તહેવારોની સીઝનમાં ઘરે લાવો હીરો સુપર સ્પ્લેન્ડર, કંપની આપી રહી છે ત્રણ ઓફર્સ

જો તમે તહેવારની સિઝનમાં બાઇક ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો તમે હીરો સુપર સ્પ્લેન્ડર ખરીદી શકો છો. તહેવારની સિઝનમાં કંપની આકર્ષક ઓફર આપી રહી છે. હિરો સુપર સ્પ્લેન્ડર એ ભારતની સૌથી વધુ વેચાતી બાઇક છે. ચાલો જાણીએ આ બાઇક પર શું ઓફર્સ છે.

પ્રથમ ઓફર

image source

વેચાણ વધારવા માટે કંપની તહેવારની સીઝનમાં વિશેષ છૂટ આપી રહી છે. હાલમાં, તમે આ બાઇક 4,999 રૂપિયાના ઓછામાં ઓછા ડાઉન પેમેન્ટ પર ખરીદી શકો છો. કિંમતની વાત કરીએ તો નવા હીરો સુપર સ્પ્લેન્ડરની પ્રારંભિક એક્સ શોરૂમ કિંમત 67,300 રૂપિયા છે.

બીજી ઓફર

image soucre

હીરો મોટોકોર્પ તહેવારની સીઝનમાં સુપર સ્પ્લેન્ડર પર 3000 રૂપિયાની છૂટ આપી રહી છે. જેમાં રૂ .2,100 નો રોકડ ડિસ્કાઉન્ટ અને 1,000 રૂપિયાની એક્સચેંજ ઓફર મળી રહી છે.

ત્રીજી ઓફર

હીરો મોટોકોર્પે ગ્રાહકોને વિશેષ ડિસ્કાઉન્ટ આપવા આ વખતે બાઇકને ઓછા વ્યાજ દરે ઉપલબ્ધ કરવવા બેન્કો સાથે જોડાણ કર્યું છે. તમે આ બાઇકને ઓછામાં ઓછા 6.99 ટકાના વ્યાજ દરે ખરીદી શકો છો.

વિશેષતા

image source

હીરોની બાઇકમાં બીએસ -6 એન્જિન 124.7 સીસી છે, જે 7500 Rpm પર 10.73 Hp અને 6000 Rpm પર 10.6 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન એડવાન્સ ફ્યુઅલ ઇંજેક્શન સિસ્ટમથી સજ્જ છે, જો કે XSens ટેક્નોલોજીથી સજ્જ છે. તે 5 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે.

60 કિલોમીટરની એવરેજ

image source

હીરો સુપર સ્પ્લેન્ડર લિટર દીઠ 60 કિલોમીટરની એવરેજ આપે છે. જો તમે ડાઈમેશન વિશે વાત કરો તો પછી સુપર સ્પ્લેન્ડરની લંબાઈ 2042 mm, પહોળાઈ 740 mm, ઉંચાઈ 1102 mm, સેડલની ઉચાઇ 799 mm, વ્હીલબેસ 1273 mm, ગ્રાઉન્ડ ક્લિયરન્સ 180 mm, ડિસ્ક બ્રેક 123 કિલો, ડ્રમ બ્રેક 122 કિલો અને છે બળતણ ટાંકીની ક્ષમતા 12 લિટર છે.

ફેબ્રુઆરીમાં BS6 મોડલ લોન્ચ કર્યું હતું

image source

કંપનીએ સ્પ્લેન્ડરનું નવું રૂપ BS6 મોડલમાં લોન્ચ કરી હતું. બાઈકમાં ડીઝાઈન અને ગ્રાફિકમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે જેથી બાઈકનો લૂક વધુ સારો લાગી રહ્યો છે. માઈલેજ વધારવા માટે નવી ટેક્નોલોજી સાથે લોન્ચ થયેલી બાઈકનની કિંમત 59,600 રાખવામાં આવી હતી. કંપનીએ ત્રણ અલગ અલગ વેરિયન્ટમાં લોન્ચ કરી હતી. એલોય વ્હીલની સાથે કિક સ્ટાર્ટ, એલોય વ્હીલની સાથે સેલ્ફ સ્ટાર્ટ અને એલોય વ્હીલની સાથે I3S વેરિયન્ટમાં લોન્ચ કરી છે.

59,600 શરૂઆતી કિંમત

image source

એલોય વ્હીલની સાથે કિક સ્ટાર્ટ વેરિયન્ટમાં જે બાઈક છે તેની કિંમત 59,600 હતી. એલોય વ્હીલ સાથે સેલ્ફ સ્ટાર્ટ વેરિયન્ટની કિંમત 61,900 અને ટોપ મોડલ I3S વેરિયન્ટની કિંમત 63,110 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. ગયા વર્ષે જ એબૈક લોન્ચ કરવામાં આવી હતી તેનાથી આ બાઈકની કિંમતમાં દસ હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "તહેવારોની સીઝનમાં ઘરે લાવો હીરો સુપર સ્પ્લેન્ડર, કંપની આપી રહી છે ત્રણ ઓફર્સ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel