રાજ્યમાં 990 નવા કેસ સાથે કુલ આંકડો 1,77,598 પર પહોંચ્યો, આ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે રોકેટ ગતિએ, ચેતો તમે પણ

ભારતમાં કોરોના વાયરસના કેસ 83 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખ 24 હજારને પાર પહોંચી ચૂક્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો હતો જેકે હવે ગુજરાતમાં કેસ વધે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જ્યારે ભારતમાં કોરોનાના કેસમાં આંશિક રાહત જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકના ગુજરાતમાં 1000થી ઓછા કેસ નોંધાઇ રહ્યા છે.

image source

રાજ્યમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા ફેલાઇ રહ્યું છે. રાજ્યનો રિકવરી રેટ 90 ટકાથી વધુ નોંધાઇ રહ્યો છે. તો રાજ્યમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. રોજના 50 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

image source

રાજ્યના વસ્તીને ધ્યાને લેતા રોજ આશરે 793.02 ટેસ્ટ કરવામાં આવે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 990 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,77,598 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ વધીને 90.95 ટકા થયો છે. તો છેલ્લા 24 કલાકમાં 51,546 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 63,13,668 પર પહોંચ્યો છે.

1055 દર્દીઓ થયાં સાજા, 7 દર્દીઓના મોત

image source

આજે 1055 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,61,525 પર પહોંચ્યો છે.  આજે 7 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,747 પર પહોંચ્યો છે. જેમાં અમદાવાદમાં 2, સુરતમાં 3, દાહોદમાં 1 અને ગાંધીનગરમાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે એક્ટિવ કેસ 12,326 છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે.

આ 3 મહાનગરોમાં સૌથી વધુ કેસ, વલસાડમાં 2 દિવસથી 1 પણ કેસ નહીં

image source

રાજ્યમાં સૌથી વધુ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં આજે સુરતમાં 217, અમદાવાદમાં 173, વડોદરામાં 115 અને રાજકોટમાં 94 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જોકે જામનગર, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર અને પાટણમાં કોરોનાના કેસનો ઘટાડો જોવા મળી રહ્યો છે. પોરબંદર અને બોટાદમાં 1-1 અને વલસાડમાં આજે એકપણ કેસ નોંધાયો નથી. જ્યારે સાબરકાંઠામાં 17 નવા કેસ, 40 દર્દીઓ સાજા થયા છે.

image source

જ્યારે ભરૂચમાં 9 નવા કેસ, 31 દર્દીઓ સાજા થયા છે. તો દેશ-વિદેશના કેટલાક વૈજ્ઞાનિકોએ આશંકા દર્શાવી છે કે શિયાળાની ઋતુમાં વિશ્વએ કોરોના વાયરસની ‘બીજી લહેર’નો સામનો કરવો પડી શકે છે જે પહેલાંથી ઘણો વધારે ઘાતક હશે. તેથી હવે કોરોનાથી વધુ સાવચેત રહેવાનો સમય આવી ચૂક્યો છે.

0 Response to "રાજ્યમાં 990 નવા કેસ સાથે કુલ આંકડો 1,77,598 પર પહોંચ્યો, આ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે રોકેટ ગતિએ, ચેતો તમે પણ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel