આ 1 વસ્તુથી માત્ર 30 જ સેકન્ડમાં રોકી શકાય છે કોરોના વાયરસને, જાણો અને અજમાવો આ ઉપાય તમે પણ
કોરોના મહામારી દેશમાં ફેલાઈ રહી છે ત્યારે કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી કોરોનાને દૂર કરવા માટે ફક્ત 30 સેકંડની જરૂર રહે છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે તમે તેને માર્કેટમાં મળનારા માઉથવોશથી ખતમ કરી શકો છો. આ માટે તમારે ફક્ત એક નાનું કામ કરવાનું છે જેનાથી તમે મોટાભાગે કોરોનાથી બચી શકો છો.
કોરોના પેશન્ટ પર પોતાના રિસર્ચમાં યૂનાઈટેડ કિંગડમના વેલ્સની યુનિવર્સિટી હોસ્પિટલના ડોક્ટર્સની ટીમે કહ્યું છે કે એક સ્વસ્થ વ્યક્તિ કોઈ કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવે છે તે સમયે કોરોના વાયરસ જે તે વ્યક્તિના મોઢામાં પ્રવેશ કરીને જાય તો તેને માઉથવોશની મદદથી તરત જ ખતમ કરી શકાય છે. ધ્યાન રાખો કે મોઢામાંની લાળને ગળો નહીં તેને થૂકી દો અને તરત જ માઉથવોશનો ઉપયોગ કરો. માઉથવોશનો ઉપયોગ કરવાથી કોરોના ફક્ત 30 સેકંડમાં ખતમ થઈ જાય છે. તો તરત જ ખાસ પ્રકારના માઉથવોશની મદદ લેવી એ હિતાવહ છે.
માઉથવોશની મદદથી ખતમ થશે કોરોના
શોધ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે માઉથવોશની મદદથી કોરોનાને મોઢાની લાળમાં રહેલા સલાઈવામાંના વાયરસને ખતમ કરી શકાય છે. ખાસ કરીને કોરોના વાયરસ વ્યક્તિના શ્વસનતંત્રમાં પ્રવેશ કરીને જાય છે. આ સાથે નક્કી છે કે માઉથવોશ કોરોના પર વધારે પ્રભાવી નહીં રહે કેમકે તે મોઢા સુધી સીમિત રહે છે.
દેશ અને દુનિયામાં કોરોના વકરી રહ્યો છે ત્યારે રિસર્ચમાં એક વાત સાબિત થઈ છે કે હાથને સાફ અને સેનેટાઈઝ કરવાની સાથે જ સમયસર માઉથવોશનો ઉપયોગ કરાય તો કોરોનાની સમસ્યાને ઓછી કરી શકાય છે. કોરોનાનો પ્ર્ભાવ ઘટાડવા માટે આયુવેર્દિક ડોક્ટર્સ પણ વારેઘડી ગરમ પાણી પીવાનું કહી રહ્યા છે.
માઉથવોશમાં હશે આ વસ્તુઓ તો મળશે મદદ
વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે કોરોના મોઢામાં ખતમ કરવો જરૂરી છે. આ માટે તમે માઉથવોશનો ઉપયોગ કરી શકો છો. પરંતુ આ માઉથવોશમાં ઓછામાં ઓછું 0.07 ટકા સેટાઈપિરાઈડનિયમ ક્લોરાઈડ હોય તે જરૂરી છે. સીપીસી આધારિત માઉથવોશ વાયરસના લોડને ઘટાડે છે. આ રિસર્ચ બાદ અન્ય વૈજ્ઞાનિકોના રિઝલ્ટની પણ રાહ જોવામાં આવી રહી છે. હાલમાં એક લેબોલેટરીમાં સાબિત થયું છે કે મોઢાની સફાઈ અને પેઢાની હેલ્થને ધ્યાનમાં રાખીને માઉથવોશનો ઉપયોગ કરવો. તે મોઢાની અંદરના વાયરસને ખતમ કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે.
ભારતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. એક દિવસમાં 46 હજાર 288 નવા કેસ આવ્યા છે અને સાથે જ એક દિવસમાં કોરોનાથી 48 હજાર 881 લોકો સ્વસ્થ થયા છે. ભારતમાં કોરોનાથી એક દિવસમાં 563 લોકોના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાથી અત્યાર સુધીમાં 1 લાખ 32 હજાર 764 લોકોના મૃત્યુ થઈ ચૂકયા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 4 લાખ 39 હજાર 915 પહોંચ્યા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 90 લાખ 50 હજાર 613 થયા છે. આ સાથે જ ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે અને તેના કારણે અમદાવાદમાં શુક્રવાર રાતના 9 વાગ્યાથી સોમવાર સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "આ 1 વસ્તુથી માત્ર 30 જ સેકન્ડમાં રોકી શકાય છે કોરોના વાયરસને, જાણો અને અજમાવો આ ઉપાય તમે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો