શું તમે દિવસની શરૂઆત દૂધ પીને કરો છો? તો પહેલા વાંચી એક વાર આ આર્ટિકલ…
ભારતમાં બહુ ઓછા લોકો હશે કે જેઓ સવારે ઉઠતા સાથે જ ચાનું સેવન ન કરતા હોય,પરંતુ કહેવાય છે ને કે જો રસ્તો સાચો હોય તો
મંઝિલ સરળ આવી જાય છે.તેવી જ રીતે જો દિવસની શરૂઆત તમે સારી રીતો અપનાવીને કરો છો તો તમારો આખો દિવસ ઉર્જાથી
તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય.

આજે અમે તમને એવી ચા વિશુ જણાવીશું જેનું સેવન કરવાથી તમારા મોનો સ્વાદ તો વધશે જ પરંતુ આ ચા તમારા સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક છે.તે તમારા શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે છે.હાર્ટ એટેક અને કેન્સરની શક્યતાને પણ ઘટાડે છે.તો ચાલો જાણીએ એ ચા વિશે અને તેનાથી થતા સ્વાસ્થ્ય ફાયદાઓ વિશે.
1.ગ્રીન ટી
આરોગ્ય લાભો – તમારી ઉર્જાના સ્તરને સુધારવામાં મદદ કરે છે

ગ્રીન ટીનું સેવન કરવાથી શરીરને વેગ મળે છે.એક સંશોધન પરથી જાણવામાં આવ્યું છે કે,જે લોકો દરરોજ 27.5 ગ્રામ ગ્રીન ટીનું સેવન
કરે છે,તેઓની યાદશક્તિ વધુ ઝડપી હોય છે.એક કપ ગરમ ગ્રીન ટીનું સેવન કરવાથી ફ્રી રેડિકલ દૂર કરવામાં મદદ મળી શકે છે,તે તમને
હ્રદયરોગથી બચાવે છે,ખીલની સમસ્યા દૂર કરે છે,તે એન્ટિફ્લેમેમેટરી એજન્ટ તરીકે કામ કરી શકે છે.જો કે તેમાં કેફીન હોય છે,તેથી તેનું
2. કેમોલી ચા ઉર્જા વધારવામાં મદદગાર છે
સ્વાસ્થ્ય લાભો – તમને સારી ઊંઘ આવે છે

કેમોલી ચાનું સેવન કરવાથી મન શાંત રહે છે.તે અનિદ્રાની અસરો ઘટાડવામાં પણ મદદ કરે છે.આ ચાનું સેવન કરવાથી તમને શાંત
ઊંઘની પ્રાપ્તિ થાય છે.આ ચા પીવાથી તમને ખૂબ તાજગીનો અનુભવ થશે.માત્ર એકવાર આ ચાનું સેવન કરો અને તમારી રીતે જ
તફાવત અનુભવો.
એક અધ્યયનમાં એવું પણ જાણવા મળ્યું છે કે જ્યારે મહિલાઓએ બે અઠવાડિયા સુધી કેમોલી ચાનું સેવન કર્યું હતું,તેમને રાત્રે ખુબ સારી
અને શાંત ઊંઘ આવી હતી.તેમની ઊંઘની ગુણવત્તા પહેલા કરતા ઘણી સારી હતી અને તેઓમાં તાણની ચિંતાના લક્ષણો ઓછા
હતા.કેટલાક અન્ય સંશોધન દર્શાવે છે કે કેમોલી ચા પીવાથી બળતરા,પીરિયડ્સના સમયમાં થતો દુખાવો અને આધાશીશીની તકલીફમાં
ઘટાડો થાય છે.
3. ફુદીનાની ચા
સ્વાસ્થ્ય લાભ – પેટનો દુખાવો શાંત કરે છે
ઘણી જગ્યાએ તમે ઘણા લોકોને ફુદીનાની ચા પિતા જોયા હશે.ફુદીનાની ચાને પેટની સમસ્યા દૂર કરવા માટે ઉપયોગી માનવામાં આવે
છે.ફુદીનાની ચા પીવાથી તમારા પેટના દુખાવાના કારણે થતો ગેસ અને પીરિયડ્સ દરમિયાન પેટમાં થતું ખેંચાણ દૂર થાય છે.
કેટલાક સંશોધન પરથી જાણવામાં આવ્યું છે કે ફુદીનાની ચામાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે પેટમાં દુખાવો,ઉબકા-ઉલ્ટી,બેચેની
જેવા ઘણા રોગોથી રાહત મેળવવા માટે મદદ કરે છે.તમને ક્યારેય પણ તમારા શરીરમાં આવા લક્ષણો દેખાય તો કોઈપણ દવાઓ લેતા
પેહલા એકવાર ફુદીનાની ચાનું સેવન જરૂરથી કરજો.
4. ઇચિનેસિયા ટી
સ્વાસ્થ્ય લાભ – વાયરલ તાવથી રક્ષણ આપે છે

ઇચિનાસીય એ ઘણા ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ એક બારમાસીનું છોડ છે.શિયાળાના સમયમાં તેનું સેવન કરવાથી તે શરીરને હૂંફ
આપે છે.આ ચાનું સેવન કરવાથી શરદીની સમસ્યા દૂર થાય છે.જો તમે તાવ અથવા શરદીની સમસ્યાથી પરેશાન છો અને તેને ઓછું
કરવા માટે એન્ટીબાયોટીક્સનો ઉપયોગ કરી રહ્યાં છો,તો તેના બદલે તમે આ ઇચિનેસિયા ચા પીવાનું શરૂ કરો.તે ટૂંક સમયમાં શરદી,કફ
તથા બંધ નાક વગેરેની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.તે તમારી પ્રતિરક્ષાને પણ મજબૂત બનાવે છે.
5. હળદરની ચા
સ્વાસ્થ્ય લાભ – સાંધાનો દુખાવો દૂર કરે છે

હળદરની ચાને ‘ગોલ્ડન મિલ્ક’ તરીકે પણ ઓળખવામાં આવે છે.તે શરીર માટે શ્રેષ્ઠ આરોગ્યપ્રદ પીણું છે. હળદરમાં કર્ક્યુમિન નામનું એક
સક્રિય સંયોજન છે જે તેના રંગને પીળો કરવામાં મદદ કરે છે.તે ઔષધીય ગુણથી ભરેલું છે.જેના કારણે આપણા શરીરમાં ઘણા શારીરિક
લાભ થાય છે.
2017 ના સંશોધનથી જાણવા મળ્યું છે કે કર્ક્યુમિન નામનું તત્વ સાંધાનો દુખાવો અને સંધિવાની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.આ
કારણ છે કે હળદરમાં બળતરા વિરોધી ગુણધર્મો છે.કેટલાક સંશોધન એમ પણ કહે છે કે આ ચાનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક
શક્તિ મજબૂત થાય છે.કોલેસ્ટરોલ ઘટે છે અને અલ્ઝાઇમર રોગના જોખમને રોકવામાં પણ મદદ મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "શું તમે દિવસની શરૂઆત દૂધ પીને કરો છો? તો પહેલા વાંચી એક વાર આ આર્ટિકલ…"
ટિપ્પણી પોસ્ટ કરો