આ રીતે ગુલાબની પાંખડીઓમાંથી ઘરે જ સરળ રીતે બનાવી લો Lip balm

શિયાળાની શરૂઆત થઇ ગઇ છે અને સાથે જ હોઠ ફાટવાની તકલીફ પણ વધી જાય છે. આ માટે અનેક મહિલાઓ શિયાળાના સમયે બજારમાંથી મોંઘા બ્યૂટી પ્રોડક્ટ અને લીપ બામ ખરીદી છે. વળી આ લીપ બામની કિંમત 30 થી 200 અને 300 રૂપિયા જેવી હોય છે. વળી તેમાં ફેલેવર વાળા લીપ બામ લોકોમાં વધુ લોકપ્રિય હોય છે. ત્યારે જો તમે આ કોરોના કાળમાં પૈસા બચાવીને ઘરે જ બનાવેલા નેચરલ લીપ બાપને બનાવાનું વિચારી રહ્યા છો તો આ લેખ તમારા કામનો છે.

image source

આજે અમે તમને ઘરે નેચરલ પ્રોડક્ટનો યુઝ કરીને કેવી રીતે સસ્તો, સરળ અને ઝડપથી લીપ બામ બનાવી શકાય છે. તેની આખી વિધિ તમને જણાવવા જઇ રહ્યા છે. વળી તેને બનાવવા માટે અનેક ઘરમાં ઉપયોગમાં આવતી વસ્તુઓ જ ઉપયોગ કરવાનો છે. આ ગુલાબથી બનતા લીપ બામથી તમામ લિપ્સને લાલશ પણ મળશે અને તમારા હોઠ સુવાંળા પણ બનશે. અને શિયાળામાં હોઠ ફાટવાની મુશ્કેલી તમને નહીં થાય. તો વાંચો આ બનાવાની વિધિ.

2 વસ્તુથી ઘરે બનાવો શુદ્ધ લિપબામ

image source

આ લીપ બામ ઘરે બનાવવા માટે તમારે બે વસ્તુઓની જરૂર પડશે એક તો ગુલાબ અને બીજું વેસેલીન. તમે કોઇ પણ કંપનીનું વેસેલીન લઇ શકો છો. અને વેસેલીન ન પણ હોય તો ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. ગુલાબના કારણે તમારા લીપ્સને લાલી મળશે અને ઘી કે વેસેલીનના ઉપયોગથી તમારા લિપ્સ સુવાંળા બનશે. વળી ગુલાબની સુંગધના કારણે તમને બજારના લીપ બામની જેમ ફ્લેવર લીપ બામની રંગત પણ મળશે.

આ રીતે બનાવવાની કરો શરૂઆત

image source

આ માટે સૌથી પહેલા 5 મોટા ગુલાબના ફૂલની પત્તીઓ નીકાળીને અલગ કરો. પછી આ ગુલાબની પાંખડીને ખલદસ્તાથી સારી રીતે ક્રશ કરો. અને જેનો જે જ્યૂસ નીકળે તેને ગરણીથી ગાળી લો. હવે આ રસને વઘરાની વાટકીમાં મૂકો. અને 2 ચમચી રસ હોય તો એક ચમચી વેસેલાઇન કે ધીના માપ મુજબ મિશ્રણ તૈયાર કરો. પછી ધીમા તાપે આ મિશ્રણને ગેસ પર ગરમ થવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો. જ્યારે મિશ્રણ થોડું ઘટ્ટ થાય અને પાણી બળી જાય તો ગેસ બંઘ કરો. હવે આ મિશ્રણને 10 મિનિટ ઠંડું થવા દો. અને પછી તેને કોઇ પણ કાચની નાની શીશી કે પ્લાસ્ટિકની બોટલમાં ભરી લો. અને મિશ્રણ એક દમ ઠંડું થાય તો તેને 24 કલાકમાં ફ્રીઝમાં મૂકી દો.

image source

અને બસ તમારો નેચરલ વસ્તુઓથી ઘરે બનાવેલા લિપબામ તૈયાર. આ લિપબામને તમે ક્યારેય પણ લગાવી શકો છો. તે તમારા લિસ્પને લાલાશ પણ આપશે. જો કે આ પ્રોડક્ટ વધુ માત્રા બનાવવા કરતા 1 સપ્તાહ માટે બનાવીને દર વખતે ફ્રેશ બનાવવો તે વધુ લાભકારી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "આ રીતે ગુલાબની પાંખડીઓમાંથી ઘરે જ સરળ રીતે બનાવી લો Lip balm"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel