ઇન્ટરનેટ બેન્કિંગ કે પેટીએમ ના વપરાશ વગર પણ ખાતામાંથી ઉપડી જશે પૈસા, સામે આવ્યું નવું બેન્કિંગ ફ્રોડ
દિવસેને દિવસે બેન્ક ફોડની ઘટના વધી રહી છે. લોકો રોજે રોજ કોઈ ભેજાબાજના સંકજામાં આવી તેમની મહેનતની મુળી ખોઈ રહ્યા છે. હવે માર્કેટમાં ફ્રોડને લઈને એક નવા સમાચાર આવ્યા છે. જેમા તમને કોઈ મેસેજ કે ઓટીપી પણ નહી આવે અને તમારા ખાતામાંથી પૈસા કપાઈ જશે. એવું પણ બની શકે છે તમને OTP ન આવે. ઘણી વખત તમારા બેન્ક ખાતામાંથી પેટીએમ દ્વારા પૈસા કપાઈ જાય. જો તમે આ પ્રકારની ફરિયાદ લઈને બેન્કની પાસે જશો તો બેન્ક કહેશે કે ભૂલ તમારી છે. બેન્ક પણ એ કહેશે કે તમે પોતે કોઈને આ માટે કહ્યું છે અને તમે જ સમગ્રે બેન્કિંગ ડિટેલ તેમને આપી છે. યસ બેન્કના એક ખાતાધારક સાથે આવી ઠગાઈ થઈ છે. જેના કારણે આ મામલો પ્રકાશમાં આવ્યો છે.
પૈસા ટ્રાન્સફર કઈ રીતે થઈ શકે છે ?

આ ઘટના સામે આવી છે મુંબઈથી. મુંબઈના શહાબ શેખને અચાનક જ સવારે 3 વાગ્યે યસ બેન્કમાંથી ફોન આવ્યો. ફોન કરનાર કહે છે, તમે પેટીએમ દ્વારા બેન્ક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કર્યા છે. શહાબ શેખ આ વાત સાંભળીને જ અચરજ પામી ગયા, કારણ કે તેમનું પેટીએમ અકાઉન્ટ પણ નથી. આ સિવાય તે ઈન્ટરનેટ બેન્કિંગનો પણ ઉપયોગ કરતા નથી. આવા સંજોગોમાં બેન્ક ખાતામાંથી પેટીએમમાં પૈસા ટ્રાન્સફર કઈ રીતે થઈ શકે છે ?
OTP પણ ના આવ્યો

શહાબ શેખે એ પછી ફોનમાં મેસેજ ચેક કર્યો તો OTP આવ્યો ન હતો. આ સિવાય કોઈ બેલેન્સ સંબંધિત મેસેજ પણ આવ્યો ન હતો. તેમના ખાતામાંથી 11 જુલાઈથી 16 જુલાઈ સુધીમાં 11 વખત પેટીએમના ખાતામાંથી પૈસા મોકલવામાં આવ્યા. કુલ 42,368 રૂપિયા મોકલવામાં આવ્યા. 6 દિવસમાં 11 ટ્રાન્ઝેક્શન અને કોઈ મેસેજ આવ્યો નથી. શહાબ કહે છે કે જ્યારે ફોન આવ્યો તો બેન્ક કર્મચારીએ કહ્યું કે તેમને શક છે કે કોઈ ફ્રોડ ટ્રાન્ઝેક્શન કરી રહ્યું છે. તેના માટે કાર્ડ બ્લોક કરવા માગે છે, એટલે કે બેન્કને એ વાતનો ખ્યાલ હતો કે આ ફ્રોડ છે તો પછી ગ્રાહકની ભૂલ કઈ રીતે ?
પોલીસે આ અંગે બેન્કને પત્ર લખ્યો

શહાબ જ્યારે બેન્કની બ્રાન્ચમાં પાસબુક અપડેટ કરવા ગયા તો આ ટ્રાન્ઝેક્શન વિશે ખ્યાલ આવ્યો. તેમણે બેન્કનો સંપર્ક કર્યો. બેન્કે કહ્યું, સારું થોડા દિવસોમાં પૈસા મળી જશે. જોકે પછીથી બેન્કે કહ્યું કે આ તો શહાબની ભૂલ છે, કારણ કે તેમણે જ કોઈને પોતાની સમગ્ર ડિટેલ આપી દીધી છે અને તેના દ્વારા ટ્રાન્ઝેક્શન થયું છે. શેખે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં 17 જુલાઈએ ફરિયાદ નોંધાવી. પોલીસે આ અંગે બેન્કને પત્ર લખ્યો કે આ અંગે માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવે.
RTGS મોકલવા પર કોઈ OTP આવતો નથી

તેમણે કહ્યું, ગ્રાહકને 17 જુલાઈએ RTGS માટે OTP મળ્યો હતો. શહાબ શેખનું કહેવું છે કે જ્યારે તેમને આ ફ્રોડની માહિતી મળી તો તેમણે બેન્કની બ્રાન્ચમાં જઈને ફોર્મ ભરીને પોતાના બધા પૈસા બીજી બેન્કમાં RTGS દ્વારા ટ્રાન્સફર કરી દીધા. એવામાં બ્રાન્ચમાંથી RTGS મોકલવા પર કોઈ OTP આવતો નથી. બેન્ક જુઠ્ઠું બોલી રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ઇન્ટરનેટ બેન્કિંગ કે પેટીએમ ના વપરાશ વગર પણ ખાતામાંથી ઉપડી જશે પૈસા, સામે આવ્યું નવું બેન્કિંગ ફ્રોડ"
ટિપ્પણી પોસ્ટ કરો