જો આ ભુલ ન કરી હોત તો આજે ભારતમાં કોરોનાની સ્થિતિ નિંયત્રણમાં હોત, જાણો ડોક્ટરોએ શું કહ્યું આ વિશે
ભારતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. દેશમાં મોતનો આંક 1 લાખને પાર પહોંચી ગયો છે. ભારતમાં થયેલા મોતને લઈને ડોકટરોએ સંશોધન કર્યું છે. ભારતમાં કોરોનાની સ્થિતિ અને વેક્સીને લઈને ડો. ગુલેરિયાએ માહિતી આપી હતી. એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કેન્દ્ર સરકારની કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય એવા ડો.ગુલેરિયાએ કહ્યુ હતુ કે, અમે એવુ નથી કહી રહ્યા કે 2021માં આ મહામારી નહીં હોય પણ એટલુ કહી શકાય તેમ છે કે 2021માં કોરોનાની અસર અત્યારે છે તેના કરતા ઘણી ઓછી હશે.
મૃત્યુઆંક એક લાખ સુધી પહોંચ્યો
ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત ચાલુ છે. આ ખતરનાક વાયરસથી 63 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે, જ્યારે મૃત્યુઆંક એક લાખ સુધી પહોંચ્યો છે. વધતા જતા ચેપને ધ્યાનમાં રાખીને દેશના વૈજ્ઞાનિકો ઝડપથી સંશોધન અને અભ્યાસ કરી રહ્યા છે.આ જ ક્રમમાં સાયન્સ જર્નલમાં પ્રકાશિત એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં માત્ર આઠ ટકા કોરોના દર્દીઓ સુપર સ્પ્રેડર બન્યા છે અને 60૦ ટકાથી વધુ લોકોને ચેપ લગાડ્યો છે. અત્રે ઉલ્લેખનિય છેકે, સુપર સ્પ્રેડર એટલે કોઈ પણ ચેપને સૌથી ફેલાવનારા લોકો, કોરોના વાયરસનાં પણ સુપર સ્પ્રેડર્સ છે. આ તે લોકો છે જે ઘણા લોકોના સંપર્કમાં આવે છે અને અજાણતાં આ બધા લોકોમાં વાયરસ ફેલાવે છે.
8 ટકા લોકોએ 60 ટકા કોરોનાનાં શિકાર બનાવ્યા
એક અધ્યયનમાં આંધ્ર પ્રદેશ અને તમિળનાડુના 5,75,071 લોકો આવરી લેવામાં આવ્યા. તેમાં 84,965 ચેપગ્રસ્ત જણાયા છે. અધ્યયનમાં આ લોકોના લાખો સંપર્કોનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે દેશમાં આશરે 70 ટકા ચેપગ્રસ્ત લોકોએ તેમના કોઈ પણ લોકોમાં વાયરસ ફેલાવ્યો નથી. ત્યાં જ ચેપગ્રસ્ત લોકોમાંથી 8 ટકા લોકોએ 60 ટકા કોરોનાનાં શિકાર બનાવ્યા. ત્યાંજ આ રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યું છે કે પોતાનો જીવ ગુમાવનારાઓમાં 63 ટકા લોકો પહેલેથી જ કોઈ બીજી બીમારીથી પીડિત હતાં. જ્યારે 36 ટકા લોકોને અગાઉ બે કે તેથી વધુ ગંભીર બીમારીઓ હતી.
46 ટકા લોકો ડાયાબિટીઝથી પીડિત
જીવન ગુમાવનારા 46 ટકા લોકો ડાયાબિટીઝથી પીડિત હતા. જેઓએ પોતાનો જીવ ગુમાવ્યો તે મૃત્યુના પહેલા સરેરાશ પાંચ હોસ્પિટલમાં રહ્યા હતા. અમેરિકામાં, આ આંકડો 13 દિવસનો છે. ભારતનો કેસ વિકસિત દેશોથી અલગ છે. આ સ્ટડી સાથે સંકળાયેલા સેન્ટર ફોર ડિસીઝ ડાયનેમિક્સ, ઇકોનોમિક્સ એન્ડ પોલિસી, નવી દિલ્હીના વૈજ્ઞાનિક રમણન લક્ષ્મીનારાયણના કહેવા પ્રમાણે, ભારતમાં આ કેસ વિકસિત દેશોથી સંપૂર્ણપણે જુદો છે.
મૃત્યુ પામેલાઓમાં વૃદ્ધોની સંખ્યા સૌથી વધું
વિકસિત દેશોમાં ચેપગ્રસ્ત અને મૃત્યુ પામેલાઓમાં વૃદ્ધોની સંખ્યા સૌથી વધું છે. પરંતુ આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં 40 થી 69 વર્ષનાં લોકોને સૌથી વધુ ચેપ લાગ્યો છે. સ્ટડીમાં એવું પણ જાણવા મળ્યું છે કે સમાન વયના સંપર્કમાં આવનારાથી ચેપનું જોખમ વધ્યું છે. શૂન્યથી 14 વર્ષની વયના બાળકોમાં તે સૌથી વધુ જોવા મળ્યું. આ પછી 65 વર્ષથી ઉપરના લોકો તેની ઝપેટમાં આવ્યા. 5થી 17 વર્ષની વયના લોકોમાં કોરોનાને કારણે મૃત્યુનું પ્રમાણ 0.05 ટકા રહ્યું. ત્યાં જ 85 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં તે 16.6 ટકા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "જો આ ભુલ ન કરી હોત તો આજે ભારતમાં કોરોનાની સ્થિતિ નિંયત્રણમાં હોત, જાણો ડોક્ટરોએ શું કહ્યું આ વિશે"
ટિપ્પણી પોસ્ટ કરો