SBI આ વર્ષે કરશે 14,000 કર્મચારીઓની ભરતી, જાણો અને જલદી શરૂ કરી દો તૈયારી
દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે અને અનેક લોકો બેરોજગાર બન્યા છે ત્યારે ભારતીય સ્ટેટ બેંક હવે ખાસ યોજના લાવી રહી છે. બેંક પોતાનો વિસ્તાર કરવા ઈચ્છે છે જેના કારણે તેણે નવા કર્મચારીઓની નિમણૂંક કરવાનું નક્કી કર્યું છે. આ અનુસંધાનમાં બેંકે 14000 કર્મચારીઓ લેવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે સ્ટેટ બેંકમાં અત્યારે લગભગ અઢી લાખ કર્મચારીઓ કામ કરી રહ્યા છે.
ભારતીય સ્ટેટ બેન્ક (SBI)એ કહ્યું કે, આ વર્ષે તે 14000 ભરતીની યોજના બનાવી રહ્યું છે. SBIએ કહ્યું કે, તે પોતાના બિઝનેસનો વિસ્તાર કરી રહ્યું છે, જેમાં નવા લોકોની જરૂર પડશે. બેન્કે સ્પષ્ટ કર્યું કે, વીઆરએસ સ્કીમ કોસ્ટ કટિંગ માટે લાવવામાં આવી નથી.
દેશની સૌથી દિગ્ગજ બેન્કે કહ્યું કે, સ્વૈચ્છિક સેવાનિવૃતિ યોજના (વીઆરએસ) બેન્કના ખર્ચને ઓછો કરવા માટે નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા તેવા સમાચાર આવ્યા હતા કે બેન્કે પોતાના કર્મચારીઓ માટે સ્વૈચ્છિક સેવાનિવૃતિ યોજના તૈયાર કરી છે, જેની હેઠળ આશરે 30,190 કર્મચારી આવી શકે છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે બેન્કના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે, બેન્કની પ્રસ્તાવિત વીઆરએસ ખર્ચ ઘટાડવા માટે નથી.
શું કહ્યું બેન્કે
બેન્ક દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે, ‘બેન્ક પોતાના કર્મચારીઓ પ્રત્યે મિત્રતાભર્યો સંબંધ રાખે છે અને તે પોતાના કારોબારનો વિસ્તાર કરી રહી છે, જેના માટે લોકોની જરૂર પડશે. આ વાતથી તે સાબિત થાય છે કે બેન્ક આ વર્ષે 14,000થી વધુ કર્મચારીઓની ભરતી કરવાની યોજના બની રહી છે.’
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સ્ટેટ બેન્કમાં હાલ આશરે અઢી લાખની નજીક કર્મચારી છે અને બેન્ક પોતાના કર્મચારીઓની જરૂરીયાત પૂરી કરવા અને તેના જીવનકાળમાં મદદ માટે હંમેશા તૈયાર રહે છે.
0 Response to "SBI આ વર્ષે કરશે 14,000 કર્મચારીઓની ભરતી, જાણો અને જલદી શરૂ કરી દો તૈયારી"
ટિપ્પણી પોસ્ટ કરો