બેથી પણ વધારે વાર લગ્ન કર્યા છે બોલિવૂડના આ ફેમસ સ્ટાર્સે, જેમાં 3 નંબર વિશે જાણીને લાગશે ઝાટકો
આપણી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એવા કેટલાક કલાકારો છે જેમણે એક બે નહી પરંતુ એનાથી પણ વધારે લગ્ન કર્યા છે આજે અમે આપને બોલીવુડ ઇન્ડસ્ટ્રીના આવા જ પાંચ પ્રસિદ્ધ બોલીવુડ સેલેબ્રીટીસ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે એક બે નહી ઉપરાંત ઘણા લગ્નો કર્યા છે. તા ચાલો જાણીએ ક્યાં ક્યાં છે આ દિગ્ગજ ક્લાલકો જેમનું નામ આ લિસ્ટમાં સામેલ છે.
કિશોર કુમાર:
સૌથી પહેલા આપણે વાત કરીશું બોલીવુડ ઇન્ડસ્ટ્રીના એક ખુબ જ દિગ્ગજ ગાયક વુશે જેઓ કિશોર કુમારજી છે. કિશોર કુમાર હિન્દી સિનેમા જગતની એક એવી હસ્તી રહ્યા છે, જેમના દરેક ફેંસ રહ્યા છે. કિશોર કુમારની પહેલી પત્નીનું નામ રૂમા દેવી હતું. કેટલાક કારણોથી રૂમા દેવી સાથે તલાક થઈ ગયા. ત્યાર બાદ તેમણે બોલીવુડની સૌથી ખુબસુરત અભિનેત્રી માનવામાં આવતી મધુબાલા સાથે લગ્ન કરી લીધા છે. પરંતુ તેમના આ લગ્ન પણ સફળ થઈ શક્યા નહી અને અભિનેત્રી મધુબાલાનું દેહાંત થઈ ગયું.
કિશોર કુમારની જીંદગીમાં અભિનેત્રી મધુબાલાની કમીને યોગિતા બાલીએ પૂરી કરી પરંતુ કદાચ કિશોર કુમારની કિસ્મતને તેમનો અને તેમના જીવનસાથીનો સાથ મંજુર જ હતો નહી. કિશોર કુમાર અને યોગિતા બાલીના લગ્ન પણ વધારે દિવસ સુધી ટકી શક્યા નહી. ત્યાર બાદ કિશોર કુમારએ લિના ચંદ્રાવરકર સાથે લગ્ન કરી લીધા. પરંતુ આ વખતે આ લગ્ન આ કારણે સફળ થઈ શક્યા નહી કેમ કે, આ વખતે કિશોર કુમારએ જ દુનિયાને અલવિદા કહી દીધું હતું.
કરણ સિંહ ગ્રોવર:
બોલીવુડ ઇન્ડસ્ટ્રીથી લઈને સીરીયલમાં પોતાની મોટી ઓળખ બનાવી લીધેલ અભિનેતા કરણ સિંહ ગ્રોવરને આપણે બધા જાણીએ જ છીએ આ જ કરણ સિંહ ગ્રોવરએ અત્યાર સુધી ત્રણ લગ્ન કરી લીધા છે અને તેમના ત્રણેવ લગ્નમાં પ્રેમ થઈ ગયો હતો. કરણ સિંહ ગ્રોવરની પહેલી પત્નીનું નામ શ્રદ્ધા નિગમ હતું. પરંતુ ૧૦ મહિના પછી જ તેમના તલાક થઈ ગયા હતા. ત્યાર બાદ કરણ સિંહ ગ્રોવરએ ટેલીવિઝન અભિનેત્રી જેનિફર વિન્ગેટ સાથે લગ્ન કર્યા હતા અને તેમની ત્રીજી પત્નીનું નામ બિપાશા બાસુ છે.
નીલિમા અજીમ:
બે કરતા વધારે લગ્ન કરનાર સેલેબ્સમાં ફક્ત અભિનેતા જ નહી ઉપરાંત કેટલીક અભિનેત્રીઓના નામ પણ સામેલ છે. આપને જણાવીએ કે, નાના અને સમાનાંતર ફિલ્મોની અભિનેત્રી નીલિમા અજીમએ ત્રણ લગ્ન કર્યા છે. નીલિમાના પહેલા લગ્ન અભિનેતા પંકજ કપૂર સાથે થયા હતા. અભિનેતા શાહિદ કપૂર એમના જ સંતાન છે. પંકજ કપૂરથી અલગ થયા પછી નીલિમા અજીમએ રાજેશ ખટ્ટર સાથે બીજા લગ્ન કર્યા. જેમણે તેમનો એક દીકરો ઈશાન છે. વર્ષ ૨૦૦૧માં રાજેશ ખટ્ટરથી પણ નીલિમાના જુદા થઈ ગયા અને નીલિમા અજીમએ અંતે પોતાના નાનપણના મિત્ર ઉસ્તાદ રજા અલી ખાન સાથે ત્રીજા લગ્ન કરી લીધા છે.
સિદ્ધાર્થ રોય કપૂર:
બોલીવુડ ઇન્ડસ્ટ્રીના પ્રસિદ્ધ પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય કપૂરએ પણ ત્રણ લગ્ન કર્યા છે. જેમાં સિદ્ધાર્થએ પોતાની નાનપણની મિત્ર આરતી બજાજ સાથે પહેલા લગ્ન કર્યા હતા તો ત્યાં જ એક ટીવી પ્રોડ્યુસર કવિતા સાથે બીજા લગ્ન કર્યા હતા અને આ બંનેના અલગ થયા પછી તેમણે બોલીવુડની પ્રસિદ્ધ અભિનેત્રી વિદ્યા બાલન સાથે લગ્ન કરી લીધા છે.
સંજય દત્ત:
પાંચમા નંબર પર અમે બોલીવુડ ઇન્ડસ્ટ્રીના એક અત્યંત દિગ્ગજ અભિનેતા વિષે જણાવવાના છીએ જો કે, સંજય દત્ત છે. સંજય દત્તએ ત્રણ લગ્ન કર્યા છે સંજય દત્તની પહેલી પ્ત્નીનું નામ ઋચા શર્મા હતું, જેમની મૃત્યુ બ્રેન ટ્યુમરના લીધે વર્ષ ૧૯૯૬માં થઈ ગઈ હતી. ત્યાર બાદ સંજય દત્તએ રીયા પિલ્લઈ સાથે લગ્ન કર્યા પરંતુ એમની ત્રીજી પત્ની બની માન્યતા જેમની સાથે લગ્ન કર્યા પછી એમણે રીયા પિલ્લઈને તલાક આપી દીધા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "બેથી પણ વધારે વાર લગ્ન કર્યા છે બોલિવૂડના આ ફેમસ સ્ટાર્સે, જેમાં 3 નંબર વિશે જાણીને લાગશે ઝાટકો"
ટિપ્પણી પોસ્ટ કરો