8માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ લીધી માત્ર 5 દિવસની ટ્રેનિંગ, અને ઉભી કરી દીધી લાખોની કંપની, તમે પણ લો આ આઇડિયા
લોકડાઉનમાં હજારો લોકોનો રોજગાર છીનવાઈ ગયો, સંજોગો એવા ઉભા થઈ ગયા છે કે કેટલાએ પરિવારોને પોતાના ગામે પાછા જતું રહેવુ પડ્યું. પણ આ લોકડાઉનમાં આ જ ઉત્તર પ્રદેશના એક 8માં ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ પોતાના હુનર અને લગનના જોરે આટલી નાની ઉંમરમાં એ મુકામ મેળવી બતાવ્યું છે જેને મેળવવા માટે મોટા મોટા લોકો સ્વપ્ન જોતા હોય છે. આ બાળકે આજે પોતાની એક કંપની ઉભી કરી લીધી છે અને ચારથી છ લોકોને તે રોજગાર આપી રહ્યો છે. તેના વિષે જે કોઈ પણ સાંભળે છે તે તેની તીવ્ર બુદ્ધિ અને તેના જુસ્સાના વખાણ કરતાં નથી રોકાતું.
પોતાની કંપનીમાં માતાને બનાવી એમડી
વાસ્તવમાં આ નીપુણ બાળકનું નામ અમર પ્રજાપતિ છે જે હાલ માત્ર 14 વર્ષનો જ છે. જ્યારે તેની શાળા બંધ થઈ ત્યારે તેણે પોતાના ખાલી સમયમાં એલઇડી લાઇટ્સ બનાવાની ટ્રેનિંગ લીધી હતી. ત્યાર બાદ ઘરમાં જ તેણે બલ્બ બનાવવાનું શરૂ કરી દીધું. એક બે મહિનામાં તે પરફેક્ટ થઈ ગયો અને રોજ સેંકડો લાઇટ્સ બનાવવા લાગ્યો. ત્યાર બાદ અમરે પોતાની જ એક કંપની બનાવી લીધી. જેના મેનેજિંગ ડીરેક્ટર તરીકે તેણે પોતાની માતા સુમન પ્રજાપતિને બનાવી. આજે તેની ઓળખ ગોરખપુર શહેરના સૌથી નાના ઉદ્યમી તરીકે થાય છે.
પિતાના ગુરુના નામ પર રાખ્યું કંપનીનું નામ
અમરે પેતાની કંપનીનું નામ પોતાના પિતાના ગુરુના નામ પર જીવન પ્રકાશ ઇંડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ રાખ્યું. જેમાં તેની મદદ તેના પરિવારના લોકો પણ કરી રહ્યા છે. અમરની આ કંપનીમાં 8થી 10 લોકો કામ કરે છે. એટલું જ નહીં અમરે પોતાની કંપનીની એક વેબસાઇટ પણ બનાવી છે અને હવે પોતાની લાઇટ્સને તે ઓનલાઇન પણ વેચી રહ્યો છે.
તે પીએમના મેક ઇન ઇન્ડિયાથી પ્રભાવિત છે
તમને જમાવી દઈએ કે સિવિલ લાઇન્સમાં રહેનારો રમેશ કુમાર પ્રજાપતિના ત્રણ બાળકો છે. જેમાં અમર તેમનો વચલો દીકરો છે. રમેશ ગોરખપુર ડેવલપમેન્ટ ઓથોરિટીમાં નોકરી કરે છે. તેમણે જણાવ્યું કે તેમનો દીકરો અમર બાળપણથી જ નીપુણ અને તેજસ્વી છે. તે કોઈ પણ કામ એકવાર જોઈને જ શીખી જાય છે. તે ભવિષ્યમાં એક વૈજ્ઞાનિક બનવા માગે છે. એટલું જ નહીં અમર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયાથી ખૂબ પ્રભાવિત છે.
માત્ર 5 દિવસમાં બલ્બ બનાવતા શીખી ગયો
અમરના પિતાએ જણાવ્યું કે જ્યારે શાળા બંધ થઈ ત્યારે તેમના દીકરાએ બલ્બ બનાવલવાની ટ્રેનીંગ લેવાની વાત કરી હતી. તેના માટે મેં હા પાડી દીધી અને ગીડામાં ટ્રેનર અને ઉદ્યમી વિવેક સિંહ પાસે જઈને તે ટ્રેનિંગ લેતો હતો. ટ્રેનર વિકાસ જણાવે છે કે અમર માત્ર પાંચ જ દિવસમાં બલ્બ બનાવતા શીખી ગયો હતો. જે કામને શીખવા માટે લોકોને વર્ષો લાગે છે તેને અમરે 5 દિવસમાં જ પુરુ કરી લીધું હતું.
દર મહિને થઈ રહ્યો છે અઢિ લાખનો નફો
અમર બલ્બ બનાવલવા માટે ઉદ્યમિતા વિકાસ સંસ્થાન પાસેથી રો મટિરિયલ મંગાવે છે અને પોતે પોતાની કંપનીના નામ પર એલઈડી બનાવે છે. દીકરાના હુનરને જોતાં પિતા રમેશ પ્રજાપતિએ બે લાખ રૂપિયાની વ્યવસ્થા કરી આપી હતી અને અને તે રૂપિયા કંપનીમાં લગાવ્યા હતા. પણ બલ્બ બનવા લાગ્યા અને બજારમાં પણ વેચાવા લાગ્યા. આ રીતે અમરની કંપનીને દર મહીને બેથી અઢી લાખનો નફો થઈ રહ્યો છે.
અમરની આ પ્રેરણાત્મક વાત આપણને પણ આપણામાં કોઈક હૂનર શોધવાની પ્રેરણા આપે છે અને તેમાંથી જ કંઈક કરી બતાવવાની હિમ્મત આપે છે. જો તમે પણ કોઈ બાબતમાં કાબેલ હોવ અથવા તમને પણ નવું કંઈક શીખવાની આતુરતા હોય તો તમે પણ અમરના મુકામ પર પહોંચી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "8માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ લીધી માત્ર 5 દિવસની ટ્રેનિંગ, અને ઉભી કરી દીધી લાખોની કંપની, તમે પણ લો આ આઇડિયા"
ટિપ્પણી પોસ્ટ કરો