SBIની મદદથી ઝડપથી કરી લો આ કામ, નહીં તો 30 નવેમ્બર બાદ અટકી જશે તમારું પેન્શન
થોડા સમય પહેલાં પેન્શન લેનારી વ્યક્તિઓ માટે જાહેરાત કરવામાં આવી હતી કે તેઓએ પેન્શન મેળવવા માટે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાનું રહેશે, જો તેઓ આ ફોર્મ જમા નથી કરાવતા તો તેમનું પેન્શન રોકી દેવામાં આવશે. હવે આ કામ માટે છેલ્લી તારીખ 30 નવેમ્બર 2020 નક્કી કરાઈ છે. જો તમે પેન્શનર છો અને તમારું લાઈફ સર્ટિફિકેટ જમા નથી થયું તો તમારું પેન્શન આવવાનું બંધ થઈ જશે. પેન્શનધારકો માટે પેન્શન મેળવવા માટે નવેમ્બરમાં લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાનું જરૂરી છે. આ માટેની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે. જો તમે સમયસર આ ફોર્મ જમા નહીં કરો તો તમારું પેન્શન અટકી જશે. તમે SBIની મદદથી ઓનલાઈન ફોર્મ જમા કરી શકો છો.
SBIએ લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવા માટે ઓનલાઈન સુવિધા આપી છે. આ માટે બેંકે કહ્યું કે pensionseva.sbiની મદદ લઈ શકાય છે. આ સિવાય ઉમંગ એપની મદદ પણ લઈ શકાય છે. આધાર સેન્ટર અને કોમન સર્વિસ સેન્ટર માટે પણ લાઇફ સર્ટિફિકેટ જમા કરાવી શકાય છે.
જે પેન્શનર બેંક જઈ શકતા નથી તે મેજિસ્ટ્રેટની ઓફિસ કે ગેઝેટેડ ઓફિસરની સાઈન કરાવીને લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શકે છે. દરેક પેન્શન મેળવનારા કર્મચારીઓને 30 નવેમ્બર સુધીમાં લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાનું રહે છે.
SBIની સાઈટથી પણ કરી શકાશે લાઈફ સર્ટિફિકેટ જમા
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ https://ift.tt/2wwXCqX પર જાઓ અને તેમાં યૂઝર આઈડી બનાવીને લોગઈન કરો. સાઈટમાં તમારો પેન્શન એકાઉન્ટ નંબર અને બર્થ ડેટની સાથે બ્રાન્ચ કોડ પણ ભરો. હવે એકાઉન્ટમાં મેલ આઈડી લખો. અને પાસવર્ડ લખીને એકાઉન્ટ બનાવો.
હવે પેન્શન અને એકાઉન્ટ સાથેની તમામ સર્વિસ મળશે. રજિસ્ટ્રેશન બાદ પેન્શનરના ઈમેલ આઈડી પર મેલ આવશે. તેમામં એકાઉન્ટ વેરિફિકેશન માટે લિંક આવશે. તેની પર ક્લિક કરતાં ખાતું એક્ટિવ થશે. એકાઉન્ટ એક્ટિવ થાય ત્યારે પેન્શનરના મેલ આઈડી અને પાસવર્ડથી વેબસાઈટ પર લોગઈન કરી શકાય છે.
Umang એપથી કેવી રીતે જમા કરશો સર્ટિફિકેટ
UMANG App માં તમને Jeevan Pramaan service પર જાઓ.આ પછી મોબાઈલથી biometric device કનેક્ટ કરો.જીવન પ્રમાણ સર્વિસના આધારે General Life Certificate ના ટેબ પર ક્લિક કરો. હવે તમે Pension Authentication માં જાઓ. અહીં તમારો આધાર અને મોબાઈલ નંબર દેખાશે, બંને ચીજો સાચી છે તો generate OTP પર ક્લિક કરો. તમારા મોબાઈલ પર આવેલા OTP નંબરને એન્ટર કરો. અને સબમિટ કરો. હવે બાયોમેટ્રિક ડિવાઈસની મદદથી ફિંગરપ્રિન્ટ સ્કેન કરો. તે મેચ થતાંની સાથે જ Digital Life Certificate તૈયાર થશે. સર્ટિફિકેટ જોવા માટે View Certificate પર ક્લિક કરો. આધાર નંબરની મદદથી તેને જોઈ શકાશે.
0 Response to "SBIની મદદથી ઝડપથી કરી લો આ કામ, નહીં તો 30 નવેમ્બર બાદ અટકી જશે તમારું પેન્શન"
ટિપ્પણી પોસ્ટ કરો