સુરતમાં BRTSના ડ્રાઈવર સાથેની ઘટના ભારે ચર્ચામાં, અચાનક બધા મુસાફરોને બસની નીચે ઉતાર્યા અને પછી થયું નિધન
આપણે એવા ઘણા કિસ્સા સાંભળ્યા છે કે જેમાં માણસ સાંજે સુતો હોય પચી સવારે ઉઠે જ નહીં. તેનું અચાનક રાત્રે જ નિધન થઈ જાય. આપણે એવા પણ કિસ્સા જોયા હોય કે જેમાં માણસો ચા પીતા પીતા હાર્ટઅટેક આવે અને મોત નીપજે. ત્યારે હાલમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે કે જેની આખા ગુજરાતમાં ચર્ચા કરવામાં આવી રહી છે. આ વાત છે સુરતની. વેસુથી બીઆરટીએસ બસ લઈ નીકળેલા બીઆરટીએસના ડ્રાઈવરની ચાલુ બસે અચાનક તબિયત લથડ્યા બાદ મોત નીપજ્યું હતું. અચાનક તબિયત લથડતાં ડ્રાઈવરે બસ સાઈડમાં લઈ સુપરવાઈઝરને જાણ કરી હતી. સુપરવાઈઝર બસ પાસે પહોંચ્યો ત્યાં સુધીમાં ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું.
પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી તપાસ શરૂ કરી
જ્યારે આ દુખદ ઘટના બની એની જાણ થતાં ખટોદરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી ડ્રાઈવરના મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી તપાસ શરૂ કરી છે. વેસુ બીઆરટીએસ બસ ડેપો નંદિની-03 એપાર્ટમેન્ટની સામે રહેતા અને મૂળ અમરેલીના ચક્કરગઢના દેવળિયા ગામના વતની અશોકભાઈ કરસનભાઈ માઘડ(37) બીઆરટીએસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. શનિવારે સાંજે તેઓ સોમેશ્વરાથી અમેઝિયા રૂટની બીઆરટીએસ બસ લઈ નીકળ્યા હતા.
તબિયત લથડી ગઈ હતી અને છાંતીમાં દુખાવો ઉપડ્યો
ઉલ્લેખનીય છે કે, બસ લઈ તેઓ વીઆઈપી રોડ શ્યામ મંદિર પાસેથી અલથાણ ચાર રસ્તા તરફ જતા હતા. આ રૂટ દરમિયાન અચાનક તેમની તબિયત લથડી ગઈ હતી અને છાંતીમાં દુખાવો ઉપડ્યો હતો. આ પરેશાની આવતાં જ તેણે બસ સાઈડમાં ઊભી કરી સુપરવાઈઝરને જાણ કરી હતી અને પેસેન્જરને ઉતારી નાંખ્યા અને પોતે બસમાં સૂઈ ગયા હતા. સુપરવાઈઝરે જાણ કરતાં 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે ત્યાં સુધીમાં અશોકભાઈનું મોત નીપજ્યું હતું.
હાર્ટ-અટેકને કારણે મોત થયું હોવાની શક્યતા
હાલમાં બનાવની જાણ થતાં ખટોદરા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તેમના મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી આગળની તપાસ હાથ ધરી છે. BRTS સેલના ઈન્ચાર્જ અધિકારી કમલેશ નાયકે જણાવ્યું હતું કે સોમેશ્વરથી અમેઝિયા રૂટની બસના ડ્રાઈવરની અચાનક તબિયત ખરાબ થતાં તેણે બસ કંટ્રોલ કરી સાઈડમાં લઈ લીધી હતી. ત્યાર બાદ ડ્રાઈવરનું મોત થયું હતુ. પોસ્ટમોર્ટમ કરનાર સીએમઓ ડો.ચીરોંજીલાલ ઘિયાએ જણાવ્યું હતું કે મૃતકે મોત પહેલાં છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી, જેથી હાર્ટ-અટેકને કારણે મોત થયું હોવાની શક્યતા લાગે છે. ઉલ્લેખનીય છે કે કોરોના લોકડાઉનના લીધે હજુ બધા જ સીટીમાં અને બધા જ રૂટ પર BRTS શરૂ થઈ નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "સુરતમાં BRTSના ડ્રાઈવર સાથેની ઘટના ભારે ચર્ચામાં, અચાનક બધા મુસાફરોને બસની નીચે ઉતાર્યા અને પછી થયું નિધન"
ટિપ્પણી પોસ્ટ કરો