શું તમને પણ પલંગ પર બેસીને જમવાની આદત છે? તો જાણો તમારી આ આદતથી થતા નુકસાન વિશે
ઘણા લોકોને આ ટેવ હોય છે કે જો તેઓ પલંગ પર બેઠા હોય અથવા ત્યાં સુતા હોય તો જમવાના સમયે ત્યાં જ જમવાનું મંગાવીને જમે છે,પરંતુ શું તમે જાણો છો કે તમારી આ આદત સારી નથી.આપણા વડીલો પણ કહે છે કે ક્યારેય પલંગ પર બેસીને ના જમવું જોઈએ,આવી રીતે જમવાથી તમારા શરીરમાં માંદગી પ્રવેશે છે.પરંતુ આપણે એ લોકોની વાતને અવગણીએ છે.ખરેખર પલંગ એ એક એવી જગ્યા છે જ્યાં લોકો આરામ કરે છે,તે જમવાની જગ્યા નથી.તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક નુકસાન પણ થઈ શકે છે.
પલંગ પર બેસીને માત્ર જમવાની નહીં પરંતુ નાસ્તો કરવાની આદત પણ ખોટી છે.ઘણીવાર લોકો પલંગ પર બેસીને વેફર અને ચોકલેટ જેવી ચીજોનું સેવન કરે છે,આ ખોટું છે.તમારી આ નાની આદતો પણ તમારા માટે ખુબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.તો ચાલો અમે તમને જણાવીએ કે પલંગ પર બેસીને જમવાની અથવા નાસ્તો કરવાની તમારી આદત કેવી રીતે નુકસાનકારક છે.
ઊંઘની સમસ્યા
ઘણા લોકોને જમતી વખતે ટીવી જોવી ગમે છે અને એમાં પણ જયારે તેમનું કોઈ પસંદનું પિક્ચર અથવા સિરિયલ આવતી હોય તો લોકો પલંગ પર જ જમવાનું શરુ કરે છે.આ આદત માત્ર પુરુષોમાં જ નહીં પરંતુ સ્ત્રીઓમાં પણ હોય છે.આવી પ્રવૃત્તિઓ આપણા મગજને અસર કરે છે,જે ઊંઘની સમસ્યાઓનું કારણ બની શકે છે.તેમજ મનમાં બેચેની જેવી સમસ્યાઓ આવી શકે છે.
જીવ-જંતુની સમસ્યા વધી શકે છે
તમે ગમે તેટલી સાવચેતી રાખો,પરંતુ નાસ્તો અથવા જમતા સમયે ખોરાકના થોડા ટુકડા પલંગ પર પડે જ છે.આવી સ્થિતિમાં કીડીઓ અને વંદા જેવા જીવ-જંતુઓ પલંગ પર આવી શકે છે.ઉપરાંત પલંગ પર વિવિધ પ્રકારના સૂક્ષ્મજંતુઓ પણ ઉત્પન્ન થાય છે અને તે તમારી બીમારીનું કારણ બની શકે છે.થોડા સમય પહેલાનો જ બનાવ છે,એક બાળકના કાનમાં તીવ્ર દુખાવો થતો હતો અને જયારે તેઓ ડોક્ટર પાસે ગયા ત્યારે ખબર પડી કે એ દુખાવાનું કારણ વંદા છે.જયારે તે બાળક સૂતું હતું ત્યારે તેના કાનમાં વંદા ઘુસી ગયા.આ કારણે તેનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું.કોઈપણ જીવ-જંતુ પલંગ પર ત્યારે જ આવે જયારે ત્યાં કોઈ મીઠી ચીજ અથવા ખાવાના કોઈપણ ટુકડા પડ્યા હોય.તેથી તમારી આ એક ભૂલ તમારા માટે ખુબ નુકસાનકારક બની શકે છે.તેથી વધુ સારું છે કે તમે પલંગમાં ખાવાની ટેવ છોડી દો.
પાચન સમસ્યા
બેસીને જમવાની પણ એક રીત હોય છે.જો એ રીતથી બેસીને જ જમીએ તો જ ખોરાક સરળતાથી પછી શકે છે.જો તમે કોઈપણ રીતે બેસીને અથવા ખાસ કરીને પલંગ પર બેસીને ખોરાકનું સેવન કરો છો તો તમને પાચન સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે,જેમ કે ગેસ,પેટમાં દુખાવો,વગેરે.તેથી બની શકે તેટલી તમારી આ આદત છોડો.કારણ કે તમારી આદત જ તમારા બાળકોમાં આવશે.એ પણ તમારી જેમ જ પલંગ પર બેસીને ખોરાકનું સેવન કરશે.
દરરોજ ચાદર બદલો
સૌથી અગત્યની બાબત એ છે કે જો તમારી આ આદત બદલી નથી શકતા તો દરરોજ જમીને તમારા પલંગની ચાદર નિયમિતપણે બદલો,કારણ કે લાંબા સમય સુધી એક જ ચાદર રાખવાથી ઘણી ગંભીર બીમારીઓ થઈ શકે છે અને તમે જાણતા હશો કે ગંદકીને રોગોનું મૂળ માનવામાં આવે છે.તેથી પલંગનો ઉપયોગ ફક્ત સૂવા માટે થાય છે તે ખાસ ધ્યાનમાં રાખો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "શું તમને પણ પલંગ પર બેસીને જમવાની આદત છે? તો જાણો તમારી આ આદતથી થતા નુકસાન વિશે"
ટિપ્પણી પોસ્ટ કરો