Honda H’Ness CB 350 હવે ભારતના રસ્તાઓ પર, રોયલ ઈન્ફિલ્ડના Classic 350 સામે લેશે ટક્કર, જાણો શું છે કિંમત

Honda H’Ness CB 350 ની પ્રતીક્ષા કરનારા ગ્રાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે. Honda Motorcycle and Scooter India (હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા) એ પોતાની H’Ness CB350 રેટ્રો મોટરસાઇકલની ગયા બુધવારથી ડિલિવરી શરૂ કરી દીધી છે. એટલે હવે જે ગ્રાહકોએ H’Ness CB350 ને બુક કરાવી હતી તેઓ આગામી તહેવારોમાં પોતાની આ નવી રેટ્રો મોટરસાયકલની રાઈડ માણી શકશે. અહીં એ નોંધનીય છે કે રેટ્રો સ્ટાઇલ વાળા આ H’Ness CB350 બાઇક્સનું ભારતમાં હોન્ડાના બિગવિંગ નેટવર્ક દ્વારા વેંચાણ કરવામાં આવી રહ્યું છે. ગ્રાહકો આ પ્રીમિયમ મોટરસાયકલને 5000 રૂપિયાની ટોકન રકમ આપી બુક કરાવી શકે છે.

image soucre

ભારતના માર્કેટમાં Honda H’Ness CB 350 ની Royal Enfield Classic 350, Jawa Motorcycles અને Benelli Imperiale 400 જેવી મોટરસાયકલો સામે સીધી અને જોરદાર ટક્કર રહેશે.

તાજેતરમાં જ કંપનીએ હરિયાણાના માનેસરમાં આવેલા પોતાના કારખાનેથી H’Ness CB350 ને ડિસ્પેચ કરવાની કામગીરી આરંભી હતી. હોન્ડાએ આનું પહેલું મોડલ 19 ઓક્ટોબરે રોલ આઉટ કર્યું હતું.

એન્જીન

image soucre

Honda H’Ness CB 350 માં પાવર માટે 348 સીસી, સિંગલ સિલિન્ડર, ઍર કુલ, 4 સ્ટ્રોક, OHC એન્જીન આપવામાં આવ્યું છે.

પરફોર્મન્સ

image source

Honda H’Ness CB 350 નું એન્જીન 5,500 આરપીએમ પર 20.8bhp નો મેક્સિમમ પાવર અને 3,000 આરપીએમ પર 30Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે.

ટ્રાન્સમિશન

image soucre

ટ્રાન્સમિશનની વાત કરીએ તો Honda H’Ness CB 350 નું એન્જીન 5 સ્પીડ ગેયરબોક્સથી સુસજ્જ છે.

સસ્પેંશન

Honda H’Ness CB 350 ના ફ્રન્ટમાં ટેલિસ્કોપીક ફોકર્સ સસ્પેંશન આપવામાં આવ્યા છે. જ્યારે તેના રિયરમાં ટ્વીન રિયર શોકસ આપવામાં આવ્યા છે.

બ્રેક

image source

Honda H’Ness CB 350 ના ફ્રન્ટમાં 310 મિલીમીટરની ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. જ્યારે તેના રિયરમાં 240 મિલીમીટરની ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. સુરક્ષા માટે આમાં ડ્યુઅલ ચેનલ એન્ટી લોક બ્રેકીંગ સિસ્ટમ એટલે કે ABS પણ છે.

ફ્યુલ ટેન્ક

image source

Royal Enfield Classic 350 માં 13.5 લીટરની જબરદસ્ત ફ્યુલ ટેન્ક આપવામાં આવી છે.

કિંમત

image source

હવે વાત કરીએ કિંમતની. તો Honda H’Ness CB 350 ના DLX Pro વેરીએન્ટની એક્સ શોરૂમ કિંમત 1.90 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે તેના DLX વેરીએન્ટની એક્સ શોરૂમ કિંમત 1.85 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Related Posts

0 Response to "Honda H’Ness CB 350 હવે ભારતના રસ્તાઓ પર, રોયલ ઈન્ફિલ્ડના Classic 350 સામે લેશે ટક્કર, જાણો શું છે કિંમત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel