રાજ્યના અનેક નાના ગામોએ અપનાવ્યુ સ્વૈચ્છીક લોકડાઉન, કોરોના સંક્રમણને રોકવા સહિયારો પ્રયાસ
રાજ્યનાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1,510 નવા કોરોનાના કેસ નોંધાયા છે અને 1,286 દર્દીઓ સારવાર લઇને સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1,82,473 દર્દીઓ કોરોનાને મ્હાત આપો ચૂક્યા છે. ગુજરાતમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર 91.05% છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 16 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 12, સુરતમાં 3 અને બોટદમાં 1 વ્યક્તિનું મોત થયું છે.
ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લાગુ
કોરોનાનો કહેર વધતા રાજ્ય સરકારે ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લાગુ કર્યો છે. આ ઉપરાંત કોરોનાનું સંક્રમણ કાબુમાં આવે તે હેતુથી વેપારીઓ અને લોકોને પણ પોતાની રીતે સ્વયંભૂ બંધનો નિર્ણય કરવા માટેની અપીલ કરવામાં આવી છે. ત્યારે ઉત્તર ગુજરાતના એક ગામમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે 5 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે. આ ગામમાં હાલ કોરોનાના 2 જ એકટીવ કેસ છે છતાં પણ તકેદારી અને ગામમાં લોકોની સુરક્ષાના ભાગ રૂપે ગામ લોકોએ સર્વસંમતિથી 5 દિવસના લોકડાઉનનો નિર્ણય કર્યો છે. ગામની આ પહેલના ઘણા લોકોએ વખાણ કર્યા છે.
ગામમાં 2 એક્ટીવ કેસ હોવા છતાં લોકડાઉનની જાહેરાત
ઉત્તર ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં આવેલું કોસીન્દ્રા ગામ હાલ ચર્ચામાં છે કોસીન્દ્રા ગામમાં સરકારી રેકોર્ડ અનુસાર કોરોનાના 5 કેસ નોંધાયા છે અને જેમાંથી 3 દર્દીઓ સારવાર લઇને સ્વસ્થ થયા છે અને 2 કેસ એક્ટીવ છે. છતા પણ તકેદારીના ભાગ રૂપે આ ગામે 5 દિવસ સ્વયંભૂ લોકડાઉન રાખવાનો નિર્ણય કર્યો છે. ગામમાં અત્યાર સુધીમાં 10 લોકો કોરોના સંક્રમિત થયા છે અને તેમાંથી 3 લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. હાલ કોસીન્દ્રા ગામમાં 2 કોરોનાના એક્ટીવ કેસ હોવા છતાં પણ ગામના લોકો દ્વારા 5 દિવસનું લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય સર્વસંમતિથી કરવામાં આવ્યો છે.
5 દિવસ માટે ગામની બજારો બંધ રહેશે
આ લોકડાઉનના કારણે 5 દિવસ માટે ગામની બજારો બંધ રહેશે અને માત્ર ઈમરજન્સી સેવા સાથે સંકડાયેલા લોકો જ દુકાન ખોલી શકશે. બીજી મહત્ત્વની વાત એ છે કે, કોસીન્દ્રા ગામમાં જે લોકો કોરોના સંક્રમિત થાય છે તે લોકો સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાના બદલે ખાનગી હોસ્પિટલનો સહારો લે છે. તો બીજી તરફ વાત કરીએ અમદાવાદની તો આજે એક જ દિવસમાં વધુ ૩૨૬ દર્દીઓ નોંધાયા છે, જ્યારે સારવાર દરમ્યાન નવ દર્દીઓના કરુણ મૃત્યુ થયા છે.
મૃત્યુઆંકફરી ઉંચકાતા લોકોમાં ચિંતાની લ્હેર પ્રસરી ગઈ છે. જ્યારે કોરોનાને હરાવીને સાજા થઈ ગયેલા લોકો ડિસ્ચાર્જ થયા છે. મ્યુનિ. હદમાં અત્યાર સુધીના કુલ દર્દીઓની સંખ્યા ૫૦૦૪૮ના આંકડાને આંબી ગઈ છે. તેમાંથી ૧૯૫૦ દર્દીઓએ તેમના જીવ ગુમાવ્યા છે. જ્યારે સાજા થઈ ગયેલા ૪૦૧૭૯ લોકો ડિસ્ચાર્જ થયા છે. જો કે એક્ટિવ કેસો ૨૮૧૫ નોંધાયા છે. જેમાંથી ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન, પશ્ચિમ ઝોનના ૧૩૬૦ અને પૂર્વ ઝોન, મધ્ય ઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોનના ૧૪૫૫ કેસો છે.
હોસ્પિટલમાં દાખલ કરવાની જવાબદારી 108ને સોપાઈ
બીજી તરફ નવા દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવાની સત્તા એસવીપી પાસેથી લઈને 108ને સોંપી દેવાતા લોકોને હાલાકી પડવાનું ચાલુ થયું છે. કદાચ બહારગામ તો નહીં લઈ જાય ને ? તે બીકે લોકો ફોન કરતા સંકોચ અનુભવે છે. નવા દર્દીને હૉસ્પિટલમાં દાખલ થવા માટે અગાઉ હેલ્પ ડેસ્ક શરૂ કરાયા હતા, તે પણ હાલ નથી. ઝોનના ડે. હેલ્થ ઓફિસર પણ મદદરૂપ થઈ શકતા નથી. આ સંજોગોમાં દર્દીની અને તેમના કુટુંબીજનોની ચિંતામાં વધુ વધારો થયો છે. તો બીજી તરફ મોડાસાના ફરેડી ગામમા પણ બે દિવસનુ સ્વયંભૂ લોકડાઉન રાખવાનો નિર્ણય કરાયો છે. ગ્રામજનો અને વેપારીઓએ બે દિવસ દુકાનો બંધ રાખવા નિર્ણય લીધો છે. કોરોનાનું સંક્રમણ વધતા બે દિવસ માટે પડાશે સજ્જડ બંધ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "રાજ્યના અનેક નાના ગામોએ અપનાવ્યુ સ્વૈચ્છીક લોકડાઉન, કોરોના સંક્રમણને રોકવા સહિયારો પ્રયાસ"
ટિપ્પણી પોસ્ટ કરો