દહેજ: હિમાની ઓર્ગેનિક કંપનીના ETP પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા 1 કામદારનું મોત, મચી ગઇ દોડધામ

દહેજ GIDCમાં આવેલ હિમાની ઓર્ગેનિક કંપનીના ETP પ્લાન્ટમાં આજ રોજ સવારના સમયે કેમિકલ રીએક્શન દરમિયાન ભીષણ આગ
લાગી ગઈ હતી. આ આગમાં એક કર્મચારીનું દાઝી જવાથી તેનું મૃત્યુ થઈ ગયું છે. GIDCમાં આગ લાગવાની ઘટનાની જાણ થતા પોલીસ
તાત્કાલિક ઘટના સ્થળે આવી ગઈ હતી અને આ બાબતે વધારે તપાસ હાથ ધરવામાં આવી છે. આની પહેલા અંકલેશ્વરમાં આવેલ દહેજની
હિમાની ઓર્ગેનીક્કામ્પ્નીના પ્લાન્ટમાં બ્લાસ્ટ થતા આગ લાગી ગઈ હતી જેમાં ૩ કર્મચારીઓના મૃત્યુ થયા હતા.

આગના ધુમાડા દુર દુર સુધી જોવા મળ્યા.

image source

ભરૂચ જીલ્લાની દહેજ GIDCમાં આવેલ હિમાની ઓર્ગેનિક કંપનીના ETP પ્લાન્ટમાં કેમિકલ રીએક્શન થતા સમયે આજે સવારના સમયે
ભયંકર આગ લાગી ગઈ હતી જેના કારણે ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી ત્યાર પછી ભારે મહેનત કર્યા પછી આગ પર કાબુ મેળવ્યો હતો.

image source

તેમ છતાં એત્પ પ્લાન્ટમાં લાગેલ આગની ઘટનામાં કંપનીમાં કામ કરતા એક કર્મચારીનું દાઝી જવાના લીધે મૃત્યુ થઈ ગયું હતું. ત્યાર પછી આ કર્મચારીના મૃતદેહને નજીકના હોસ્પીટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા. આ બાબતે હવે કંપનીના સત્તાધીશોની પુછપરછ કરવામાં આવશે ત્યાર બાદ કાર્યવાહીને આગળ વધારવામાં આવશે. હિમાની ઓર્ગેનિક કંપની એગ્રો કેમિકલનું ઉત્પાદન કરી રહી હોવાનું માલુમ પડ્યું છે. હિમાની ઓર્ગેનિક કંપનીમાં લાગી ગયેલ આગના ધુમાડા દુર દુર સુધી જોવા મળી રહ્યા હતા જેના લીધે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ભેગા થવા લાગ્યા હતા.

અંકલેશ્વરમાં આવેલ હિમાની કંપનીના પ્લાન્ટમાં લાગેલ આગમાં ૩ કર્મચારીઓના મૃત્યુ થયા હતા.

image source

અંકલેશ્વરમાં આવેલ હિમાની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીમાં ૫ મહિના પહેલા રીએક્ટરમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એકઝોથર્મિક રીએક્શન થઈ જતા એકાએક તાપમાન અને પ્રેશર વધી જવાના લીધે એક બ્લાસ્ટ સાથે આગ લાગી ગઈ હતી. આ આગમાં ૬ કર્મચારીઓ દાઝી ગયા હતા, જેમાંથી ૩ કર્મચારીઓનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ મૃત્યુ થઈ ગયું હતું.

કેમિકલ કંપનીઓમાં અવારનવાર આગના બનાવ થતા રહે છે.

image source

ભરૂચ જીલ્લાના દહેજ અને ઝઘડિયા સહિત અન્ય ઇન્ડસ્ટ્રીયલ એરીયાઓમાં આવેલ કેમિકલ કંપનીઓમાં આયે દિવસ આગની ઘટનાઓ
બનતી રહે છે અને તેમાં કર્મચારીઓના મૃત્યુ પણ થાય છે. તેમ છતાં GPCB અને કંપનીઓ તરફથી ફાયરસેફટીને સંબંધિત કોઈ નક્કર
પગલાઓ લેવામાં આવતા નથી.

યશસ્વી કેમિકલ કંપનીમાં આગના બનાવમાં ૧૨ કર્મચારીઓના મૃત્યુ થયા હતા.

image source

ઉલ્લેખનીય છે કે, ભરૂચ જીલ્લાના દહેજમાં આવેલ યશસ્વી કેમિકલ કંપનીમાં ૩ વાર આગ લાગવાના બનાવ બન્યા હતા. આ બનાવમાં ૧૨
કર્મચારીઓના મૃત્યુ થયા હતા. ત્યાર પછી બીજા જ દિવસે કંપનીમાં ફરીથી આગ લાગી ગઈ હતી. તેમજ આગ લાગી ગયા પછી કાટમાળ
હટાવવાની કામગીરી દરમિયાન પણ કંપનીમાં આગ લાગી ગઈ હતી.

0 Response to "દહેજ: હિમાની ઓર્ગેનિક કંપનીના ETP પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા 1 કામદારનું મોત, મચી ગઇ દોડધામ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel