હોમમેડ શેમ્પૂની મદદથી કરો વાળની કેર

બજારમાં મળતા કેમિકલ યુક્ત શેમ્પૂનો ઉપયોગ ટાળીને એક વખત ઘરે બનાવેલું આ શેમ્પૂથી તમારા વાળ ધોઇને જુઓ. ખરતા વાળની સમસ્યા હોય કે પછી વાળની લંબાઇ વધારવી હોય તેને જાડા અને ઘટાદાર બનાવવા હોય તમામ સમસ્યાનું સમાધાન મળી જશે. સતત થોડા સમય સુધી આ શેમ્પૂનો ઉપયોગ કર્યા બાદ તમે પણ બહારના શેમ્પૂ વાપરવાનું ચોક્કસથી ટાળશો. જો કે આ શેમ્પૂ ઘરે બનાવવાનું પણ ખૂબ સરળ છે. આ સાથે તેમાં નેચરલ વસ્તુઓનો ઉપયોગ હોવાથી તેની કોઈ સાઈડ ઈફેક્ટ પણ થતી નથી. તો જાણો કેવી રીતે બને છે આ ખાસ શેમ્પૂ.

image soucre

દિવાળીને હવે 15 દિવસનો સમય બાકી છે. ત્યારે ઘરની સાફ સફાઇની સાથે સાથે તમારી બ્યૂટીની કાળજી પણ મહત્વની બની જાય છે. આ વખતે ભલે દિવાળીમાં તમારે બહુ બધાને ભેગા ન થવાનું હોય પણ તહેવાર તો તહેવાર છે તે માટે સજવું ધજવું જરૂરી છે. પણ આ વખતે કંઇક પ્રાકૃતિક રીતે કેમિકલ રહિત બ્યૂટી ટ્રિટમેન્ટ્સ કરવી હોય તે માટે અમે આપની માટે ખાસ ટિપ્સ લઇને આવ્યાં છીએ. જેમાં તમે તમારા વાળ માટે ઘરે શેમ્પૂ બનાવી શકશો અને આ કેમિકલ રહિત શેમ્પૂનાં ઉપયોગથી લાંબા કાળા ઘટાદાર વાળ મેળવી શકશો.

image soucre

ઘણી વખત આપણે લાંબા કાળા ઘટાદાર વાળ મેળવવા માટે ટીવીમાં બતાવવામાં આવતી એડવર્ટાઇઝમેન્ટથી અંજાઇ જઇએ છીએ અને મોંધાદાટ કેમિકલ યુક્ત શેમ્પૂનો ઉપયોગ કરવા લાગીએ છીએ. તેનાંથી લાંબા ગાળે વાળ ખરવા લાગે છે તેની નેચરલ ચમક ઉતરી જાય છે અને તે પાતળા થવા લાગે છે. ત્યારે આ સમસ્યાનું કોઇ નિશ્ચિત સમાધાન તો શોધવું જ રહ્યું. અમે આજે આપની માટે ઘરનું બનાવેલાં શેમ્પૂની ટ્રિક લઇને આવ્યાં છીએ. આ શેમ્પૂથી તમારા વાળ નિયમિત અઠવાડિયામાં બે વખત ધોઇ જુઓ. તમારી ખરતા વાળની સમસ્યા હોય કે પછી વાળની લંબાઇ વધારવી હોય તેને જાડા અને ધટાદાર બનાવવા હોય તમામ સમસ્યાનું સમાધાન મળી જશે.

શેમ્પૂ બનાવવાની રીત

image source

શેમ્પૂ બનાવવા માટે મેથી દાણા અને મીઠા લીમડાની જરૂર પડશે. એક વાટકામાં અડધા ગ્લાસ જેટલું આરોનું પાણી લો. તેમાં મેથી દાણાનો પાવડર બે ચમચી અને લીમડાનાં પાનનાં ટુકડાં થોડા મિક્સ કરો અને તેને ખુબ જ ઉકાળો પાણી શેમ્પૂની કોન્ટીટી જેટલું ઉકળે ત્યાં સુધી તેને ગરમ કરો. આ લિક્વિડ શેમ્પૂ જેવું જ થઇ જશે. તે ઠંડુ પડે એટલે તેમાં બેબી શેમ્પૂ (જે સૌથી માઇલ્ડ શેમ્પૂ હોય ) તે થોડું ઉમેરો અને બાદમાં તમારા વાળ ધોઇ લો. આપને કોઇ જ કન્ડિશનરની પણ જરૂર નહીં પડે.

image source

હંમેશાં તેલવાળુ માથુ જ ધોવાની ટેવ પાડો. કોરાવાળ ધોવાથી વધુ બરછટ થઇ જાય છે તેથી જો તેલ ન નાખ્યું હોય અને માથુ ધોવાનું આવે તો માથુ ધોવાનાં 30 મિનિટ પહેલાં વાળમાં થોડુ તેલ લગાવી લો. આ શેમ્પૂ દર વખતે તાજુ બનાવવું. તેને સ્ટોર કરી ન રાખવું. જે દિવસે માથુ ધોવાનું હોય તેનાં બે કલાક પહેલાં બનાવી લેવું એટલે એકદમ ઠંડુ થઇ જાય ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો. આ શેમ્પૂનાં નિયમિત ઉપયોગથી આપનાં વાળ ખુબજ સિલ્કી શાઇની અને ઘટ થઇ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "હોમમેડ શેમ્પૂની મદદથી કરો વાળની કેર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel