મધ અને લીંબુમાંથી બનાવો આ રીતે ફેસ પેક, અને ખીલથી લઇને આ અનેક સમસ્યાઓમાંથી મેળવો છૂટકારો
ચેહરા પર સામાન્ય સમસ્યાઓ થતી રહે છે,જેમાં કાળી ફોલ્લીઓ,પિમ્પલ્સ,શુષ્ક ત્વચા અને કરચલીઓ જેવી સમસ્યાઓ.આ સમસ્યાઓ દૂર કરવા માટે લોકો બજારમાં મળતા વિવિધ પ્રકારના પ્રોડક્ટ્સ પર પૈસા ખર્ચ કરે છે અને એ પ્રોડક્ટ્સ તેમની સમસ્યા દૂર કરવા માટે અસમર્થ રહે છે.જો ત્વચાની સંભાળની વાત આવે તો આપણે સૌથી પેહલા ઘરેલુ ઉપાય જ અજમાવવા જોઈએ.તમારી ત્વચાની દરેક સમસ્યાઓ દૂર કરવા માટે લીંબુ અને મધનું ફેસ-પેક ખુબ જ ફાયદાકારક છે.આ ફેસ પેક ડાર્ક-સર્કલને દૂર કરે છે અને ત્વચાની શુષ્ક્તા પણ ઘટાડે છે.
પ્રાચીન કાળથી મધ અને લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે.આ બંને ત્વચાને ગ્લોઈંગ બનાવે છે.આ બંનેનો ઉપયોગ ઘણી બધી પ્રકારની ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે થઈ શકે છે.આ ફેસ પેક દ્વારા તમે ખૂબ જ સરળ અને ગ્લોઇંગ ત્વચા મેળવી શકો છો.જ્યારે લીંબુ એન્ટીઓકિસડન્ટ તેમજ કુદરતી બ્લીચનું કામ કરે છે, તેવી જ રીતે મધ ત્વચાને હાઇડ્રેટ કરે છે અને ત્વચાને સરળ બનાવે છે.તો ચાલો અમે તમને જણાવીએ લીંબુ અને મધ ત્વચા પર કેવી રીતે ફાયદાકારક છે.
1. મોઇશ્ચરાઇઝર
શિયાળાની ઋતુ દરમિયાન મોઇશ્ચરાઇઝર ત્વચા માટે ખૂબ જ જરૂરી છે.તમારી ત્વચા ગમે તે પ્રકારની હોય તમારે તેને હંમેશાં હાઇડ્રેટેડ રાખવી જોઈએ જેથી તે નરમ રહે.લીંબુ અને મધ ચહેરા માટે ખૂબ જ સારા મોઇશ્ચરાઇઝર્સ છે.લીંબુ અને મધને ચેહરા પર લગાવવા માટે સૌથી પેહલા લીંબુના રસની 2 ચમચીમાં 1 ચમચી મધ ઉમેરો.ત્યારબાદ તેને બરાબર મિક્સ કરી લો.દરરોજ સુતા પહેલા આ મોઇશ્ચરાઇઝરને તમારા ચહેરા પર લગાવી તેને 30 મિનિટ માટે રહેવા દો,30 મિનિટ પછી તમારા ચેહરાને નવશેકા પાણીથી ધોઈ લો.
2. ડેડ સ્કિન દૂર કરો
જ્યારે ત્વચા પરથી ડેડ સ્કિન દૂર કરવામાં આવે ત્યારે ત્વચા વધુ ચમકદાર બને છે.તમારા ચેહરા પરની ડેડ સ્કિન દૂર કરવા માટે તમે તમારા ચેહરા પર મધ અને લીંબુનું મિક્ષણ લગાવી શકો છો.સારા પરિણામ માટે આ મિક્ષણ અઠવાડિયામાં બે વાર લગાવો.
3.કાળા ફોલ્લાઓ દૂર કરો
જો ખીલના કારણે તમે પણ કાળા ફોલ્લાથી પરેશાન છો,તો મધ અને લીંબુ ખૂબ ઉપયોગી તમારી ત્વચા માટે જરૂરી છે.આ પેક ત્વચાને ગ્લોઈંગ બનાવે છે.આ માટે 1 ચમચી ઓટમીલ પાવડર,1 ચમચી મધ અને 2 ચમચી લીંબુ મિક્સ કરીને એક પેસ્ટ બનાવો.ત્યારબાદ આ પેસ્ટને ચહેરા પર માસ્ક તરીકે લગાવો અને તેને 20 મિનિટ સુધી રહેવા દો.20 મિનિટ પછી તેને હળવા પાણીથી ધોઈ લો.આ માસ્કનો ઉપયોગ અઠવાડિયામાં બે વાર કરો.
4. પિમ્પલ્સથી છૂટકારો મેળવો
લીંબુ અને મધની પેસ્ટ નિયમિત રીતે ચેહરા પર લગાવવાથી ચેહરા પરના પિમ્પલસ અને સાથે ડાઘ પણ દૂર થશે.આ માટે ફક્ત 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી મધ કરો અને આ પેસ્ટને તમારા ચેહરા પર 10 મિનિટ સુધી રહેવા દો ત્યારબાદ નવશેકા પાણીથી તમારો ચેહરો ધોઈ લો.
5. ત્વચાને ગ્લોઈંગ બનાવો
લીંબુ અને મધમાં ઘણા એન્ટીઓકિસડન્ટો હોય છે જેનો ઉપયોગ ચહેરા પરથી ટેનને દૂર કરી અને ત્વચાને ગ્લોઈંગ બનાવવા માટે થાય છે.આ માટે સૌથી પેહલા 1 ચમચી ચણાનો લોટ,1 ચમચી મધ,2 ચમચી લીંબુનો રસ અને 1 ચપટી હળદર.આ બધી જ ચીજોને એક બાઉલમાં મિક્સ કરી તમારા ચહેરા પર લગાવો.ત્યારબાદ તેને 20 મિનિટ સુધી રહેવા દો.20 મિનિટ પછી તમારા ચેહરાને નવશેકા પાણીથી ધોઈ લો.
6. હોઠને ચમકદાર બનાવો
શિયાળાના સમયમાં દરેકને શુષ્ક હોઠની સમસ્યા થાય છે.લીંબુમાં સાઇટ્રસ હોય છે જે આ સમસ્યા દૂર કરવા માટે મદદગાર છે.તેને હોઠ પર લગાવવાથી હોઠ ચમકદાર બને છે.એવી જ રીતે મધ પણ હોઠો ગ્લો આપે છે અને તેમને નરમ બનાવવામાં મદદ કરે છે.આ માટે તમારે ફક્ત 1 ચમચી લીંબુના રસમાં થોડું મધ મિક્સ કરો અને તેને હોઠ પર લગાવો.ત્યારબાદ તેને 1 કલાક હોઠ પર રાખો અને પછી હોઠને ભીના કપડાથી સાફ કરો.
7. કરચલીઓ દૂર કરો
મધ અને લીંબુમાં એવા એજન્ટો હોય છે જે કરચલીઓને દૂર કરવામાં અને ત્વચાને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરે છે.કરચલી દૂર કરવા માટે તમે કાચા મધમાં લીંબુ મિક્સ કરી તેને કપાળ પર લગાવો અથવા તમે તેમાં ચોખાના લોટને પણ મિક્સ કરી શકો છો,આ તમને વધુ સારા પરિણામ આપશે.ચોખાના લોટમાં ઘણા એન્ટીઓકિસડન્ટોનો સમાવેશ થાય છે જે ત્વચાને હાઇડ્રેટ કરે છે.
કરચલી દૂર કરવા પેસ્ટ બનાવવાની રીત.
1 ચમચી ચોખાના લોટમાં,1 ચમચી મધ અને 2 ચમચી લીંબુનો રસ ઉમેરો.જો તમને લાગે કે પેસ્ટ ખૂબ પાતળી છે,તો તેમાં વધુ મધ ઉમેરો.ત્યારબાદ આ પેસ્ટને કપાળ પર લગાવો.જયારે આ પેસ્ટ સુકાય જાય ત્યારે તમારો ચેહરો ધોઈ લો.આ ઉપાય અઠવાડિયામાં બે વાર કરો.તમારા ચેહરા પરની કરચલીઓ દૂર થશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "મધ અને લીંબુમાંથી બનાવો આ રીતે ફેસ પેક, અને ખીલથી લઇને આ અનેક સમસ્યાઓમાંથી મેળવો છૂટકારો"
ટિપ્પણી પોસ્ટ કરો