62 દિવસથી કોમામાં રહેલા કિશોરને જાગૃત કરવામાં ડોક્ટરો રહ્યા નિષ્ફળ, પણ મોટાભાઈના આ શબ્દે કરી કમાલ..

ઘણા લોકો એવા છે કે જેઓ તેમના મનપસંદ ખોરાકને ખાવાની કોઈ પણ સમયે ઈચ્છા રાખે છે અથવા એમ કહો કે તેઓ કોઈ પણ ભૂખ વિના પણ પોતાનો પ્રિય ખોરાક ખાઈ શકે છે. આ શોખ વાળા આમ તો તમને ઘણા લોકો મળી જશે પરંતુ શું તમે સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ તેના મનપસંદ ખોરાકનું નામ સાંભળીને કોમામાંથી બહાર આવી શકે છે. હકિકતંમાં આવી ઘટના કોઈ ચમત્કારથી ઓછી નથી. આજે અમે તમને એક એવો જ કિસ્સો જણાવી રહ્યા છીએ. તાઇવાનમાં એક 18 વર્ષિય કિશોર ઘણા સમયથી કોમાની સ્થિતિમાં હતો, પરંતુ જ્યારે તેને અચાનક તેના મનપસંદ ખોરાકનું નામ સાંભળ્યું ત્યારે તે અચાનક જાગૃત અવસ્થામાં આવી ગયો.

62 દિવસ સુધી તે એમ જ કોમામાં રહ્યો

image source

આ વાત છે તાઇવાનમાં રહેતા ૧૮ વર્ષના ચિયુ નામના ટીનેજરની. ઇન્ટરર્નલ ઑર્ગન્સમાં ખૂબ જ બ્લીડિંગ થઈ ગયું હોવાને કારણે ચિયુ કોમામાં સરી પડ્યો હતો. લગભગ 62 દિવસ સુધી તે એમ જ કોમામાં રહ્યો. ડૉક્ટરોએ તેને રિવાઇવ કરવાના અનેક પ્રયત્નો કર્યા પણ કંઈ કારગર ન નીવડ્યું. તાઇવાનની એક હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં સારવાર દરમ્યાન તે કોમામાં સરી પડેલો. તેના ઇન્ટર્નલ ઑર્ગન્સની સ્થિતિમાં સુધારો થયા પછી પણ તે હજી કોમામાંથી બહાર આવી રહ્યો નહોતો.

કુટુંબ આશા ગુમાવી

image source

ડોકટરો અને પરિવારના સભ્યો દ્વારા તમામ પ્રયત્નો છતાં આ કિશોરને કોમામાંથી બહાર લાવી શક્યા ન હોતા. કિશોરના પરિવારજનોએ આશા ગુમાવી દીધી હતી, લોકોમાં મનમાં એમ જ હતું કે હવે કોઈ ચમત્કાર જ આ કિશોરનો જીવ બચાવી શકે છે. એવામાં તેના નાના ભાઈ દ્વારા રમત-રમતમાં થયેલી હરકતે ચમત્કાર કરી દીધો. તેને ચિકન ફિલેટ બહુ ભાવે છે એ તે જાણતો હોવાથી તેણે કોમામાં સરી પડેલા ચિયુની સામે ચિકન ફિલેટની વાતો કરવાની શરૂ કરી દીધી.

image source

નવાઈની વાત એ છે કે ચિકન શબ્દ સાંભળતાં જ તેની શરીરમાં ચળવળાટ થવા લાગ્યો. જ્યારે તેના ભાઈએ કહ્યું કે, ‘બ્રો જો તું નહીં જાગે તો હું તો ચિકન ફિલેટ ખાવા એકલો જ જતો રહીશ હો.. ને સાચે જ ચિકનપ્રેમી ચિયુ જાગી ગય. કોઈક આને યોગાનુયોગ કહી શકે તો કોઈક ચમત્કાર.

સ્કૂટર અકસ્માતમાં બાળકને ઈજા થઈ હતી

image source

તાઇવાન મીડિયા અહેવાલો અનુસાર, આ વ્યક્તિ, જે ઉત્તર-પશ્ચિમ તાઇવાનનો છે, જુલાઇમાં સ્કૂટર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ અકસ્માતમાં ચેઉ મોતની નજીક પહોંચી ગયો હતો. તેના શરીરમાં ઘણી આંતરિક ઇજાઓ થઈ હતી જેના કારણે તેને યાદશક્તિ પણ ગુમાવી હતી.

image source

આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં ડોકટરો તેનો જીવ તો બચાવી લીધો પરંતુ તેમની યાદશક્તિ પાછી ન લાવી શક્યા. 2 મહિના કોમામાં રહ્યા પછી, 62 મા દિવસે, જ્યારે ચેઉના મોટા ભાઈએ તેની સાથે મજાક કરી, તે કોમાથી બહાર આવ્યો.

0 Response to "62 દિવસથી કોમામાં રહેલા કિશોરને જાગૃત કરવામાં ડોક્ટરો રહ્યા નિષ્ફળ, પણ મોટાભાઈના આ શબ્દે કરી કમાલ.."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel