જો તમે દિવાળી પર આ 10 કામ કરતા હોવ તો હવેથી કરી દેજો બંધ, નહિં તો માં લક્ષ્મી થઈ જશે નારાજ

દિવાળીનો પર્વ એવો છે કે જેની ઉજવણી અગાઉથી જ શરુ થઈ જાય છે અને આ પર્વ પૂર્ણ પણ થોડા દિવસ પછી થાય છે. દિવાળી તો એક જ દિવસે ઉજવાય છે પરંતુ આ તહેવારની ઉજવણી અગિયારસથી શરુ થાય છે જે લાભપાંચમ સુધી ચાલે છે.

image source

આ દિવસો દિવાળીના જ દિવસો ગણાય છે. આ દિવસો એવા હોય છે કે જ્યારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા લોકો પૂજા, પાઠ કરવા ઉપરાંત ઘરના આંગણામાં રંગોળી કરી છે, દીવડા પ્રગટાવે છે. ઘરની સાફ-સફાઈ કર્યા બાદ તેની સજાવટ કરવામાં આવે છે. લોકો ઘરને રોશન પણ કરે છે. પરંતુ આ દિવસો દરમિયાન એવા કેટલાક કામો પણ હોય છે જે કરવા ન જોઈએ. દિવાળીના દિવસો દરમિયાન આ કામ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે.

મોડે સુધી ઊંઘ ન કરવી

image source

દિવાળીના પર્વ દરમિયાન રોજ સવારે વહેલા જાગી જવું, મોડે સુધી ઊંઘવું જોઈએ નહીં. સવારે વહેલા જાગી જવું અને પૂજા-પાઠ કરવા જોઈએ.

નખ કાપવા નહીં

image source

દિવાળીના પર્વ દરમિયાન નખ કે વાળ કપાવવા જોઈએ નહીં. આ સિવાય દાઢી કરાવવી પણ અશુભ ગણાય છે.

સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખો

image source

દિવાળીના પર્વ દરમિયાન ઘરને સાફ રાખવું જોઈએ. કોઈપણ જગ્યાએ કચરા એકઠા કરવા જોઈએ નહીં. ઘર સ્વચ્છ હોય ત્યાં જ માં લક્ષ્મી પગલાં કરે છે.

પૂજા સમયે તાળી ન વગાડો

image source

લક્ષ્મી પૂજા કરતી વખતે તાળી વગાડવી જોઈએ નહીં. આ સિવાય આરતી પણ ઊંચા અવાજે ન ગાવી, લક્ષ્મજીને ઘોંઘાટ પસંદ નથી.

માત્ર લક્ષ્મીજીની પૂજા કરવી

image source

દિવાળી દરમિયાન લક્ષ્મીજી સાથે ગણેશજી અને વિષ્ણુજીની પૂજા પણ કરવી જોઈએ. માત્ર લક્ષ્મીજીની પૂજા કરવાથી તે નારાજ થઈ જાય છે. આ સિવાય એવી મૂર્તિની પૂજા કરવી જેમાં તેઓ બેઠેલી મુદ્રામાં હોય.

લક્ષ્મીજીનું સ્થાન યોગ્ય રાખવું

લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા સાથે કરવાની હોય છે તેથી તેમના સ્થાનનું પણ ખાસ ધ્યાન રાખવું. લક્ષ્મીજી ગણેશજીની જમણી તરફ ન હોવા જોઈએ. ગણેશજી લક્ષ્મીજીની ડાબી તરફ હોવા જોઈએ.

રાત્રે દિવો ન કરવો

image source

રાત્રે પૂજા કર્યા બાદ દિવો અખંડ ન રાખવાની ભૂલ ન કરવી. રાત્રે દીવો અથવા મીણબત્તી ઘરમાં અચૂક રાખવી.

ક્લેશ ન કરવો

image source

માતા લક્ષ્મી શાંતિ પ્રિય છે તેથી જે ઘરમાં ક્લેશ થાય છે ત્યાં લક્ષ્મીજી પ્રવેશ પણ કરતી નથી. તેથી આ દિવસો દરમિયાન ઝઘડા કરવા જોઈએ નહીં.

0 Response to "જો તમે દિવાળી પર આ 10 કામ કરતા હોવ તો હવેથી કરી દેજો બંધ, નહિં તો માં લક્ષ્મી થઈ જશે નારાજ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel