આ પ્રકારના વાસણમાં ખાવાનું બનાવવાથી થાય છે જીવલેણ બીમારીઓ, આજથી જ બદલો આદત
આજની ભાગદોડવાળી જિંદગીમાં દરેક વ્યકિતે જેમ કંઈ પણ ખાઈ લે છે તેવી જ રીતે જે વાસણ હાથમાં આવે તેનો ઉપયોગ કરી લે છે. જો તમે પણ આવું કરો છો તો ચેતો. કારણ કે એલ્યુમિનિયમના વાસણમાં ખાવાનું બનાવવું એ જીવલેણ સાબિત થાય છે અને સાથે જ તમે ખોરાકની સાથે કેટેલીક ખાસ બીમારીઓને પણ અજાણતા આમંત્રણ આપી દો છો. સમગ્ર દુનિયામાં લગભગ 60 ટકા વાસણો એલ્યુમિનિયમથી બનાવવામાં આવે છે. તેનુ સૌથી મોટું કારણ એ છે કે, એક તો તે અન્ય ધાતુઓની સરખામણીમાં સસ્તા અને ટકાઉ હોય છે. સાથે જ ઉષ્માના સારા સુચાલક પણ હોય છે.
શું ખરાબ અસર થાય છે
એલ્યુમિનિયમના વાસણો ભલે સસ્તા પડતા હોય, પરંતુ તમારી હેલ્થ પર તેની ખરાબ અસર થાય છે. આ વાસણોમાં બનેલ ખોરાકના સેવનથી અંદાજે મનુષ્યના શરીરમાં રોજ 4 થી 5 મિલીગ્રામ એલ્યુમિનિયમ જાય છે. માનવ શરીર આટલા એલ્યુમિનિયમને શરીરની બહાર કરવામાં સમર્થ નથી હોતું. તમે ધ્યાન આપીને જોશો તો એલ્યુમિનિયમના વાસણોમાં બનેલ ભોજનનો રંગ થોડો બદલાઈ જાય છે.
સ્ટીલની ધાતુ કરતાં એલ્યુમિનિયમ ધાતુ નરમ હોય છે તેથી વાસણમાં ચમચો ફેરવતી વખતે એલ્યુમિનિયમ ઉખડે છે અને ખોરાકમાં ભળે છે. એલ્યુમિનિયમ ધાતુ મગજના કોષો પર માઠી અસર કરે છે. થાક લાગે, ખાવાની રુચિ ઘટે, ચક્કર આવે, વગર કારણે શ્રમ લાગે તેથી મગજના આગલા ભાગના કોષો વારાફરથી નાશ પામે છે. આવાં વાસણમાં ખાટા પદાર્થો રાંધવામાં આવે તો તેમાં થોડા પ્રમાણમાં જસત ઓગળે છે અને ખોરાકમાં ભળે છે.
આપણું જઠર જસતના આ જથ્થાનો યોગ્ય રીતે નિકાલ કરી શકતું નથી. વધારાનું જસત યકૃતમાં અને થાઇરોઇડ ગ્રંથિમાં તથા મગજના કોષોમાં એકઠું થાય છે અને જ્ઞાાનતંત્રની કાર્યવાહીને ખોરવે છે.
તેનાથી યાદશક્તિ નબળી પડે છે. ક્યારેક લકવાનો હુમલો થવાની શક્યતા રહે છે. બને ત્યાં સુધી એલ્યુમિનિયમનાં વાસણોમાં રાંધેલો ખોરાક ખાવાનું ટાળો.
બીમારીની સ્વાસ્થ્ય પર કેવી અસર થશે
સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર થાય છે. કેમ કે, એલ્યુમિનિયમ ખાવાની સાથે રિએક્શન કરે છે. ખાસ કરીને એસિડીક પદાર્થો જેમ કે ટામેટા. તે રિએકશન કરીને એલ્યુમિનિયમ આપણા શરીરમાં પહોંચી જાય છે. વર્ષો સુધી જો આપણે એલ્યુમિનિયમમાં ખોરાક પકવો છો, તો આ એલ્યુમિનિયમ આપણા માંસપેશીઓ, કિડની, લિવર અને હાડકામાં જમા થઈ જાય છે.
જેને કારણે અનેક ગંભીર બમીરીઓ ઘર કરી જાય છે. તેથી હંમેશા લોખંડ કે માટીના પાત્રોમાં જ ભોજન પકાવવુ જોઈએ. તે તમારા ભોજનની વધુ સ્વાદિષ્ટ અને તમારા સ્વાસ્થય માટે સારુ થઈ શકે છે.
થાય છે આવી ખાસ બીમારીઓ
નબળી યાદગીરી અને ડિપ્રેશન
મોઢામાં છાલા
દમ
એપેન્ડિક્સ
કિડનીનુ ફેલાઈ જવું
અલ્ઝાઈમર
આંખોમાં સમસ્યા
ડાયેરિયા
0 Response to "આ પ્રકારના વાસણમાં ખાવાનું બનાવવાથી થાય છે જીવલેણ બીમારીઓ, આજથી જ બદલો આદત"
ટિપ્પણી પોસ્ટ કરો