ધનતેરસના દિવસે ઘરમાં લઈ આવો 2 વસ્તુ, ક્યારેય નહીં પડે ધનની ખોટ
કારતક મહિનો અને તેની તેરસ એટલે કે ધનતેરસનો દિવસ. અનેક માન્યતાઓ અનુસાર આ દિવસે લોકો અનેક ચીજોની ખરીદી કરે છે. કોઈ કપડાં, સોનું, ચાંદી, સાવરણી અને આ સિવાય વાસણોની પણ ખરીદી કરે છે.

આજે અમે અહીં આપને એવી 2 વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જેની ખરીદીથી તમારી ધનતેરસ સુધરશે અને સાથે જ તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થશે.
ખરીદી લાવો આખા ધાણા
ધનતેરસના દિવસને લક્ષ્મીજીનો ખાસ દિવસ માનવામાં આવે છે. આ દિવસે આખા ધાણાની ખરીદીને શુભ માનવામાં આવે છે. દિવાળીની રાતે લક્ષ્મીજીની સામે આખા ધાણા ધરો અને બીજા દિવસે સવારે તેને વાવો.

જો થોડા દિવસમાં તે હર્યા ભર્યા ઉગી આવે તો સમજી લો કે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવશે અને ઘરમાં બરકત આવશે. જો છોડ પાતળો ઉગે છે તો તમારા ધંધામાં સામાન્ય આવક આવશે તેવા સંકેત માનવામાં આવે છે. આ સિવાય જો છોડ પીળો ઉગે કે પછી જરાય ન ઉગે તો તે તમને જણાવે છે કે તમારા પર કોઈ પણ પ્રકારની આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે. આમ ધનતેરસનો આ ઉપાય તમારું ભાગ્ય નક્કી કરે છે કે આવનારું વર્ષ તમારા માટે કેવું રહેશે.
ખરીદી લાવો મીઠું

ધનતેરસના દિવસે કોઈ પણ દુકાનમાથી મીઠાનું પેકેટ ખરીદી લાવો. આ મીઠું તમે રસોઈમાં ઉપયોગમાં લઈ શકો છો. જો આમ કરશો તો આખું વર્ષ તમારા પર લક્ષ્મીજીની કૃપા રહેશે. આ સિવાય ઘરમાં બરકત જળવાઈ રહે તે માટે તમે રોજ ઘરમાં પોતું કરતી સમયે પાણીમાં થોડું મીઠું મિક્સ કરી લો. ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહેશે અને મુશ્કેલીઓ ટળશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ધનતેરસના દિવસે ઘરમાં લઈ આવો 2 વસ્તુ, ક્યારેય નહીં પડે ધનની ખોટ"
ટિપ્પણી પોસ્ટ કરો