આ અભિનેત્રીઓને પસંદ ન આવી ફિ્લ્મી જગતની રંગીન દૂનિયા, બધુ છોડીને કોઈ બની ગઈ સાધ્વી તો કોઈ નન
બોલિવૂડ અભિનેત્રી અને વિવાદાસ્પદ શો બિગ બોસ 6 માં જોવા મળી ચૂકેલી અભિનેત્રી સના ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કરી દીધી છે. અને તે આધ્યાત્મિકતાના માર્ગ પર ચાલી ગઈ છે. તેણે સોશિયલ મીડિયા પર ખુલાસો કરતા લખ્યું કે હવે તે અલ્લાહના માર્ગ ઉપર ચાલીને માનવતાની સેવા કરશે. જણાવી દઈએ કે અભિનેત્રી સના પહેલા પણ ઘણી અભિનેત્રીઓએ ફિલ્મ ઉદ્યોગ છોડી આધ્યાત્મિકતા તરફ આગળ વધી છે. ફિલ્મ ઉદ્યોગમાં બીજી કેટલીક અભિનેત્રીઓ છે જેમણે આધ્યાત્મિકતાને કારણે આ ઉદ્યોગ છોડી દેવાનું નક્કી કર્યું હતું અને તે તેમાં સંપૂર્ણ રીતે સામેલ થઈ ગઈ હતી, તો આજે અમે તમને કેટલીક એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમણે આ રંગીન દુનિયાને હંમેશા માટે અલવિદા કરી દીધી.
બરખા મદાન

અભિનેત્રી બરખાએ 4 નવેમ્બર, 2012 ના રોજ સંન્યાસ લઈ લીધો હતો. એવું નથી કે તેણે આ નિર્ણય આર્થિક સંકડામણ, કરિયર ડાઉન જવાથે કે દિલ તુટવાના કારણે લીધો. એવું કહેવામાં આવે છે કે વર્ષ 2002 માં જ્યારે તેમણે ધર્મશાળામાં એક કાર્યક્રમ દરમિયાન દલાઈ લામા જોપ્પા રિપોંચને સાંભળ્યા ત્યારે તેના મનમા પણ સાધ્વી બનવાનો વિચાર્યું આવ્યો. જ્યારે તેણે આ ઈચ્છા દલાઈ લામાની સામે મૂકી ત્યારે તેણે કહ્યું, કેમ, તારે તારા બોયફ્રેન્ડ સાથે ઝઘડો થયો છે. મઠમાં રહેવાનો અર્થ એ નથી કે તમે કોઈનાથી ભાગેલા છો. આ પછી બરખાને બૌદ્ધ ધર્મ દર્શન સાતે જોડાવાની સલાહ આપવામાં આવી. આ સલાહનો હેતુ બરખાને એ સમજાવવાનો હતો કે તે આખરે કેમ નન બનવાનો રસ્તો કેમ પસંદ કરવા માંગે છે.
ફરી એકવાર બરખા કાઠમંડુના બૌદ્ધ મઠમાં પહોંચી

ત્યારબાદ બરખાએ પોતાની પ્રોડક્શન કંપની બનાવી અને તેના બેનર હેઠળ બે ફિલ્મો બનાવી. એક ‘સોચ લો’ (2010) અને બીજી ‘સુરખાબ’. 2012માં ફરી એકવાર બરખા કાઠમંડુના બૌદ્ધ મઠમાં પહોંચી, તેણીને ફરીથી તે જ પ્રશ્ન પૂછવામાં આવ્યો. તેના જવાબમાં બરખાએ કહ્યું કે તેની જગ્યાએ બધુ બરાબર ચાલી રહ્યું છે, તેમ છતાં લાગે છે કે કંઈક છૂટી રહ્યું છે. 4 નવેમ્બર, 2012 ના રોજ, બરખાએ સવારે 9 વાગ્યે સંન્યાસ લઈ લીધો.
ઝાયરા વસીમ

તમને જણાવી દઈએ કે લોકપ્રિય અભિનેતા આમિર ખાન સાથેની ફિલ્મોમાં કામ કરનારી અભિનેત્રી ઝાયરા વસીમે ગત વર્ષે જૂન મહિનામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાની વાત કહીને બધાને ચોંકાવી દીધા હતા. દંગલથી જોરદાર ડેબ્યૂ કરનારી ઝાયરાએ ફક્ત ત્રણ ફિલ્મોમાં કામ કર્યા બાદ બોલિવૂડને અલવિદા કહી દીધુ હતુ. તેમણે કહ્યું કે તેમને આ વ્યવસાયમાં ખુશી ન મળી કારણ કે તે તેનાથી તેના ધર્મના પાલન કરવામાં અડચણ અનુભવે છે.
મમતા કુલકર્ણી

90 ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી રહી ચૂકેલી અભિનેત્રી મમતા કુલકર્ણીએ સાધ્વી બનીને બધાને ચોંકાવી દીધાં હતા. 2013 માં, તેમણે તેમનું પુસ્તક ‘ઓટોબાયોગ્રાફી ઓફ એન યોગીની’ રિલિઝ કરી હતી. આ દરમિયાન મમતા કુલકર્ણીએ ફિલ્મ જગતને અલવિદા કહેવાનું કારણ જણાવતા કહ્યું હતું કે, કેટલાક લોકો વિશ્વના કાર્યો માટે જન્મે છે, જ્યારે કેટલાક ભગવાન માટે જન્મે છે. હું પણ ભગવાન માટે જન્મી છું.
અનુ અગ્રવાલ

1990 ની ફિલ્મ આશિકીએ અનુને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. બાદમાં બીજી ઘણી ફિલ્મોમાં જોવા મળી પણ ‘આશિકી’ જેવી લોકપ્રિયતા ન મળી. આ દરમિયાન 1999 માં થયેલા માર્ગ અકસ્માતથી અનુની જિંદગી બદલાઈ ગઈ. આ અકસ્માતથી તેણીની યાદશક્તિ ચાલી ગઈ હતી અને તે લકવાગ્રસ્ત થઈ ગઈ હતી. લગભગ 29 દિવસ કોમામાં રહીને જ્યારે અનુ ભાનમાં આવી તો તે પોતાની જાતને ભૂલી ગઈ હતી. યાદશક્તિ ગુમાવી દેનાર અનુ માટે આ પુનર્જન્મ જ હતો કેમ કે લગભગ 3 વર્ષ લાંબી સારવાર પછી તેની યાદશક્તિ પાછી આવી હતી. અનુએ તેની સફરને ‘Unusual: Memoir of a Girl Who Came Back from Dead’ નામની આત્મકથામાં શામેલ કરી છે. હવે ગ્લેમરની દુનિયાથી દૂર જતા અનુ ઝૂંપડપટ્ટીમાં જાય છે અને ગરીબ બાળકોને નિ: શુલ્ક યોગ શીખવે છે. 1996 પછી, આ ફિલ્મ દુનિયામાંથી ગાયબ થઈ ગયેલી અનુએ યોગ અને આધ્યાત્મિકતા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું.
સોફિયા હયાત

બિગ બોસ સિઝન 7 ની સ્પર્ધક અને મોડેલ સોફિયા પણ 2016 માં સાધવી બનીને ચર્ચામાં આવી હતી. તેણે કહ્યું કે તે રાતોરાત સાધ્વી નથી બની, પરંતુ સંબંધોમાં નિષ્ફળતા મળવાને કારણે તેણે આવું પગલું ભર્યું હતું. જો કે, લોકો તેને પબ્લિસિટી સ્ટંટ માનતા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "આ અભિનેત્રીઓને પસંદ ન આવી ફિ્લ્મી જગતની રંગીન દૂનિયા, બધુ છોડીને કોઈ બની ગઈ સાધ્વી તો કોઈ નન"
ટિપ્પણી પોસ્ટ કરો