10 ટિપ્સથી જાણો તમારા ચોખા ઓરિજિનલ છે કે પ્લાસ્ટિકના

આપણા રોજિંદા જીવનમાં હવે મિલાવટ ઘર કરી ચૂકી છે. દૂધ, તેલ અને મસાલામાં મિલાવટ બાદ હવે તમારી રસોઇમાં આવતા ચોખામાં પણ મિલાવટ થવા લાગી છે. માર્કેટમાં હાલના દિવસોમાં ચીનના પ્લાસ્ટિકના ચોખાનો ઢેર થઇ રહ્યો છે. તેને રોકનાર કોઇ નથી. આ ચોખા એટલી ચાલાકીથી બનાવવામાં આવે છે કે તમે સરળતાથી તેને ઓળખી શકતા નથી, કે જે ચોખા તમારી ભૂખ સંતોષે છે તે અસલી છે કે નકલી?

શું તમે જાણો છો કે કેવી રીતે બને છે નકલી ચોખા

image source

આ ચોખા ચીનના શાંગચીમાં બટાકા, શલગમ અને પ્લાસ્ટિકને મિક્સ કરીને બનાવવામાં આવે છે. તેમાં રેઝિન પણ સામેલ છે. રેઝિનના ઝાડથી નીકળતું આ એક પ્રકારનું લિક્વિડ છે, જેનો ઉપયોગ ઇન્ડસ્ટ્રિયલ પ્લાસ્ટિક અને ફુગ્ગા બનાવવામાં કરવામાં આવે છે. આ ચોખાની સૌથી વધારે ખપત દક્ષિણ ભારત, ગુજરાત, બિહાર અને યૂપીમાં છે.

image source

મળતી માહિતી અનુસાર એક વાટકી પ્લાસ્ટિક ચોખા ખાવાનો અર્થ છે તમારા પેટમાં એક પ્લાસ્ટિકની થેલી પહોંચી ગઇ છે. તેને ખાવાથી પેટનું કેન્સર, નર્વસ સિસ્ટમ પર ખરાબ અસર, ખરાબ ડાઇજેશન, આંતરડા અને લિવરનું ઇન્ફેક્શન, પેટને લગતી બીમારીઓ જેમકે એસિડિટી અને ચક્કર આવવાની તકલીફ થઇ શકે છે. કેટલીક ખાસ યૂઝફૂલ ટિપ્સની મદદથી તમે આ પ્લાસ્ટિકના ચોખાને સરળ રીતે ઓળખી શકાય છે.

image source

જાણો પ્લાસ્ટિકના ચોખા હેલ્થને માટે કઇ રીતે નુકશાન કરે છે, આ ટિપ્સથી ઓળખો…

પ્લાસ્ટિકના ચોખા ચઢવતી સમયે પ્લાસ્ટિકના બળવા જેવી સ્મેલ આવે છે. સૂંઘીને ખાતરી કરી શકાય છે.

ચઢવેલા પ્લાસ્ટિકના ચોખાના ઓસામણ પર સફેદ રંગની પરત જામી જાય છે. આવું ઓરિજિનલ ચોખામાં થતું નથી. આ સરળ રીતે તમે તેને ઓળખી શકો છો.

image source

પ્લાસ્ટિકના ચોખાના ઓસામણને થોડી વાર તડકામાં રાખવામાં આવે તો તે પ્લાસ્ટિકની જેમ જામી જાય છે. જ્યારે ઓરિજિનલ ચોખા એમ જ રહે છે.

પ્લાસ્ટિકના ચોખા ખૂબ જ ચમકીલા, લાંબા અને જાડા હોય છે જ્યારે ઓરિજનલ ચોખા નાના-મોટા કે લાંબા હોય છે.

પ્લાસ્ટિકના ચોખા ક્લીન હોય છે જ્યારે ઓરિજિનલ ચોખા પર થોડી સફેદ ધૂળ કે ભૂસું જોવા મળે છે. તે થોડા ડલ દેખાય છે.તેને હાથમાં લેવાથી હાથમાં માટી આવે છે.

image source

ઓરિજિનલ ચોખાની સરખામણીમાં પ્લાસ્ટિકના ચોખાનું પ્રમાણ વધારે હોય છે કેમકે તે વજનમાં હલકા હોય છે.

પ્લાસ્ટિકના ચોખાની બનાવટ અને આકાર એક જેવો હોય છે જ્યારે ઓરિજિનલ ચોખાનો આકાર અલગ અલગ હોય છે.

પ્લાસ્ટિકના ચોખામાં ક્યારેય કીડા કે અન્ય જીવાત થતી નથી. જ્યારે ઓરિજિનલ ચોખામાં તે જોવા મળે છે.

image source

પ્લાસ્ટિકના ચોખા ચઢવામાં વધારે સમય લે છે જ્યારે ઓરિજિનલ ચોખા એક-બે સીટીમાં ચઢી જાય છે.

પ્લાસ્ટિકના ભાત આંગળીથી દબાવવાથી દબાતા નથી, જ્યારે ઓરિજિનલ ભાત સરળતાથી દબાઇ જાય છે.

0 Response to "10 ટિપ્સથી જાણો તમારા ચોખા ઓરિજિનલ છે કે પ્લાસ્ટિકના"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel