BIG NEWS: સુરેન્દ્રનગરના માલવણ હાઈવે પર ડમ્પર પાછળ ઈકો કાર ઘુસી જતા લાગી આગ, 5 લોકો જીવતા ભુંજાયા
શનિવારની સવાર આ પરિવાર માટે ગોજારી સાબિત થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસારસુરેન્દ્રનગરના માલવણ હાઈવે પર આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. સુરેન્દ્રનગરના માલવણ હાઈવે પર રોડ પર ઉભેલા ડમ્પર પાછળ ઈકો કાર ઘૂસી જતા કારમાં આગ ફાટી નીકળી હતી. બાદ ગાડી સળગી જતા 5 લોકો જીવતાં ભુંજાઈ ગયા છે.
ડ્રાઈવર સહિત તમામ આગની ચપેટમાં આવી ગયા
અકસ્માતમાં ઘવાયેલા લોકો કારની બહાર ન નીકળી શકતા કારમાં સવાર લોકો અને ડ્રાઈવર સહિત તમામ આગની ચપેટમાં આવી જતાં મોતને ભેટ્યા હતા. ઘટનાની જાણ થતા જ બજાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતની તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે અફરા તફરી મચી જવા પામી છે. જો કે આ મુસાફરો ક્યાંના છે તે હજુ જાણી શકાયું નથી. પોલીસ આગળની તપાસ કરી રહી છે.
બુધવારે ગુજરાતભરમાં 3 અકસ્માતમાં 15ના મોત
ગુજરાત માટે બુધવારનો દિવસ ગોઝારો બુધવાર સાબિત થયો હતો. સવારથી જ અકસ્માતનો વણઝાર સર્જાઈ હતી. વહેલી સવારથી જ ગુજરાતના વિવિધ શહેરોમાં ત્રણ અકસ્માત થયા હતા. જેમાં કુલ 15 લોકોના મોત નિપજ્યાં છે. ત્યારે નવા વર્ષે ફરવા નીકળેલા લોકો માટે બુધવારનો દિવસ કાળ બનીને આવ્યો હતો. દિવાળીના પર્વમાં લોકો વતનમાં જઇ રહ્યાં હોવાથી ખાનગી તથા સરકારી બસોમાં મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. તો બીજી તરફ, ખાનગી બસોના ડ્રાયવરો રાત્રિના સમયે બસો પૂરપાટ ઝડપે હંકારતાં હોવાથી અકસ્માતના બનાવો બનતાં રહે છે.
અકસ્માત-2 : નવસારી હાઈવે પર અકસ્માત
નવસારીમાં નેશનલ હાઈવે નંબર 48 પર ખાનગી લકઝરી બસને અકસ્માત નડ્યો હતો. ચીખલી નજીક કન્ટેનરની પાછળ ખાનગી લક્ઝરી બસ અથડાઈ હતી. મધ્યપ્રદેશથી નીકળેલી લક્ઝરી બસમાં મજૂરો સવાર હતા, જેઓ મુંબઈના પાલઘર જવા નીકળ્યા હતા. જોકે, બસ અકસ્માતમાં બસને નુકસાન પહોંચ્યું હતુ અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતમાં બસનો ક્લીનર, એક બાળકી અને અન્ય મળીને કુલ ત્રણ લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. વહેલી સવારે અકસ્માતનો આ બનાવ બન્યો હતો.
અકસ્માત-1 : સુરેન્દ્રનગરમા કારનો અકસ્માત
સુરેન્દ્રનગરના લખતર રોડ પર કોઠારીયા ગામના પાટીયા પાસે એક કાર વૃક્ષ સાથે જોરદાર ભટકાઈ હતી. આ ટકરાવ એટલો જોરદાર હતો કે, કારમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેમાં એક મહિલાનું પણ મોત નિપજ્યું છે. અકસ્માત વિશે સ્થાનિકોએ જણાવ્યું કે, કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી કાર વૃક્ષ સાથે ભટકાઈ હતી. જોકે, કારના ચાલકને ઝોકું આવી ગયું હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.
અકસ્માત-3 : વડોદરામાં સુરતના આહીર પરિવારના 11ના મોત
આજે વહેલી સવારે પાવાગઢ દર્શનાર્થે જઈ રહેલા મુસાફરોને મોટો અકસ્માત નડ્યો હતો. વાઘોડિયા ચોકડી પાસે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સુરતના વરાછા વિસ્તારમાં રહેતો આહીર પરિવાર નવા વર્ષની રજામાં પાવાગઢની મા કાળીના દર્શને જવા નીકળ્યો હતો. આહીર પરિવારના 20 થી 25 લોકો આઈસર ટેમ્પોમાં સવાર થઈને નીકળ્યા હતા. પાવગઢથી તેઓ વડતાલ અને ત્યાંથી પોતાના વતન જવાના હતા. પરંતુ તે પહેલા જ વાઘોડિયા ચોકડી પાસે તેમને મોત મળ્યું હતું. વડોદરાની વાઘોડિયા ચોકડી પાસે આ આઈસર ટેમ્પો ટ્રેલર સાથે અથડાયો હતો. જેમાં પરિવારના 11 લોકોના મોત નિજ્યા છે. જેમાં 5 મહિલા, 3 પુરુષ અને 1 બાળકનો સમાવેશ થાય છે. તો 17 જેટલા લોકો ઘાયલ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "BIG NEWS: સુરેન્દ્રનગરના માલવણ હાઈવે પર ડમ્પર પાછળ ઈકો કાર ઘુસી જતા લાગી આગ, 5 લોકો જીવતા ભુંજાયા"
ટિપ્પણી પોસ્ટ કરો