્ર પ્રદેશને વરસાદ ઘમરોળી રહ્યો છે. બન્ને રાજ્યોમાં ભારે ખુવારી થઈ છે. હવે મુંબઈ થઈને મેઘરાજાએ ફરીથી ગુજરાતમાં એન્ટ્રી લીધી છે. ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી વરસાદ ન આવતા, ગુજરાતમાંથી ચોમાસુ ગયું એવું લાગી રહ્યું હતું. ત્યાં જ આજરોજ હવામાન વિભાગની આગાહીએ પાછા ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.
હવામાન વિભાગની આગાહી છે કે આગામી પાંચ દિવસમાં રાજુલા તેમજ જાફરાબાદ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની સંભાવનાઓ છે, જેથી રાજુલા અને જાફરાબાદ વિસ્તારના ખેડૂતો પોતાની જણસ અને ઘાસચારો યોગ્ય રીતે ઢાકી ને રાખે જેથી નુકશાન ન થાય અને માછીમારી કરતા સાગરખેડુઓને પણ દરિયો તોફાની બનવાની શક્યતાના પગલે દરિયો ન ખેડવાની પણ તાકીદ કરવામાં આવી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "આગામી બે દિવસ ખાસ ચેતજો, ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ વિસ્તારમાં વાવાઝોડું મચાવશે આતંક, જાણો વધુમાં.."
ટિપ્પણી પોસ્ટ કરો