કોમેડી શો ‘તારક મહેતા’ શોમાં આવશે જોરદાર વળાંક, દર્શકોની મનપસંદ આ જોડી છોડી દેશે ગોકુલધામ સોસાયટી?
કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં જોરદાર ટ્વિસ્ટ આવવાનો છે, ‘તારક મહેતા..’ શોના દર્શકોની મનપસંદ જોડી છોડવા જઈ રહી છે ગોકુલધામ સોસાયટી?
સોની સબ ટીવી પર છેલ્લા ૧૨ વર્ષોથી સતત પ્રસારિત થઈ રહેલ કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (taarak Mehta ka ooltah chashmah) દર્શકોમાં ઘણા લાંબા સમયથી પોતાની લોકપ્રિયતા જાળવી રાખી છે. કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ મોટાભાગે ટોપ ૫ શોની લિસ્ટમાં સામેલ રહ્યો છે. કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ તા. ૨૮ જુલાઈ, ૨૦૨૦ ના રોજ શો શરુ થયાને ૧૨ વર્ષ પુરા કરી લીધા છે
એટલું જ નહી આ સાથે જ ટીવી શોએ હાલમાં જ ૩ હજાર એપિસોડ્સ પણ પુરા કરી લીધા છે. ટીવી પર પ્રસારિત થતા કોમેડી શો માંથી ફક્ત ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ જ એવો શો છે જેના વિષે કદાચ જ કોઈ કારણોના લીધે વખોડયો હોય. ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને પોતાના પ્રથમ એપિસોડથી જ શોને ખુબ જ વખાણવામાં આવ્યો છે અને ભરપુર પ્રેમ પ્રાપ્ત થયો છે.
ટીવી શો ‘તારક મહેતા…’માં જેઠાલાલ ગડાનું પાત્ર નિભાવી રહેલ અભિનેતા દિલીપ જોશી અને દયા ગડાનું પાત્ર નિભાવી રહેલ દિશા વાકાણીએ આ શોમાં જીવ રેડી દીધો છે. પરંતુ અભિનેત્રી દિશા વાકાણીએ છેલ્લા બે વર્ષથી શોમાં જોવા મળી નથી રહ્યા. તેમ છતાં પણ કોમેડી શો ‘તારક મહેતા..’ના દર્શકોની લોકપ્રિયતામાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. દયા અને જેઠાલાલની જોડીની સાથે શોમાં બબિતા અને ઐય્યરની જોડીને પણ એટલી જ પસંદ કરવામાં આવે છે.
ટીવી શો ‘તારક મહેતા..’ શોમાં અભિનેત્રી મુનમુન દત્તા અને અભિનેતા મહાશબ્દે જેઓ બબિતા અને ઐય્યરનું પાત્ર નિભાવી રહ્યા છે. શોમાં જેઠાલાલનો બબિતાજી માટે ગાઢ પ્રેમ શોનું આકર્ષણએ શોનો પ્લસ પોઈન્ટ માનવામાં આવે છે. ત્યારે હવે કોમેડી શો ‘તારક મહેતા…’ની સ્ટોરી લાઈનમાં જોરદાર ટ્વિસ્ટ આવવાનો છે. બબિતાજીના પતિ વૈજ્ઞાનિક કૃષ્ણન ઐય્યર ઘોષણા કરે છે કે, તેઓ અને તેમની પત્ની બબિતા ગોકુલધામ છોડીને પોતાને ગામ પાછા જશે.
ઐય્યરની આ વાત સાંભળીને જેઠાલાલ ચિંતા કરવા લાગે છે અને ઐય્યર અને બબિતાજીને ગોકુલધામ નહી છોડવા માટે ઘણા બધા પ્રયત્ન કરે છે. જેઠાલાલ ઐય્યરભાઈને ઘણું સમજાવે છે અને ગામમાં રહેવાના ગેરલાભ વિષે પણ જણાવે છે. ઉપરાંત જેઠાલાલ પૂછે છે કે, તેઓ ગામમાં જઈને શું કરશે ત્યારે ઐયર જવાબ આપતા કહે છે કે, તેઓ ગામમાં જઈને ખેતી કરવાનું જણાવે છે. તેમ છતાં જેઠાલાલ કહે છે કે, આ બધું કરવું એટલું બધું સરળ નથી અને બબિતાજી ગામની રહેણીકરણી મુજબ ઢાળી શકશે નહી. ત્યારે ઐય્યર કહે છે કે, બબિતાજી પણ ઐય્યરના આ નિર્ણયમાં સાથ આપે છે તે વાત જાણીને જેઠાલાલને ઘણું આશ્ચર્ય થાય છે.
હવે કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોરદાર ટ્વિસ્ટ આવવાનો છે ત્યારે જોવાનું રહેશે કે, જેઠાલાલ ઐય્યર અને બબિતાજીને ગોકુલધામ સોસાયટીને છોડીને જતા અટકાવી શકશે? તે હવે જોવું રહ્યું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "કોમેડી શો ‘તારક મહેતા’ શોમાં આવશે જોરદાર વળાંક, દર્શકોની મનપસંદ આ જોડી છોડી દેશે ગોકુલધામ સોસાયટી?"
ટિપ્પણી પોસ્ટ કરો