ગુજરાતનું આ ગામ છે સૌથી અમીર, 11 હજારની વસતિ વચ્ચે ગામમાં છે 13 બેંક

રાજ્યનાં આણંદ જિલ્લાનાં ધર્મજ ગામને જોઇને મનમાં પહેલો વિચાર આવે કે આ ગામ છે કે કોઇ શહેર છે. 12 જાન્યુઆરીને ધર્મજ-ડે તરીકે ઉજવવામાં આવે છે. જેને ઉજવવા માટેની તમામ તૈયારી કરી દેવામાં આવી છે. આ પ્રસંગને કારણે ઘણાં પ્રમાણમાં વિદેશમાં રહેતા ગુજરાતીઓ પોતાના માદરે વતન ધર્મજ આવી રહ્યા છે. આ ગામની ખાસ વાત એ છે કે તે એનઆરઆઈ ગામ છે. કારણ કે અહીંયા આશરે દરેક ધરનાં વ્યક્તિઓ વિદેશમાં વસે છે.આર્થિક વિકાસની દોડમાં દેશનાં ગામડાં હજુ પણ પછાત રહી ગયાં છે, રોજગારીના અભાવે મોટાં શહેરો તરફ લોકોની દોટ વધતી જાય છે ત્યારે 11,333ની વસતિ ધરાવતું આણંદ જિલ્લાનું ધર્મજ ગામ ભારતનું સૌથી સમૃદ્ધ ગામ બન્યું છે. દેશને તમામ ગામડાં કરતાં અલગ તરી આવતું ધર્મજ ગામે ગામડાંઓના પેરિસ તરીકે નામના મેળવી છે. નાનકડા ગામમાંથી એક સદી અગાઉ કેટલાક પટેલો યુગાન્ડા અને બ્રિટનમાં સ્થાયી થયા હતા. આજે નાનકડા ગામના 3000 વધુ લોકો વિદેશમાં સ્થાયી થયા છે. તેઓ વતન પ્રત્યેનું ઋણ અવારનવાર ચૂકવી રહ્યા હોવાથી અન્ય ગામડાંની વાત કરવામાં આવે તો એ નાનાં શહેરો કરતાં સારી સુવિધા ધરાવે છે.

image source

આ ગામમાં પાટીદાર સમાજનાં લોકો સૌથી વધારે રહે છે. આ ઉપરાંત બ્રાહ્મણ, દલિત સમાજનાં લોકો પણ રહે છે. અહીંની સૌથી નોખી વાત એ છે કે વિદેશમાં વસતા લોકો ગામનાં વિકાસ માટે રૂપિયાની મદદ પણ કરે છે.માત્ર આર્થિક માપદંડ જ નહીં, આરોગ્ય, શિક્ષણ, ખેતી, સહકાર, લોકભાગીદારી અને સેવા પ્રવૃત્તિને કારણે આ ગામ અન્ય ગામોથી જુદું પડે છે. ગામડાં પણ શહેરો જેવી સુવિધાઓ ધરાવતાં થઇ જાય તો ગામડાંમાંથી શહેરો તરફ લોકો દોટ મૂકી રહ્યા છે એ અટકી જાય. વિકસિત ગામ કોને કહેવાય એ ધર્મજ જોયા પછી આપોઆપ સમજાઈ જાય છે. ધર્મજ ગામમાં પ્રવેશતાં જ તમામ માર્ગો પાકા અને બાજુમાં બ્લોક બેસાડેલાં જોવા મળે છે. ગામડું હોવા છતાં ક્યાંય કચરાંના ઢગ જોવા નહીં મળે.અહીં તમને કાદવ-કિચ્ચડ તો ઠીક પાણીનું ખાબોચિયું પણ જોવા નહીં મળે. માર્ગ પર કચરો તો ઠીક માટી કે ધૂળ પણ નથી. આપણે શહેરમાં પણ આવી કલ્પના ન કરી શકીએ તેવો નજારો છે.

13 બેંક તથા અન્ય બેંકોમાં મળીને 1300 કરોડથી વધુ ડિપોઝિટ પડી છે

image source

આ ગામમાં 2770 કુટુંબ વસે છે. ગામમાં મર્સિડીઝ, ઓડી અને બીએમડબ્લ્યુ જેવી મોંઘીદાટ કાર માર્ગો પર દોડતી જોવા મળે છે. આ ગામમાં શહેરો જેવી સુવિધા ઉપલબ્ધ છે. ફાઇવસ્ટાર હોટલ, બાળકો માટે ગાર્ડન, આરસીસી રોડ,સ્વચ્છ ઇમારતો, સ્કૂલ અને આરોગ્યલક્ષી તમામ સુવિધાઓ ધર્મજમાં જોવા મળે છે. દર વર્ષે 12મી જાન્યુઆરીએ ધર્મજ ડે તરીકે ઊજવવામાં આવે છે, જેમાં વિદેશમાં સ્થાયી થયેલા એનઆરઆઇ પરિવારો મોટી સંખ્યામાં આવે છે. આ ગામના 1700 લોકો બ્રિટનમાં, 200 લોકો કેનેડા, 800 અમેરિકામાં, 160 ન્યૂઝીલેન્ડ સહિતના દેશોમાં ધર્મજવાસીઓ સ્થાયી થયા છે.

image source

ધર્મજ ગામના રાજેશભાઇ પટેલે ધર્મજ ગામ પર એક પુસ્તક પણ લખ્યું છે. તેમણે જણાવ્યું હતું કે એક જમાનામાં વિદેશ જવું વિકટ મનાતું હતું ત્યારે ગામમાંથી 1906માં જોઇતારામ કાશીરામ પટેલ માંઝા અને ચતુરભાઇ પટેલ યુગાન્ડાના મબાલે ખાતે ગયા હતા.1910માં માન્ચેસ્ટર જનારા પ્રભુદાસ પટેલ ગામમાં માન્ચેસ્ટર વાળા તરીકે ઓળખાતા હતા, જયારે 1911માં એડન ખાતે ગામના ગોવિંદભાઈ પટેલે તમાકુનો વેપાર શરૂ કયો હતો. ધર્મજ ગામના એક બેંક કર્મચારીના જણાવ્યા અનુસાર, આ ગામના એન.આર.આઇ સરકારી બેંકોમાં પૈસા મૂકવાનું પસંદ કરતા હોવાથી આ ગામે દેશનું ધનવાન ગામ બન્યું છે. ધર્મજમાં 1959માં સૌપ્રથમ દેના બેંકની શાખા ખૂલી હતી. ગામમાં લોન લેનારાઓ કરતાં ડિપોઝિટ મૂકનારાઓની સંખ્યા વધુ છે. ધર્મજમાં કુલ બેંક ડિપોઝિટ 1300થી 1400 કરોડ રૂપિયાની આસપાસની હોવાનું માનવામાં આવી રહ્યું છે.

11 હજારની વસતિ વચ્ચે 13 બેંકની બ્રાન્ચ

image source

દેના બેંક

બેંક ઓફ ઇન્ડિયા</p.
બેંક ઓફ બરોડા

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા

image source

અલાહાબાદ બેંક

કેનેરા બેંક

ICICI બેંક

ઇન્ડસઇન્ડ બેંક

HDFC બેેંક

પંજાબ નેશનલ બેંક

કોર્પોરેશન બેંક

ધી ધર્મજ પીપલ્સ કો.-ઓપરેટિવ બેંક લિ.

image source

ધર્મજ ગામમાં વર્ષોથી અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજની સુવિધા ઉપલબ્ધ છે. ગામમાં પંચાયત દ્વારા જ સાફ-સફાઈ કામ કરાવવામાં આવી રહી છે. જેમાં ગ્રામજનો સ્વચ્છતા જાળવવાની પોતાની જવાબદારી સમજીને આ ગામ ચોખ્ખાચણાંક રાખે છે. પંચાયતની સાથે અહીંના એનઆરઆઇ પણ ગામોને સમયે સમયે મદદરૂપ થતાં રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "ગુજરાતનું આ ગામ છે સૌથી અમીર, 11 હજારની વસતિ વચ્ચે ગામમાં છે 13 બેંક"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel