ગરોળીથી છૂટકારો મેળવવો છે, પ્લાસ્ટિકની બોટલથી 5 મિનિટમાં બનાવો મશીન
ઘરમાં ગરોળીઓથી પરેશાન છો તો તમે તેને કંટ્રોલ કરવા માટે પેસ્ટ કંટ્રોલની મદદ લેવા ઇચ્છતા નથી તો તમારા માટે આ રીત બેસ્ટ હોઇ શકે છે. તમે ઇચ્છો તો ઘરે જ ગરોળી પકડવાનું મશીન બનાવી શકો છો. તેના માટે તમારે રૂપિયા ખર્ચ કરવાની જરૂર નથી અને ન તો વધારે મહેનત કરવાની છે. અમે આપને બતાવી રહ્યા છીએ કે ઘરે કઇ રીતે બેકાર પડેલી પ્લાસ્ટિકની બોટલની મદદથી તમે ગરોળી પકડવાનું મશીન બનાવી શકો છો.
જાણો પ્લાસ્ટિકની બોટલથી પાંચ મિનિટમાં ઘરે કઇ રીતે ગરોળી પકડવાનું મશીન બનાવી શકાય છે…
આ સામાન જરૂરી
એક લિટરની પ્લાસ્ટિકની બોટલ, કાતર, સેલોટેપ અને કેટલાક કીટ-પતંગ
—-
એક ખાલી પ્લાસ્ટિકની બોટલની ઉપરના ભાગને કાતરથી કાપી લો.
——
હવે કાપેલા ભાગને પ્લાસ્ટિકની બોટલમાં ઊંધો કરીને ફસાવી લો અને કિનારીઓ પર ટેપ લગાવી લો.
—
ઘરમાં મળતા કેટલાક કીટ પતંગને એક બોક્સમાં રાખી લો.
——
હવે આ કીટ પતંગને બોટલની અંદર નાંખો. હવે તેને એવી જગ્યાએ રાખો જ્યાં વધારે ગરોળી આવે છે.
—-
જ્યારે ગરોળી કીટ પતંગને ખાવા બોટલની અંદર જશે તો ફરી બહાર નીકળી શકશે નહીં.
—-
હવે તમે તેને દૂર ફેંકી આવો જેથી તે ફરી તમારા ઘરમાં આવી ન શકે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "ગરોળીથી છૂટકારો મેળવવો છે, પ્લાસ્ટિકની બોટલથી 5 મિનિટમાં બનાવો મશીન"
ટિપ્પણી પોસ્ટ કરો