16 નવેમ્બરે યોજાશે સૂર્યનું રાશિ પરિવર્તન, જાણો શું થશે તમારી રાશિ પર અસર

16 નવેમ્બરે એટલે કે બેસતા વર્ષના દિવસે સૂર્યનું રાશિ પરિવર્તન યોજાશે. આ દિવસે સૂર્ય સવારે 7 વાગે વૃશ્વિક રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના આ રાશિ પરિવર્તનની દરેક રાશિ પર નવા વર્ષે મિશ્રફળદાયી અસર રહેશે. જો કે ફક્ત 2 રાશિ મેષ અને ધન સિવાય દરેકને આ રાશિ પરિવર્તન સકારાત્મક પરિણામ આપી શકે છે.

image source

સૂર્ય દરેક રાશિમાં એક એક મહિનો રહે છે તેમ કહેવાય છે. આ પરિવર્તનને સૂર્યની સંક્રાંતિ કહેવાય છે. જો સૂર્ય કોઈ રાશિમાં સકારાત્મક પરિણામ આપે છે તો તે રાશિના જાતકોની તમામ ક્ષેત્રમાં સતત પ્રગતિ અને ઉન્નતિ થાય છે અને તેનું માન સન્માન પણ વધે છે. આ વખતે મેષ, સિંહ, વૃશ્વિક અને ધન રાશિના જાતકોએ સૂર્યના પ્રભાવથી બચવા માણેક પહેરવો. તે તેમના માટે લાભદાયી રહેશે. તો જાણો સૂર્યના આ રાશિ પરિવર્તનની તમામ 12 રાશિઓ પર શું અસર થશે તે વિશે.

image source

મેષ – આ રાશિના જાતકોને માટે સૂર્યની સ્થિતિ પંચમેષથી અષ્ટમમાં ફેરવાઈ શકે છે. આ કારણે તેઓને સંતાન કષ્ટ, વિદ્યામાં અડચણો અને મનોરંજનના સાધનોમાં પણ ખામી અનુભવાય તે શક્ય છે.

વૃષભ – આ રાશિના જાતકો માટે સુખેશ થઈને સપ્તમથી ગોચર ભ્રમણ કરશે. તેથી દામ્પત્ય સુખમાં મધુરતા વધશે અને પારિવારિક સ્થિતિ પણ અનુકૂળ રહેશે. મકાન સંબંધી સમસ્યાઓનું સમાધાન આવી શકે છે.

image source

મિથુન – આ રાશિના લોકોને પરાક્ર્મ દ્વારા અનેક કાર્યોમાં સફળતા મળશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને શત્રુઓ પરાજિત થશે. ઉધારની સ્થિતિમાં પણ રાહત આવશે.

image source

કર્ક – આ રાશિના લોકોને માટે દ્વિતીય ભાવનો સ્વામી થઈને પંચમ ભાવથી ભ્રમણ કરશે. તેથી સંતાનોથી લાભ થશે. આ સાથે ધનની બચતનો યોગ પણ બની શકે છે.

image source

સિંહ – આ રાશિના લોકો માટે સૂર્યનું પરિવર્તન સારા પરિણામ આપશે. નોકરીમાં મહેનતનો લાભ મળશે. ભવન અને વાહનની ખરીદીના યોગ બનશે. પારિવારિક સમસ્યાઓ ઉકેલાશે અને બેરોજગારોને રોજગારીના અવસર મળશે.

image source

કન્યા – આ રાશિ માટે સૂર્ય દ્વાશેશ થઈને પરાક્રમ તૃતીય ભાવથી ગોચર ભ્રમણ કરશે. તેનાથી પરિશ્રમ વધારે કરવો પડે તે શક્ય છે. બહારગામની યાત્રાના યોગ બની શકે છે. આ યાત્રા તમારા માટે લાભદાયી બને તે પણ શક્ય છે. ભાઈઓ અને મિત્રોનો સહયોગ મળશે.

તુલા – આ રાશિ માટે એકાદશેશ થઈને દ્વિતીય ભાવથી ભ્રમણ કરીને આવકમાં વૃદ્ધિ કરાવનારો સાબિત થશે. સાથે ધનની બચતનો યોગ પણ છે. પરિવારના લોકોનો સહયોગ મળશે અને વાણીનો પ્રભાવ વધશે.

image source

વૃશ્વિક – આ રાશિને સૂર્યના પરિવર્તનના કારણે વ્યાપાર અને વ્યવસાયમાં સ્વ પ્રયત્નોથી વૃદ્ધિ સાથે લાભની આશા રહેશે. નોકરીમાં અનુકૂળતકા રહેશે. રાજકીય વાતાવરણ આ રાશિને અનુરૂપ રહેશે. તમારા પ્રભાવમાં વધારો થશે અને શત્રુનો નાશ થશે.

image source

ધન – આ રાશિને સૂર્યનું પરિવર્તન મિશ્રફળ આપશે. નોકરીમાં સમસ્યાઓ આવી શકે છે. પણ તેને સરળતાથી દૂર કરી શકાય છે. ભાગ્યની સાથે સમસ્યાઓનું સમાધાન પણ મળશે. બહારની વ્યક્તિઓનો સહયોગ મળી શકે છે.

મકર – આ પરિવર્તન તમારા માટે ફાયદારૂપ રહેશે. નોકરી અને વેપારમાં સારા સંકેત મળી શકે છે. નોકરીમાં ઉન્નતિના યોગ બનશે. આર્થિક લાભના યોગ પણ રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

image source

કુંભ – આ રાશિ માટે સૂર્યનો ગોચર લાભદાયી રહેશે. નોકરીમાં લાભ મળશે અને સાથે પિતાનો સહયોગ પણ મળશે. રાજકીય બાબતો સાથે જોડાયેલા વ્યક્તિને લાભ થશે. જીવનસાથી સાથેના સંબંધો પણ સુમેળભર્યા રહેશે.

image source

મીન- અહીં તમને સૂર્યના ગોચરનું સકારાત્મક પરિણામ મળશે. આ રાશિના લોકોને આર્થિક રીતે લાભ થશે. પછી તે નોકરી હોય કે વ્યાપાર. તમારી મહેનતનું સારું ફળ મળશે.

0 Response to "16 નવેમ્બરે યોજાશે સૂર્યનું રાશિ પરિવર્તન, જાણો શું થશે તમારી રાશિ પર અસર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel