બાઈડનને મળ્યા 7 કરોડથી વધુ મત

અમેરિકન રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીના પરીણામ પર દુનિયાભરના દેશોની નજર છે. જો કે ચુંટણીમાં મતદાન પૂર્ણ થયાના 24 કલાકથી વધુના સમય બાદ હવે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. હાલના વલણને જોતાં લાગે છે કે ટ્રમ્પ માટે હવે રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચવું અઘરું છે. એક અહેવાલ અનુસાર બાઈડન 264 ઈલેક્ટોરલ મત જીતી ચુક્યા છે જ્યારે ટ્રમ્પના ફાળે 214 મત જ આવ્યા છે. હાલની સ્થિતિમાં બાજી બાઈડનના હાથમાં જણાય છે.

image soucre

બુધવારથી શરુ થયેલી મતગણતરીમાં ગુરુવારે સવાર સુધીમાં બાઈડન 7 કરોડથી વધુ મત મેળવી ચુક્યા હતા. હવે બાઈડન રાષ્ટ્રપતિ પદ જીતશે તો તેઓ ઈતિહાસ રચી દેશે કારણ કે અત્યાર સુધીમાં કોઈ નેતા આટલા મતોથી વિજયી થયા નથી. છેલ્લે વર્ષ 2008માં ઓબામાએ 6 કરોડ 94 લાખ 98 હજાર 516 મત મેળવ્યા હતા.

ગુરુવારના સવારના વલણમાં ડોનાલ્ડ ટ્રમ્પ નોર્થ કેરોલિના અને જ્યોર્જિયામાં પાતળી સરસાઈથી બાઈડનથી આગળ હતા. તો બીજી તરફ ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડન નેવાડા, મિશિગન અને વિન્સકોન્સિનમાં જીત મેળવી ચૂક્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકામાં મુખ્ય પાંચ રાજ્ય નક્કી કરે છે કે યુએસ રાષ્ટ્રપ્રમુખ કોણ બનશે. આ પાંચ રાજ્યોની દ્રષ્ટિએ આ બાજી બાઈડનના હાથમાં હોય તેમ લાગે છે.

ગુરુવારનું વલણ જોઈ અને ડોનાલ્ડ ટ્રમ્પ કેમ્પેને કોર્ટનાં દ્વાર ખખડાવ્યાં છે. તેમણે મતોની ગણતરી અટકાવવા યુએસના પેન્સિલવેનિયા, મિશિગન અને જ્યોર્જિયામાં કેસ દાખલ કર્યો છે. બાઈડન સતત જીતના દાવા કરી રહ્યા છે જ્યારે ટ્રમ્પ સતત મતોની ગણતરીમાં કૌભાંડ થયું હોવાના આરોપ લગાવી રહ્યા છે. કાઉન્ટિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન જ તેમણે ટ્વીટ કરી અને કહ્યું હતું કે પેન્સિલવેનિયામાં 5 લાખ વોટ ગાયબ થયા છે.

image soucre

જો કે અમેરિકાએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતગણતરી હજુ ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડનમાંથી કોઈને પણ સ્પષ્ટ બહુમતી નથી મળી. ફ્લોરિડા અને લોવામાં લીડ મેળવનારા ટ્રમ્પને બાઈડન ત્રણ સ્ટેટ્સ વિસ્કોન્સિન, મિશિગન અને પેન્સિલવેનિયામાં જોરદાર ટક્કર આપી છે. આ રાજ્યોનાં પરિણામ જ ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થશે. જેમાંથી પણ બાઈડન વિસ્કોન્સિનમાં જીતી ચુક્યા છે.

image soucre

રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામની સ્થિતિ જેમજેમ સ્પષ્ટ થઈ રહી છે તેમ તેમ અહીં સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરવામાં આવી રહી છે. વાઈટ હાઉસની સુરક્ષા બુધવારથી જ કડક કરી દેવામાં આવી હતી તો આજે ન્યૂયોર્કમાં અનેક અગ્રણી સ્ટોરના દરવાજાઓ સામે લાકડાંની દીવાલ બનાવી દેવામાં આવી છે. પરિણામો બાદ અમેરિકામાં હિંસા, લૂંટ જેવી ઘટના બનવાના ડરના કારણે આ પગલા ભરવામાં આવ્યા છે.

0 Response to "બાઈડનને મળ્યા 7 કરોડથી વધુ મત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel