કોરોનાને લઈ કરી ગંભીર આગાહી, આ કંઇ 1-2 વર્ષનો ખેલ નથી, જાણો કેટલા વર્ષ સુધી નહીં છોડે દુનિયાનો પીછો
આપણે તો આટલા જ મહિનામાં કોરોનાથી એવા કંટાળ્યા કે ત્રાહિમામ પોકારી ગયા છીએ. પરંતુ હવે એક એવી આગાહી થઈ છે જે તમારા રૂવાડા ઉભા કરી દેશે અને ધ્રુજાવી મૂકશે. જો તમે એ વિચારી રહ્યા છો કે કોરોનાની અસર આ ધરતી પરથી કેટલાક મહિનામાં ખત્મ થઈ જશે તો તમે ખોટા છો. સીરમ ઇન્સ્ટીટ્યૂટના સીઈઓ અદર પૂનાવાલાનું કહેવું છે કે દુનિયામાં આગામી 20 વર્ષ સુધી કોરોનાનું સંક્રમણ થતુ રહેશે અને ત્યાં સુધી કોવિડ-19ની રસી ની જરૂર પડશે.
સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી અદર પૂનાવાલાએ કહ્યું કે, ઇતિહાસમાં આવું ક્યારેય નથી જોવા મળ્યું કે કોઈ રસીની જરૂરિયાત એક જ વારમાં ખત્મ થઈ ગઈ હોય. આગળ વાત કરતાં તેમણે કહ્યું કે, “ફ્લૂ, નિમોનિયા, ચિકન પોક્સ અને પોલિયોની રસી કેટલા વર્ષોથી ચાલી રહી છે. આમાંથી કોઈ પણ બંધ નથી થયું.” તેમણે કહ્યું કે, જો જનસંખ્યાનું 100 ટકા રસીકરણ કરી દેવામાં આવે તો પણ કોવિડ-19 રસીની જરૂરિયાત ખત્મ નહીં થાય.
આ સાથે જ પુનાવાલાએ વાત કરી કે, રસી કોઈ ચોક્કસ વિજ્ઞાન નથી, આ તમારી ઇમ્યૂનિટીને વધારે છે. આ તમને બચાવે છે. આ બીમારીની અસરને ઓછી કરે છે, પરંતુ આ 100 ટકા કેસમાં બીમારીના સંક્રમણથી ના બચાવી શકે. જો 100 ટકા લોકોને રસી લગાવી દેવામાં આવે તો પણ ભવિષ્યમાં રસીની જરૂરિયાત રહેશે. સીરમ ઇન્સ્ટીટ્યૂટ 2021-2022ના અંત સુધી દુનિયાભર માટે કુલ 5 અલગ-અલગ કોવિડ-19 રસીના લગભગ 1 અબજ ડોઝ તૈયાર કરશે. પૂનાવાલાએ કહ્યું કે, “અમે રસીના લગભગ 2થી 3 કરોડ ડોઝ બનાવવાનું શરૂ કરી દીધું છે અને આગળ ઉત્પાદન વધારીને દર મહિને 7થી 8 કરોડ ડોઝ કરી શકીએ છીએ.”
પૂનાવાલાએ આગળ વાત કરી કે, અમારી યોજના દર ત્રિમાસિકગાળામાં એક રસી લૉન્ચ કરવાની છે. આની શરુઆત Covishieldથી થશે જે કદાચ આવતા વર્ષે આવી જાય. આનું લાયસન્સ અમને AstraZenecaથી મળ્યું છે.” ઉલ્લેખનીય છે કે કોવિશીલ્ડનો વિકાસ બ્રિટનની ઑક્સફર્ડ યૂનિવર્સિટીના ઝેનર ઇન્સ્ટીટ્યૂટ દ્વારા કરવામાં આવ્યો છે અને આનું લાયસન્સ એંગ્લો-સ્વીડિશ દવા કંપની AstraZenecaથી મળ્યું છે. અત્યારે આ રસીનું ભારતમાં લગભગ 1600 લોકો પર ત્રીજા એટલે કે અંતિમ તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે. આ આવતા વર્ષે કોઈ પણ સમયે લૉન્ચ થઈ શકે છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં વધારો થયો છે અને રાજ્યમાં બે દિવસથી 1100થી પણ વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1112 પોઝિટિવ કેસ આવ્યા છે.
ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,65,233એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 6 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3676એ પહોંચ્યો છે. જ્યારે 1264 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 89.31 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 52,947 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં 56,38,392 ટેસ્ટ કરાયા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "કોરોનાને લઈ કરી ગંભીર આગાહી, આ કંઇ 1-2 વર્ષનો ખેલ નથી, જાણો કેટલા વર્ષ સુધી નહીં છોડે દુનિયાનો પીછો"
ટિપ્પણી પોસ્ટ કરો