SBIના ગ્રાહકોને આજે નહીં મળે આ સેવાઓ, બેંકે જાહેર કર્યું એલર્ટ

જો તમે દેશની સૌથી મોટી બેંક SBIના ગ્રાહક છો તો બેંકે તમારા માટે એલર્ટ જાહેર કર્યું છે. બેંકે ટ્વિટ કરીને કહ્યું છે કે તહેવારની સીઝનમાં ખાસ મુશ્કેલી ન પડે તે માટે આજે રવિવારે રજાના દિવસે બેંકે આ સેવાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

image source

બેંકે પોતાના ગ્રાહકોને એક ટ્વિટની મદદથી એલર્ટ કર્યા છે. એસબીઆઈએ કહ્યું છે તે તહેવારની સીઝનની વચ્ચે આજે 1 દિવસ માટે ઓનલાઈન સેવાઓમાં મુશ્કેલી આવી શકે છે. બેંક તેના ખાતેદારોને વધારે સારી સુવિધાઓ આપવા માટે ઈન્ટરનેટ બેંકિંગ પ્લેટફોર્મને અપડેટ કરવા માટે આજે કેટલીક સર્વિસ બંધ રાખશે. તો જાણો તમારે રૂપિયા કાઢવા હોય તો શું કરવાનું રહેશે.

ઈન્ટરનેટ બેંકિંગ પ્લેટફોર્મને અપડેટ કરવા લેવાયો નિર્ણય

image source

SBIએ ટ્વિટમાં કહ્યું છે કે અમે ગ્રાહકોને વધારે સારી સુવિધા આપવા માટે ઈન્ટરનેટ પ્લેટફોર્મને અપગ્રેડ કરી રહ્યા છીએ. આ અપગ્રેડ એક્ટિવિટીના સમયે અમારી ઈન્ટરનેટ બેંકિંગ, યોનો, યોનો લાઈટમાં 8 નવેમ્બર 2020ને બાધિત રહી શકે છે. આ સમસ્યા માટે અમને દુઃખ છે. જો કે બેંકનું માનવું છે કે રવિવારની રજા હોવાના કારણે અને એક જ દિવસનું કામ હોવાથી ગ્રાહકોને કોઈ ખાસ તકલીફ પડશે નહીં.

એસબીઆઈએ ટ્વટિર પર કહ્યું કે ગ્રાહકો પોતાની રીતે કામનું પ્લાનિંગ કરી લે જેથી તેમને કોઈ સમસ્યા ન આવે. એવામાં જો તમે નેટ બેંકિંગની મદદ લેવાના પ્લાનમાં છો તો તમને મુશ્કેલી પડી શકે છે. તો તમે અન્ય રીતે તમારું કામ કરી લો તે યોગ્ય છે.

બેંકની યોનો એપ પણ રહેશે બંધ

image source

એસબીઆઈએ કહ્યું છે કે આ અપગ્રેડેશન પ્રોસેસના સમયે જ્યાં સુધી કામ ચાલુ રહેશે ત્યાં સુધી બેંકની યોનો એપ અને યોનો લાઈટ એપ પર પણ અસર પડશે અને તેની સેવાઓ બંધ રહે તે શક્ય છે. એવામાં ગ્રાહક પહેલાંથી તમામ તૈયારીઓ કરી લે અને જરૂરી કામને પતાવી લે. જો ખાસ જરૂર હોય તો ગ્રાહકો એટીએમની સુવિધાનો ઉપયોગ કરી શકશે.

0 Response to "SBIના ગ્રાહકોને આજે નહીં મળે આ સેવાઓ, બેંકે જાહેર કર્યું એલર્ટ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel