જો તમે પણ હોવ ફીટનેસ કોન્શિયસ તો જલદી જ ખરીદી લો Honor Band 6, ફિચર્સ છે જોરદાર અને કિંમત છે સાવ ઓછી
આજના સમયમા લોકો પોતાની ફીટનેસને લઈને ખૂબ સજાગ થઈ ગયા છે. લોકો પોતાની જાતને હેલ્ધી રાખવા માટે હેલ્થી ખોરાક તો લે જ છે પણ શરીરને એક્ટિવ રાખવા તેમજ ફીટ રાખવા માટે વ્યાયામની પણ તેટલી જ જરૂર છે અને લોકો તેના પર ધ્યાન પણ આપી રહ્યા છે ત્યારે આજના સમયમાં ફીટનેસ સાથે જોડાયેલા ગેજેટ્સ પણ ખૂબ જ ડીમાન્ડમાં છે. જેમ કે ફીટનેસ ટ્રેકર એક ફીટનેસ ટ્રેકર તમે આખા દીવસ દરમિયાન કેટલી એનર્જી બર્ન કરી, તેમ કેટલું ચાલ્યા, કેટલી એક્સરસાઇઝ કરી વિગેરે પર ટ્રેક રાખે છે અને તેમને ફીટનેસ જાળવવામાં મદદ કરે છે.
ટેક કંપની હવાવેની સબ બ્રેન્ડ ઓનર તરફથી ઓફિશલી Honor Band 6 લોન્ચ કરવામાં આવ્યો છે. કંપની નવા ફિટનેસ બેન્ડને વિશ્વના પ્રથમ ફુલ સ્ક્રીન ફિટનેસ ટ્રેકર તરીકે લઈને આવી છે. આ સ્માર્ટ બેન્ડ બે વેરિયંટ્સમાં ઉતારવામા આવ્યો છે, જેમાંથી એક NFCની સાથે અને બીજો વગર NFCમાં આવે છે. આ પહેલાના ઓનર બેન્ડ 5ની સરખામણીએ આ નવો બેન્ડ વધારે અપગ્રેડ થયેલો છે અને ડીઝાઇનની રીતે પણ તે તાજેતરમાં લોન્ચ થયેલી ઓનર વોચ ઇએસનું મીની વર્ઝન લાગે છે.
ઓનર બેન્ડ 6માં 1.47 ઇંચનો AMOLED ડિસ્પ્લે 194X368 પિક્સલ્સ રેઝોલ્યુશનની સાથે આપવામા આવ્યો છે અને તેના પર 2.5 ડી ગ્લાસ મળે છે. બેંડમાં કોઈ કેપેસિટિ – કી નથી આપવામા આવી કારણ કે તે નેવિગેશન માટે સ્માર્ટફોન્સની જેમ જેસ્ચર્સ નો ઉપયોગ કરે છે. જોકે, રાઇટ સાઇડ પર તેમાં રેડ કલરનું ફિઝિકલ બટન પાવર-ઓન કરવા માટે અને સ્ક્રીન વેક-અપ કરવા માટે આપવામાં આવ્યું છે. તો ડાબી બાજુ ઓનરની બ્રેન્ડિંગ આપવામાં આવી છે.
10 સ્પોર્ટ્સ મોડનો સપોર્ટ
નવું ફીટનેસ ટ્રેકર કંપની ત્રણ કલર ઓપ્શન મીટિયોરાઇટ બ્લેક, સીંગલ ગ્રે અને કોરલ પાઉડરમાં લઈને આવી છે. જો કે આ કલર ઓપ્શન માત્ર સ્ટ્રેપ માટે જ મળે છે કારણ કે બધા જ વેરિયન્ટ્સમાં બેંડની બોડી બ્લેક બોર્ડરની સાથે આવે છે. વાત ફીચર્સની કરવામાં આવે તો 10 સ્પોર્ટ્સ મોડ્સનો સપોર્ટ કરે છે અને તેમાં બ્લડ ઓક્સીજન લેવલ મોનીટરિંગ ઉપરાંત હુવાને TrueSeen 4.0 24 કલાક હાર્ટ રેટ મોનીટરિંગ અને હુવાવે TrueSleep સ્લીપ મોનીટરિંગ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
આટલી રાખવામા આવી છે કીંમત
વાત કીંમતની કરીએ તો ઓનર બ્રાન્ડ 6ને 249 યુઆન (કરીબ 2,775 રૂપિયા) અને ઓનર બેન્ડ 6 NFCને 289 યુઆન એટેલે કે લગભગ 3200 રૂપિયામાં ખરીદી શકાય છે. 14 દિવસની બેટરી લાઇફની સાથે આવતો ઓનર બેન્ડ 6 મેન્સ્ટ્રુઅલ સાઇકલ પણ મોનિટર કરી શકે છે. તો, બેંડના NFC વર્ઝનમાં કોન્ટેક્ટલેસ પેમેન્ટ અને વોઇસ આસિસ્ટન્ટનો સપોર્ટ પણ આપ્યો છે. તેમાં બ્લૂટુથ 5.0 એક્સેલેરોમીટર, જાયરોસ્કોપ, ઓપ્ટિકલ હાર્ટ-રેટ સેંસર અને 180mAHની બેટરી આપવામાં આવી છે. તે 5ATM સુધી વોટર રેસિસ્ટન્ટ અને મેગ્નેટિક ચાર્જરની મદદથી ચાર્જ થાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "જો તમે પણ હોવ ફીટનેસ કોન્શિયસ તો જલદી જ ખરીદી લો Honor Band 6, ફિચર્સ છે જોરદાર અને કિંમત છે સાવ ઓછી"
ટિપ્પણી પોસ્ટ કરો