સોમનાથમાં પાર્વતીજીના મંદિર માટે 21 કરોડનું દાન, સુરતના ઉદ્યોગપતિએ મંદિરનો તમામ ખર્ચ આપવા કર્યો સંકલ્પ
ગુજરાતમાં જોવાલાયક સ્થળોનું જો લિસ્ટ બનાવવામાં આવે તો લિસ્ટ ઘણું લાંબુ બને એમ છે. એમાં ય જો ધાર્મિક સ્થળોની વાત કરીએ તો ગુજરાત એટલે જ જાણે ભગવાનની ભૂમિ. ગુજરાતમાં ઘણા બધા જાણીતા મંદિરો આવેલા છે અને લોકો દૂર દુરથી આ મંદિરોમાં ભગવાનના દર્શન કરવા આવે છે. પછી એ માં અંબાનું અંબાજી હોય, કે દ્વારકાધીશનું દ્વારકા, ચામુંડા માતાનું ચોટીલા હોય કે રણછોડ રાયનું ડાકોર ભક્તોની ભીડ ત્યાં ઉમટ્યા વગર રહેતી નથી.
આવું જ એક જગ વિખ્યાત સ્થળ છે ભગવાન મહાદેવના બાર જ્યોતિર્લિંગમાનુ એક સોમનાથ. તમને જણાવી દઈએ કે હવે સોમનાથમાં ભક્તો માટે વધુ એક દર્શનીય સ્થળ જોડાવવા જઈ રહ્યું છે. સૌ કોઇ સોમનાથ મંદિરના ઈતિહાસ અને ભવ્યતા વિશે પરિચિત છે. ત્યારે હવે તેમાં અનેકગણો વધારો થઈ રહ્યો છે.
કેશુ ભાઈ પટેલની અધ્યક્ષતામાં એક પૂર્વ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટે મંદિરના પરિસરમાં એક ભવ્ય શક્તિપીઠ પાર્વતી માતાનું મંદિરનું નિર્મા કરવાનો નિર્ણય લીધો હતો. મંદિરનું નિર્માણ 21 કરોડ રૂપિયા ખર્ચે સમુદ્ર પાસે અને સોમનાથ મંદિરના પરિસરમાં સફેદ આરસથી કરવામાં આવશે. સુરતના એક હીરા વેપારી આ મંદિર નિર્માણના મુખ્ય દાતા છે.હવે સોમનાથમાં મા પાર્વતીનું મંદિર બનવાના લીધે શિવની સાથે શક્તિના પણ દર્શન થશે.
સોમનાથને હરિ અને હરનીની ભૂમિના રૂપે ઓળખવામાં આવે છે. ભગવાન સોમનાથની સાથે ગૌલોક ધામમાં ભગવાન શ્રીકૃષ્ણ નિજધામનું મંદિર પણ છે. એટલ હાલમાં જ ત્રિવેણી સંગમ પાસે એક ભવ્ય રામ મંદિર પણ બનાવવામાં આવ્યું પણ અહીંયા કોઈ માતાજીનું મંદિર નથી. એટલે સોમનાથ ટ્રસ્ટે 6000 થી 7000 વર્ગ મીટરના ક્ષેત્રમાં પાર્વતી માતાનું મંદિર બનાવવાનો નિર્ણય કર્યો છે.
સોમનાથ ટ્રસ્ટના સચિવ પીયૂસ લાહીડીએ કહ્યું કે ” વર્તમાનમાં સુરતના હીરા વેપારી ભીખુભાઇ ધમાલિયાએ મંદિર માટે ડોનેશન કરવાનો નિર્ણય કર્યો છે. અને જલ્દી જ એના પર કામ શરૂ કરવામાં આવશે.
મંદિર ક્યાં બનવવામાં આવશે?
મંદિર જુના પૌરાણિક પાર્વતી માતાના સ્થાન પર સોમનાથ દાદાના મુખ્ય મંદિરની સામે યજ્ઞશાળાની બાજુમાં બનાવવામાં આવશે.
આ સ્થાન પર હાલ ભક્તો માટે એક નિકાસ દ્વાર છે. મંદિર સફેદ આરસ માંથી બનાવવામાં આવશે.
સોમનાથમાં યાત્રીઓ માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે ત્યારે વધુ એક સુવિધાનો લાભ પણ યાત્રીઓને મળશે. મુંબઇમાં મરીન
લાઇન્સ છે તેવો જ વોક વે સોમનાથમાં બનવા જઇ રહ્યો છે. સોમનાથ મંદિર સુધી પહોંચવા માટે 1.5 કિલોમીટર લાંબો અને 7 મીટર પહોળો વોક વે બની રહ્યો છે. આ વોક વે સોમનાથના સાગર દર્શનથી ત્રિવેણી સંગમ સુધી તૈયાર થશે.
0 Response to "સોમનાથમાં પાર્વતીજીના મંદિર માટે 21 કરોડનું દાન, સુરતના ઉદ્યોગપતિએ મંદિરનો તમામ ખર્ચ આપવા કર્યો સંકલ્પ"
ટિપ્પણી પોસ્ટ કરો