ધનતેરસે આ મંત્રનો જાપ કરવાથી માતા લક્ષ્મી થશે પ્રસન્ન, દુઃખ અને ગરીબી ભાગશે દૂર
અજવાળાના પર્વ એવા દિવાળીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. બાર મહિને આવતો આ તહેવાર લોકો ધામ ધૂમથી ઉજવે છે અને સાથે જ તેની રાહ આખું વર્ષ જૂએ છે. પરિવાર સાથે મનાવાતો આ તહેવાર વડીલો અને ભગવાનના આશિષ મેળવવા માટે પણ ખાસ ગણાય છે. દરેક ઘરમાં દિવાળી અને તે પહેલાં ધનતેરસની ઊજવણી કરવાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચુકી હશે. દિવાળીના બે દિવસ પહેલાં એટલે કે ધનતેરસના દિવસે પણ ખાસ પૂજા કરવાનું મહત્વ રહેલું છે. જેમ દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન થાય છે તેમ ધનતેરસના દિવસે ધનના દેવતા કુબેર અને આરોગ્યનું વરદાન આપતાં ધનવંતરીની પૂજા કરવામાં આવે છે.
જ્યારે તમે ધનતેરસે લક્ષ્મી માતાની પૂજા કરો છો ત્યારે જ લક્ષ્મી પૂજન સમયે આ મંત્રોનો જાપ કરવાથી અનેકગણું પુણ્ય મળે છે અને સાથે જ ઘરની દરિદ્રતા દૂર થાય છે. આ સિવાય માતા લક્ષ્મીનો વાસ તમાર ઘરમાં કાયમ રહે છે. તો જાણી લો કયા છે આ ખાસ મંત્રો જેનો જાપ તમારે ઘનતેરસે કરવો જ રહ્યો.
ભગવાન કુબેર પૃથ્વી પરની તમામ ધન સંપત્તિના સ્વામી છે. તેઓ ભગવાન શંકરના પ્રિય સેવક પણ છે. ધનતેરસના દિવસે શુભ મુહૂર્તમાં ધનના દેવતા કુબેરની પૂજા કરવામાં આવે છે.
જેમના ઘર પર ભગવાન કુબેરના આશીર્વાદ વરસે છે તેના જીવનમાંથી દરિદ્રતા કાયમ માટે દૂર થઈ જાય છે. આ વર્ષે તમારા ઘર-પરિવાર પર પણ ભગવાન કુબેરની કૃપાદ્રષ્ટિ થાય તેવી ઈચ્છા હોય તો આ મંત્ર સાધના અચૂક કરજો. અહીં દર્શાવેલા મંત્રો અચૂક છે જેના પ્રયોગથી તમને તમારા જીવનમાં આશ્ચર્યજનક ફેરફાર જોવા મળશે. આ કુબેર મંત્રોનો જાપ દક્ષિણ તરફ મુખ રાખીને કરવા. અહીં દર્શાવેલા મંત્રોમાંથી કોઈપણ એક મંત્રની 11 અથવા 21 માળા કરવી.
કુબેર મંત્ર
ॐ श्रीं, ॐ ह्रीं श्रीं, ॐ ह्रीं श्रीं क्लीं वित्तेश्वराय: नम:
અષ્ટાક્ષર મંત્ર
ॐ वैश्रवणाय स्वाहा:
ષોડશાક્ષર મંત્ર
ॐ श्री ॐ ह्रीं श्रीं ह्रीं क्लीं श्रीं क्लीं वित्तेश्वराय नम:
પંચ ત્રિંશદક્ષર મંત્ર
ॐ यक्षाय कुबेराय वैश्रवणाय धन धान्याधिपतये धनधान्या समृद्धि देहि दापय स्वाहा
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "ધનતેરસે આ મંત્રનો જાપ કરવાથી માતા લક્ષ્મી થશે પ્રસન્ન, દુઃખ અને ગરીબી ભાગશે દૂર"
ટિપ્પણી પોસ્ટ કરો