ફક્ત 1 હજારમાં મળી રહ્યું છે ટેબલેટ, 20 હજારથી વધુનું થઈ ચુક્યું છે બુકીંગ, તમે કર્યું કે નહિં ?

કોરોના વાયરસના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જેને લઈને મોટા ભાગના નોકરી કરતા લોકો વર્ક ફ્રોમ હોમ કરતા હતા તો બીજી તરફ શાળાઓ બંધ હોવાથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવી હતી જેથી તેમનું ભણતરના બગડે. તો ઘણી જગ્યાએ એવી પણ ફરિયાદ સામે આવી હતી કે ઘણા વિદ્યાર્થીના માતા પિતા પાસે સ્માર્ટ ફોન નથી. જેના કારણ તે વિદ્યાર્થીઓ ઓન લાઈન શિક્ષણ મેળવી શકતા નથી. તો હવે આવા વિદ્યાર્થીઓ માટે ખુશખબર આવ્યા છે. કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે સુરતની મલ્ટી નેશનલ અને માર્કેટિંગ કંપની દ્વારા ‘એજ્યુ ટેબ’ નામનું ટેબ્લેટ બહાર પાડવામાં આવ્યું છે. જેના કારણે કોઈ વિદ્યાર્થી હવે શિક્ષણથી વંચિત નહિ રહે.

કોને મળશે આ ટેબલેટ

image source

આ ટેબલેટ એવા વિદ્યાર્થીઓ માટે આશિર્વાદરૂપ છે જેમના ઘરે સ્માર્ટફોન નથી અને જેમની પરિસ્થિતિ ખરાબ છે કે જેઓ મોંધો મોબાઈલ ખરીદી શકતા નથી. આ ટેબ્લેટ શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઓછા દરે આપવામાં આવશે. બજાર ભાવ કરતા ખૂબ જ ઓછા ભાવે આ ટેબ્લેટ વિદ્યાર્થીઓને ફાળવવામાં આવશે. જો કે આની જાહેરાત થતા જ 20 હજાર જેટલાં ટેબ્લેટનું બુકીંગ થઈ ગયું છે.

કેટલી હશે કિંમત

image source

આ ટેબલેટ બહાર પાડવાનો હેતુ વિદ્યાર્થીની મદદ કરવાનો જ છે. જેથી તેમનો અભ્યાસ અવિરત ચાલુ રહે. જેથી તેની કિંમત પમ ઓછી રાખવામાં આવી છે. જેથી દરેક પરિવારના વિદ્યાર્થીઓ આ ટેબલેટ ખરીદી શકે. આ ટેબ્લેટની સામાન્ય કિંમત 4500 રૂપિયા છે. પરંતુ વિદ્યાર્થીઓને માત્ર એક હજાર રૂપિયાની કિંમતે આપવામાં આવશે. આ ટેબલેટની ડિલવરી આવતીકાલથી શરૂ કરવામાં આવનાર છે. આ એજ્યુ ટેબમાં 2-જીબી રેમ અને 16 જીબી ઇન્ટરનલ રેમનો સમાવેશ થાય છે. આ ટેબલેટ કોરોનાકાળમાં વિદ્યાર્થઈઓ માટે આશિર્વાદરૂપ સાબિત થશે.

આ પહેલા સરકારે શરૂ કરી હતી સ્કિમ

image source

આ પહેલા સરકારે પણ સ્કિમ શરૂ કરી હતી. આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં ડીગ્રી-ડિપ્લોમાંના અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનારા યુવા વિદ્યાર્થીઓ દેશ-દુનિયાથી અવગત થઈ શકે તેમજ ઓનલાઈન શિક્ષણ નમો ઈ-ટેબલેટ આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા છેલ્લા સાડા ત્રણ વર્ષથી આ યોજના અમલમાં મુકાયેલ છે. પરંતુ સૌરાષ્ટ્ર યુનિ.જી.ટી.યુ.સહિત રાજ્યની યુનિવર્સીટીઓના ગત વર્ષનાં અડધા લાખ વિદ્યાર્થીઓને રૂા.1000-1000 ભરી નામ નોંધાવવા છતાં હજુ ટેબલેટ આપવામાં આવેલ નથી જેના પગલે આ વિદ્યાર્થીઓમાં રોષ જેવા મળી રહ્યો છે.અહી એ ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં કોલેજોનાં ડીગ્રી-ડીપ્લોમાં વિદ્યાર્થીઓને હાલ ઘેર બેઠા ઓનલાઈન શિક્ષણ પુરૂ પાડવામાં આવી રહ્યું છે. ત્યારે ઓનલાઈન શિક્ષણમાં અતિ ઉપયોગી અને મહત્વના એવા ટેબલેટ હજુ ગત વર્ષનાં અડધા લાખ વિદ્યાર્થીઓને નહી અપાતા વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે.

સૌરાષ્ટ્ર યુનિ.ના ગત વર્ષનાં 597 વિદ્યાર્થીઓ ટેબલેટથી વંચીત

image source

જેતો બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિ.ના ગત વર્ષનાં 597 વિદ્યાર્થીઓ ટેબલેટથી વંચીત રહ્યા છે. ગત વર્ષે સૌરાષ્ટ્ર-યુનિ.નાં 37812 વિદ્યાર્થીઓને ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અંગે યુનિ.નાં સુત્રોએ જણાવ્યું હતું કે યુનિ.નાં ગત વર્ષનાં 597 વિદ્યાર્થીઓને હજુ ટેબલેટ અપાયા ન હોય આ પ્રશ્ર્ને શિક્ષણ વિભાગનું ધ્યાન દોરવામાં આવેલ છે. જયારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.નાં ગત વર્ષનાં 20 હજાર વિદ્યાર્થીઓને હજુ સુધી ટેબલેટ પુરા પાડવામાં આવેલ નથી.

20 હજાર વિદ્યાર્થીઓને ટેબલેટ હજુ મળેલ નથી

image source

જયારે 20 હજાર વિદ્યાર્થીઓને ટેબલેટ હજુ મળેલ નથી. આ બાબતે શિક્ષણ વિભાગનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. દરમ્યાન આ મામલે રાજયનાં ટેકનીકલ કમિશ્નર જી.ટી.પંડયાએ જણાવ્યું હતું કે કોરોના વાયરસ મહામારી બાદ ચાઈનીઝ પ્રોડકટ પર પ્રતિબંધ મુકાયો હોય ટેબલેટનાં ઓર્ડર આપવામાં આવેલ નથી. જેના કારણે ગત વર્ષનાં કેટલાંક વિદ્યાર્થીઓને હજુ સુધી ટેબલેટ આપી શકાયા નથી. જોકે હવે ટેબલેટ અંગેનું નવુ ટેન્ડર બહાર પાડી દેવામાં આવેલ છે.

0 Response to "ફક્ત 1 હજારમાં મળી રહ્યું છે ટેબલેટ, 20 હજારથી વધુનું થઈ ચુક્યું છે બુકીંગ, તમે કર્યું કે નહિં ?"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel