Whatsappમાં નકામા નંબરને આ રીતે કરી દો બ્લોક, જાણો વ્હોટ્સએપ પર બ્લોક અને અનબ્લોકિંગ ટ્રિક્સ

વ્હોટ્સએપ પર નક્કામાં નંબરને કેવી રીતે કરશો બ્લોક ? જાણો વ્હોટ્સએપ પર બ્લોક અને અનબ્લોકિંગ ટ્રિક્સ

આમ તો વ્હોટ્સએપ કમ્યુનિકેશન માટે સૌથી સારી એપ્લિકેશન છે પણ ઘણીવાર આપણે જેની સાથે કોઈ જ કોન્ટેક્ટ નથી રાખવા માગતા તેઓ પણ વ્હોટ્સએપ પર મેસેજ મોકલતા રહે છે. તેમજ આપણા ફોન પર કેટલાક એવા નંબર પણ સેવ થયેલા હોય છે જેને આપણે ઓળખતા નથી હોતા, જેમ કે પ્લમ્બર, ગેરેજવાળા, કે પછી કામ વાળા વિગેરે. અને આપણે નથી ઇચ્છતા કે તે લોકો આપણી પ્રોફાઈલ કે સ્ટેટસ જુએ. તો તેવા લોકથી છૂટકારો મેળવવો ખૂબ જ સરળ છે. તેમને તમે વ્હોટ્સ એપ પર બ્લોક કરી શકો છો. આ ઉપરાંત જો તમે એ જાણવા માગતા હોવ કે કોણે તમને વ્હોટ્સએપ પર બ્લોક કર્યા છે તો તે પણ તમે સરળતાથી જાણી શકો ચો. આજે અમે તમને જણાવીશું વ્હોટ્સએપ પર બ્લોકિંગ અને અનબ્લોકિંગની ટ્રિક્સ અને સાથે સાથે એ પણ જણાવીશું કે તમારો નંબર કોણે બ્લોક કર્યો છે.

આ રીતે જાણી શકો છો કે તમારો નંબર કોઈ બ્લોક કર્યો છે કે નહીં

પ્રોફાઇલ પિક્ચર ન દેખાવું

image source

જો કોઈએ તમને પોતાના વ્હોટ્સએપમાં બ્લોક કર્યા હોય તો તેની પ્રોફાઇલ પિક્ચર તમે નથી જોઈ શકતા. જો કે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે તે વ્યક્તિએ પોતાની પ્રોફાઇલ પિક્ચર જ હટાવી દીધી હોય અને તેના કારણે પણ તમે તેની પ્રોફાઇલ પિક્ચર ન જોઈ શકો. પણ જો તમારો કોઈ કોમન ફ્રેન્ડ તેની પિક્ચરને જોઈ શકતો હોય પણ તમે તેને ન જોઈ શકતા હોવ તો તેણે તમને બ્લોક કર્યા છે તેવું કહી શકાય. આ સિવાય જો સામેવાળી વ્યક્તિના મોબાઈલમાંથી તમારો નંબર ડીલીટ થઈ ગયો હોય અથવા કરવામાં આવ્યો હોય તો અને સામે વાળી વ્યક્તિએ પોતાના વ્હોટ્સએપ સેટિંગમાં પોતાના જ કોન્ટેક્સ તેમની પ્રોફાઇલ જોઈ શકે તે ઓપ્શન ઓન રાખ્યું હોય તો પણ તમે તેનો પ્રોફાઇલ નંબર જોઈ શકતા નથી.

વ્હોટ્સ એપસ્ટેટસ ન દેખાવું

જો કોઈ તમારો નંબર બ્લોક કરે છે તો તમે તે કોન્ટેક્ટના વ્હોટ્સએપ સ્ટેટસ નથી જોઈ શકતા. જો તે વ્હોટ્સએપ સ્ટેટસ કોઈ અન્ય કોન્ટેક્ટમા દેખાતું હોય તો તમારે સમજવું કે તમારો નંબર બ્લોક કરવામા આવ્યો છે. આ ઉપરાંત જો તમારો નંબર બ્લોક કરવામાં આવ્યો હોય તો તમે તે વ્યક્તિનું લાસ્ટ સીન, કે તેની અકાઉન્ટ ઇન્ફો પણ નથી જોઈ શકતા.

વ્હોટ્સએપ મેસેજ ડીલીવર ન થતો હોય

image source

જો તમે તે વ્યક્તિને કોઈ વ્હોટ્સએપ મેસેજ મોકલ્યો અને તેના પર બ્લૂ ટિક નથી લાગતી કે પછી એકસિંગલ ટિક જ લાગે છે તો તમારે સમજવું કે તમારો નંબર બ્લોક કરવામા આવ્યો છે. જો કે ઘણીવાર નેટવર્ક નહીં હોવાથી પણ ડબલ ટિક નથી લાગતી પણ થોડા સમય બાદ ડબલ ટીક લાગી જાય છે અને મેસેજ સામેવાળી વ્યક્તિ સુધી પહોંચી જાય છે. પણ જો તમારો નંબર બ્લોક કરવામાં આવ્યો હશે તો તમને માત્ર સિંગલ ટીક જ જોવા મળશે. આ સિવાય તમારો નંબર તે વ્યક્તિના ફોનમાં સેવ ન હોય અથવા ડીલીટ થઈ ગયો હોય તો તમે તેને મેસેજ કરશો તો તે તેને ડીલીવર થઈ જશે તો સમજવું કે તેમણે તમારો નંબર બ્લોક નથી કર્યો.

કોલ ન થઈ શકવો

image source

જો કોઈ કોન્ટેક્ટમાં વ્હોટ્સએપ કોલ કરવા ઇચ્છતા હોવ અને તે કોલ ન થઈ શકતો હોય તો તેનો અર્થ એ પણ થઈ શકે છે કે તમારો નંબર બ્લોક કરવામા આવ્યો છે. આમ તો ઘણીવાર નેટવર્કના કારણે પણ કોલ નથી થઈ શકતો પણ જો લાંબા સમય સુધી કોલ ના થઈ શકતો હોય તો તમારે સમજવું કે તમારો નંબર બ્લોક કરવામાં આવ્યો છે.

વ્હોટ્સએપ પર કોઈનો નંબર બ્લોક કેવી રીતે કરવો

image source

ઘણીવાર કોઈ વ્યક્તિને તમે બ્લોક કરવા ઇચ્છો તે પછી તે તમારી પ્રાઇવસીના કારણે હોય કે કોઈ અંગત કારણ હોય તો તમારા માટે તેને બ્લોક કરવી ખૂબ જ સરળ છે.

તેના માટે તમારે આ સ્ટેપ્સ ફોલો કરવા
પ્રથમ તમે જે નંબર બ્લોક કરવા માગો છો તેના કેન્ટેક્ટ પર ટેપ કરો.

હવે તે કોન્ટેક્ટની અકાઉન્ટ ડીટેઇલ્સમાં જાઓ

image source

ત્યાર બાદ નીચે સ્ક્રોલ કરવાથી તમને બ્લોક કોન્ટેક્ટનું ઓપ્શન જોવા મળશે તેના પર ટેપ કરો.

આમ કરવાથી તે વ્યક્તિનો નંબર બ્લોક થઈ જશે અને જો તે વ્યક્તિને અનબ્લોક કરવી હોય તો તમારે આ જ સ્ટેપ્સ ફોલો કરવાના છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "Whatsappમાં નકામા નંબરને આ રીતે કરી દો બ્લોક, જાણો વ્હોટ્સએપ પર બ્લોક અને અનબ્લોકિંગ ટ્રિક્સ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel