જાણી લો તમારા ફાયદાની વાત, અમદાવાદમાં શનિવાર અને રવિવારના કરફ્યૂ અંગે મૂંઝવતા દરેક પ્રશ્નોના જવાબ એક જ ક્લિકે
દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં કોરોના મહામારી ફાટી નીકળ્યો છે. જોવા મળી રહ્યું છે કે, રાજ્યના અનેક શહેરોમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે અમદાવાવાદમાં પણ 57 કલાકનું કરફ્યૂ લાદવામાં આવ્યું છે. જેનો અમલ આજે રાત્રે 9 વાગ્યાથી શરૂ પણ થઈ ગયો છે. ત્યારે કેન્દ્રની આરોગ્ય ટીમ પણ ગુજરાતમાં ધામા નાંખવા આવી રહી છે. તો જો તમને આ બે દિવસના કરફ્યૂમાં રોઈ પ્રશ્ન મુંજવતો હોય તો અમે તમારા પ્રશ્નનું સમાધાન કરી દઈએ. તો આવો જાણીએ જનતાના ફાયદાની વાત.
ધારો કે તમે એરપોર્ટ, રેલવે સ્ટેશનથી ઘરે કે ઘરેથી એરપોર્ટ, રેલવે સ્ટેશન જવું હોય તો કોઈ વ્યવસ્થા છે ખરી? તો એનું સમાધાન છે કે એરપોર્ટ કે રેલવે સ્ટેશન પર ઉતરનાર કે જનાર મુસાફરે પોતાની પાસે ટિકિટ રાખવી પડશે. જે- તે દિવસની ટિકિટ બતાવીને જઈ શકાશે. મ્યુનિ.એ રેલવે સ્ટેશન અને એરપોર્ટ ખાતે એએમટીએસ અને બીઆરટીએસની બસ વ્યવસ્થા પણ ગોઠવી છે. એરપોર્ટથી ઉતરનાર મુસાફર કેબનો ઉપયોગ કરી શકાશે.
એ પછીનો સૌથી જરૂરી અને અગત્યનો પ્રશ્ન કે, કર્ફ્યૂ દરમિયાન કોરોના ટેસ્ટ કરાવવાની જરૂર ઊભી થાય તો ટેસ્ટિંગ ડોમ સુધી કેવી રીતે જઈ શકાશે? તો જણાવી દઈએ કે, જો કોઈપણ વ્યક્તિને કોરોના ટેસ્ટ કરાવવા જવું હોય તો જઈ શકાશે. આ માટે પોલીસને માત્ર કારણ આપવું પડશે. જે-તે વિસ્તારમાં રહેતો નાગરિક તેમના એરિયાના નજીકના ડોમ ખાતે અથવા અર્બન હેલ્થ સેન્ટર ખાતે ટેસ્ટિંગ માટે જઈ શકશે.
જેના ઘરે લગ્ન પ્રસંગ છે એવા લોકોને સવાલ હશે કે લગ્નમાં 200 લોકોને મંજૂરી છે, પણ કઈ રીતે જવાશે? તો જાણી લો કે લગ્ન માટે પોલીસની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે અને 200 આમંત્રિત જ લગ્ન પ્રસંગમાં હાજરી આપી શકશે. આવા પ્રસંગમાં જનારે લગ્નની કંકોત્રી સાથે રાખવી ફરજિયાત છે. પ્રવાસ માટે દિવાળીમાં ફરવા ગયેલા લોકોએ શહેરમાં પ્રવેશ્યા પછી ઘરે પહોંચવા કયા દસ્તાવેજ બતાવવા પડશે? તો એરપોર્ટ પર ઊતર્યા પછી પેસેન્જર કેબનો ઉપયોગ કરી પોતાના ઘરે પહોંચી શકાશે. આવી જ રીતે ટ્રેન, બસ કે બહાર ફરવા ગયેલા લોકોએ પોતાની પાસે ટિકિટ સહિતના પુરાવા સાથે રાખવા પડશે. પોતાની પાસે આઈકાર્ડ સહિતના પુરાવા શહેરના ચેકિંગ પોઇન્ટ પર પોલીસને બતાવવાના રહેશે.
વિદ્યાર્થીઓને પ્રશ્ન હશે કે આ 2 દિવસમાં મારે પરીક્ષા આપવાની છે, તો હું કેવી રીતે જઈ શકીશ? વાલી મારી સાથે આવી શકશે? તો જાણી લો કે આ બે દિવસો દરમિયાન વિદ્યાર્થીએ પરીક્ષા આપવા જતી વખતે હોલ-ટિકિટ કે આઈડી કાર્ડ સાથે રાખવાં પડશે. વાલીઓ તેમનાં સંતાનોને એક્ઝામ સેન્ટરે મૂકવા લેવા જઈ શકશે. તેમજ નોકરિયાતોને સવાલ હશે કે અમદાવાદ આસપાસના વિસ્તારોમાં નોકરી કરતા લોકો કઈ રીતે જઈ શકશે? વાહન લઈ જઈ શકશે? તો તેઓ પણ જાણી લો કે, તેમણે ફરજિયાત આઈકાર્ડ સાથે રાખવાં પડશે. શહેરમાંથી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં જેવા કે ચાંગોદર, સાણંદ, બાવળા, ધોળકા જતા નોકરિયાતવર્ગ વાહન લઈને જઈ શકશે, પણ સાથે જે-તે કંપનીનું આઈકાર્ડ રાખવું ફરજિયાત છે.
ગૃહીણીઓને સવાલ થાય કે, દૂધ લેવા કે પેટ્રોલ, ડીઝલ ભરાવવા શી રીતે જવાશે? તો જણાવી દઈએ કે, કોઈપણ વ્યક્તિ ઘરેથી દૂધ લેવા જઈ શકશે, પરંતુ પોલીસ તે વ્યક્તિ દૂધ લઈને પાછી આવે છે કે નહિ એની તપાસ કરશે. પેટ્રોલ પંપ પણ ખુલ્લા રાખવામાં આવ્યા છે. ત્યારબાદ એવું થાય કે, દવા લેવા જવું હોય, પણ પ્રિસ્ક્રિપ્શન ન હોય તો શું? તો એની સમસ્યાનું નિવારણ છે કે, કોઈપણ વ્યક્તિ પોતાના વિસ્તારના મેડિકલ સ્ટોર પર દવા લેવા જઈ શકશે, પણ ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન સાથે રાખવું પડશે અને પોલીસ માગે તો એ બતાવવું પડશે. મોટા ભાગના તમામ મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવામાં આવશે.
ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં આજે તો ભયંકર વધારો થયો છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1420 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 1,94,402એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 7 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3837એ પહોંચ્યો છે. જ્યારે 1040 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.31 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 67,901 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "જાણી લો તમારા ફાયદાની વાત, અમદાવાદમાં શનિવાર અને રવિવારના કરફ્યૂ અંગે મૂંઝવતા દરેક પ્રશ્નોના જવાબ એક જ ક્લિકે"
ટિપ્પણી પોસ્ટ કરો