નવેમ્બર મહિનામાં બેન્કમાં છે રજાઓની લાંબી લાઈન, જોઈલો લિસ્ટ નહિં તો તમારા અટકી જશે કામ

તહેવારોની સીઝન ચાલી રહી છે એવામાં બેન્કને લગતા કામ પણ વધી જાય છે. તહેવારોના સમયમાં લોકોને ખરીદી માટે પૈસાની જરૂર પડતી હોય છે. ઉપરાંત ફેક્ટરીમાં ઓફિસમાં કામ કરતા કારીગરો પણ પગાર આપવાનો હોય છે. એવામાં બેન્કને લગતા કામ વધારે હોય છે. સામાન્ય માણસ હોય કે અમિર બેઁકની જરૂર તેને પડવાની જ છે, પૈસાની લેવડ દેવડ હોય કે લોનનું કામ બેઁકમાં જવુ જ પડે પરંતુ આ નવેમ્બરમાં બેઁકમાં જાઓ તો ધ્યાન રાખજો બેઁક ચાલુ છે કે બંધ. સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ તહેવાર હોય છે, એટલે રાજ્યો પ્રમાણે રજાઓ ગોઠવવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં 14 તારીખથી 16 તારીખ સુધી તમામ બેઁકમાં રજા રહેશે. જેથી તમારુ કોઇ કામ હોય તો આ રજાઓને ધ્યાનમાં રાખજો જેથી કરીને રજાના કારણે તમારૂ કામ અટકે નહિં.

નવેમ્બર 2020માં તહેવારો હોવાથી વધુ પડતી રજાઓ આવશે

image soucre

નવેમ્બર 2020માં તહેવારો હોવાથી વધુ પડતી રજાઓ આવશે જેના કારણે કદાચ તમારા બેંકના કામમાં વિલંબ થાય કે અટકી જાય. જેથી બેંકની રજાઓના લિસ્ટ પ્રમાણે બેંક સંબંધિત કાર્યોનું આયોજન કરજો.

શનિવાર અને રવિવાર સિવાય દશેરા અને દિવાળી જેવા તહેવાર પર પણ બેંકમાં રજા રહેશે. દેશના વિવિધ રાજ્યોમાં આગામી દિવસોમાં ઘણા તહેવારો આવવાના છે. તેની ઉજવણી કરવા માટે નવેમ્બર મહિનામાં થોડી વધારે રજાઓ આપવામાં આવી છે. દિવાળી પણ રવિવારે છે. 28 ઓક્ટોબરના રોજ બેસતું વર્ષ અને 29 ઓક્ટોબરના રોજ ભાઈબીજની રજા રહેશે.

image source

ઓક્ટોબરના આ ત્રણ દિવસ બેન્ક બંધ રહેશે

29 ઓક્ટોબર ગુરૂવારે મિલાદ-એ-શેરિફ (પૈગંબર મોહમંદ) સ્થાનિક રજા

30 ઓક્ટોબર શુક્રવાર બારાવફાત (ઇદ-એ-મિલાદ) રજા

31 ઓક્ટોબર શનિવારે મહર્ષિ વાલ્મિકી તથા સરદાર પટેલ જયંતિ/કુમાર પૂર્ણિમા સ્થાનિક રજા

નવેમ્બરમાં બેન્કમાં રજાઓ

1 નવેમ્બર – રવિવાર

8 નવેમ્બર – રવિવાર

14 નવેમ્બર – મહિનાનો બીજો શનિવાર / દિવાળી

15 નવેમ્બર – રવિવાર

22 નવેમ્બર – રવિવાર

28 નવેમ્બર – ચોથો શનિવાર

29 નવેમ્બર – રવિવાર

આપને જણાવી દઈએ કે, નવેમ્બરમાં ચાર રવિવાર અને બે શનિવારે બેંકો બંધ રહેશે.આ ઉપરાંત નવેમ્બર મહિનામાં દેશના જુદા જુદા રાજ્યોમાં કેટલાક તહેવારોની ઉજવણી કરવામાં આવશે. આ મહિનામાં બે મુખ્ય તહેવારો દિવાળી અને ગુરુ નાનક જયંતિ છે. જેને લઈને પણ બેન્કનું કામકાજ બંધ રહેશે.

કેન્દ્ર સરકારની રજાઓ તમામ બેંકને લાગૂ પડે છે

image soucre

જોકે એ સ્પષ્ટ કરી દે બેન્કોની આ તમામ રજાઓ અલગ-અલગ રાજ્ય અને અલગ-અલગ તહેવાર ચાલે છે. જે રાજ્યોમાં સ્થાનિક રજાઓ છે. તેમને છોડીને અન્ય રાજ્યોમાં બેન્કીંગ કામકાજ સામાન્ય રીતેથી રહેશે. મહત્વપૂર્ણ છે કે, કેન્દ્ર સરકારની રજાઓ તમામ બેંકને લાગૂ પડે છે. સરકારી કે ખાનગી કોઇ પણ પ્રકારની બેંકને આ રજાઓ લાગૂ પડે છે માટે ગ્રાહકોએ બેંકની રજા અનુસાર પોતાના કાર્યોનુ આયોજન કરવાનું રહેશે.

આવતા મહીનાથી બેંકમાં પૈસા જમા અને ઉપાડવા પર આપવો પડશે ચાર્જ

image soucre

હાલમાં, ઘણી બધી બેંકિંગ સુવિધાઓ છે જેનો ઉપયોગ લગભગ દરેક ગ્રાહક દ્વારા કરવામાં આવે છે અને આ માટે ગ્રાહકો પાસેથી પૈસા લેવામાં આવે છે. પરંતુ તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. એસએમએસ સુવિધા, મિનિમમ બેલેન્સ, એટીએમ અને ચેકના ઉપયોગ સુધી, પરંતુ બેંક તમારી પાસેથી પૈસા લે છે. પરંતુ હવેથી ગ્રાહકોએ તેમના નાણાં બેંકોમાં જમા કરાવવા અને ઉપાડવા માટે ફી ચૂકવવી પડશે.

ગ્રાહકોએ અલગ ફી ચૂકવવાની રહેશે

image source

બેંક ઓફ બરોડાએ આની શરૂઆત પણ કરી છે. આ અંગે ટૂંક સમયમાં બેંક ઓફ ઇન્ડિયા, પીએનબી, એક્સિસ અને સેન્ટ્રલ બેંક નિર્ણય લેશે. આવતા મહિનાથી એટલે કે નવેમ્બર 2020થી નક્કી કરેલી મર્યાદાથી વધારે બેંકિંગ માટે ગ્રાહકોએ અલગ ફી ચૂકવવાની રહેશે.

જન ધન ખાતા ધારકોને આમાં થોડી રાહત

image source

નોંધનીય છે કે બેંક ઓફ બરોડાએ ચાલુ ખાતા, કેશ ક્રેડિટ લિમિટ અને ઓવરડ્રાફ્ટ ખાતામાંથી પૈસા જમા અને ઉપાડ માટે અલગ તેમજ બચત ખાતામાંથી જમા-ઉપાડ માટે અલગ અલગ અલગ ફી નિર્ધારિત કરી છે. આવતા મહિનાથી, ગ્રાહક લોન ખાતા માટે મહિનામાં ત્રણ વખત બાદ પણ પૈસા ઉપાડશે તો તેણે 150 રૂપિયા ચૂકવવા પડશે. બચત ખાતાની વાત કરીએ તો, આવા ખાતાધારકો ત્રણવાર રકમ જમા કરાવી શકશે, પરંતુ જો ગ્રાહકો ચોથી વાર પૈસા જમા કરે તો તેમને 40 રૂપિયા ચૂકવવા પડે. એટલું જ નહીં, સિનિયર સિટિઝન્સને પણ બેંકોએ કોઈ રાહત આપી નથી. જન ધન ખાતા ધારકોને આમાં થોડી રાહત મળી. તેમને ડિપોઝિટ પર કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં, પરંતુ ઉપાડ પર 100 રૂપિયા ચૂકવવા પડશે.

ત્રણ વખત સુધીની ડિપોઝિટ મફત

બચત ખાતાધારકો માટે ત્રણ વખત સુધીની ડિપોઝિટ મફત રહેશે. જો કે, ચોથી વખત, ખાતા ધારકોને દર વખતે પૈસા જમા કરાવવા પર 40 રૂપિયા ચૂકવવા પડશે. ઉપાડની વાત કરતા, ગ્રાહકો પાસેથી દર મહિને ત્રણ વાર એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા માટે શુલ્ક લેવામાં આવશે નહીં.પરંતુ ચોથી વાર ગ્રાહકો માટે દરેક વખતે 100 રૂપિયા ચૂકવવા ફરજિયાત રહેશે.

બેંકો તમારી પાસેથી પૈસા લેશે

image soucre

જો સીસી, ચાલુ અને ઓવરડ્રાફટ ખાતાધારકોએ દરરોજ એક લાખ રૂપિયા સુધી જમા કરાવ્યા હોય તો આ સુવિધા મફત હશે. પરંતુ જો તમે આ કરતાં વધુ જમા કરશો, તો બેંકો તમારી પાસેથી પૈસા લેશે.આવા ખાતાધારકોએ એક લાખથી વધુ રકમ જમા કરાવવા પર એક હજાર રૂપિયા આપવા પડશે. આ માટેની લઘુત્તમ અને મહત્તમ મર્યાદા અનુક્રમે રૂ.50 અને 20 હજાર છે. જો સીસી, ચાલુ અને ઓવરડ્રાફટ એકાઉન્ટ્સમાંથી મહિનામાં ત્રણ વાર પૈસા ઉપાડી શકો છો, તો ગ્રાહકો પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં.ચોથીવાર ઉપાડ, દરેક ઉપાડ માટે 150 રૂપિયા ફી લાગશે.

બેંકો ફોલિયો ચાર્જ પણ વસૂલે છે

image soucre

ફોલિયો ચાર્જના નામે, બેંકો મોટી કમાણી કરે છે. બેંકો લેઝર ફોલીયો માટે પ્રતિ પેજ 200 રૂપિયા વસૂલે છે. સીસી અથવા ઓડી પર કોઈપણ પ્રકારની લોન પર લેસર ફોલિયો લેવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "નવેમ્બર મહિનામાં બેન્કમાં છે રજાઓની લાંબી લાઈન, જોઈલો લિસ્ટ નહિં તો તમારા અટકી જશે કામ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel