અમેઠીનો ચોંકાવનારો કિસ્સો: બેગમાંથી મળ્યું પાંચ મહિનાનો રડતુ બાળક, અને સાથે ચિઠ્ઠીમાં લખ્યુ હતુ કંઇક એવું કે…

અમેઠી જિલ્લાના મુન્શીગંજ પોલીસ અધિકાર ક્ષેત્રના ત્રિલોકપુર ગામમાં એક બેગમાં પાંચ મહિનાની એક બાળકી મળી આવી હતી. બેગમાં શિયાળાના કપડાં, પગરખાં, જેકેટ, સાબુ, વિકસ, દવાઓ અને પાંચ હજાર રૂપિયા પણ રાખેલા હતા. સાથે જ બેગમાં અંગ્રેજી ભાષામાં લખેલો એક પત્ર પણ હતો જે વાંચીને એવો અંદાજ છે કે તે બાળકીના પિતાએ લખ્યો હશે.

ત્રિલોકપુર નિવાસી આનંદ ઓઝાના ઘરની સામે ગત 3 નવેમ્બરે સવારે એક બેગ પડેલું હતું. જ્યારે આ બેગમાંથી બાળકીના રડવાનો અવાજ ત્યાંથી પસાર થતા લોકોએ સાંભળ્યો તો તેઓએ બેગ ખોલીને જોયું અને તેમાં તેણે પાંચ – છ મહિનાની એક જીવિત બાળકી મળી. સાથે જ બેગમાં અંગ્રેજીમાં લખેલો એક પત્ર પણ મળ્યો. પત્રમાં લખ્યું હતું કે ” મારા સંતાનની 5 – 6 મહિના માટે સંભાળ કરજો, હું દર મહિને પૈસા પણ મોકલીશ ” પત્ર લખનારે આ માટેનું કારણ પણ જણાવ્યું છે કે તેના સંતાન પર જોખમ છે. બાળકી મળ્યા બાદ આનંદ ઓઝાના પરિવારજનોએ સ્થાનિક પોલીસને આ અંગેની માહિતી આપી.

માહિતી મળ્યા બાદ પોલીસ તેના ઘરે ગઈ હતી. એસઓ મીઠલેશ સિંહે બેગમાંથી બાળકી મળી આવી હોવાની વાતને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે હાલ આ બાળકી આનંદ ઓઝાના પરિવાર પાસે છે. આ બાળકી કોની છે અને તેણે કઈ પરિસ્તીથીમાં આ બાળકીને આ રીતે છોડી છે તે અંગે તપાસ થઈ રહી છે. આનંદ ઓઝાના ઘર સામે બેગમાંથી બાળકી મળી આવવાની વાત ફેલાતા જ સ્થાનિકોમાં ચર્ચાઓ થવા લાગી હતી.

પત્રમાં લખેલી હતી ભાવુક વિગતો

અંગ્રેજીમાં લખેલા પત્રમાં જે લખ્યું હતું તેના અંશો આ મુજબ છે ” આ મારું સંતાન છે અને તેને હું 5 – 6 મહિના માટે તમારી પાસે છોડીને જાવ છું. અમે તમારા વિશે ઘણી સારી વાતો સાંભળી છે એટલા માટે જ હું તેને આપની પાસે છોડીને જાવ છું. 5000 રૂપિયા પ્રતિ મહિનાના હિસાબે હું તમને રૂપિયા પણ આપીશ. તમને હાથ જોડીને વિનંતી છે કે મહેરબાની કરીને તમે આ સંતાનને સંભાળી લો. મારી અમુક મજબૂરી છે. આ સંતાનની માં પણ નથી. મારા કુટુંબમાં આ સંતાન માટે જોખમ છે એટલા માટે હું તેને મારી સાથે રાખી શકું તેમ નથી. અત્યારે તમે તેને તમારી પાસે રાખી લો. બધું સમુ સુથરુ કરીને હું તમને મળીશ અને આ સંતાનને પાછી લઈ જઈશ. “

” હું બાળકને તમારી પાસે છોડીને ગયો છું એ વાત કોઈને જાહેર ન કરતા નહીંતર મારા માટે મુશ્કેલી ઉભી થશે. બધાને એમ કહેજો કે આ બાળક તમારા કોઈ મિત્રનું છે અને તેની માં કોમા માં છે. મારુ એક જ સંતાન છે. તમને વધુ પૈસા જોઈતા હોય તો કહી દેશો હું વધુ પૈસા પણ આપી દઈશ, બસ આ બાળકને સાચવી લો. તેની જવાબદારી લેવાથી ડરતા નહીં. ઉપરવાળો ન કરે અને આ સંબંધે તમારી સાથે કઈં અઘટિત થાય તો પણ હું તમારા પર બ્લેમ નહીં કરું. મને તમારા પર પૂરો ભરોસો છે. બાળક પંડિતના ઘરનું છે. ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "અમેઠીનો ચોંકાવનારો કિસ્સો: બેગમાંથી મળ્યું પાંચ મહિનાનો રડતુ બાળક, અને સાથે ચિઠ્ઠીમાં લખ્યુ હતુ કંઇક એવું કે…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel