જો શિયાળામાં હાથ-પગ ઠંડા પડી જાય અને ધ્રૂજારી ચડે તો હોઈ શકે છે આ મોટી તકલીફ, જાણો અને તરત જ કરો આ રીતે ઉપચાર
શિયાળાની ઋતુમાં વાતાવરણનું તાપમાન નીચું થઈ જવાના લીધે ઠંડી લાગવી સામાન્ય બાબત છે પણ જો આપના હાથ- પગ ઠંડા પડવા
લાગે છે અને ધ્રુજવાના શરુ થાય છે અને વ્યક્તિને ચક્કર આવવા લાગે છે તો તે વ્યક્તિને હાઈપોથર્મિયા (શરીરનું તાપમાન હંમેશા સામાન્ય

જો હાઈપોથર્મિયાની સારવાર સમયસર કરવામાં નથીં આવતી તો વ્યક્તિને જીવનું જોખમ વધી જાય છે. શિયાળાની ઋતુમાં ઓછા કપડા પહેરીને જયારે બાઈક ચલાવવામાં આવે છે ત્યારે ઠંડો પવન લાગી જવાથી અને ઠંડા પાણીમાં કામ કરવાથી કે પછી ઠંડા પાણીમાં સ્નાન કરવાથી પણ હાઈપોથર્મિયાનું જોખમ વધી જાય છે.
-હાઈપોથર્મિયાના લક્ષણો.
-નાના બાળકો અને વૃદ્ધોને હાઈપોથર્મિયાનો જોખમ વધારે રહે છે.
-સમયસર હાઈપોથર્મિયાની સારવાર નથી કરવામાં આવતી તો વ્યક્તિને જીવનું જોખમ રહી શકે છે.

જયારે વ્યક્તિના શરીરનું તાપમાન ૯૫ ડીગ્રી કરતા ઘટી જાય છે કે પછી શરીરની ગરમી ઉત્પન્ન કરવાની ક્ષમતા ઘટી જાય છે તો વ્યક્તિની
આવી સ્થિતિને હાઈપોથર્મિયા થયો હોય છે. શિયાળાની ઋતુમાં વૃદ્ધ વ્યક્તિઓ અને નવજાત બાળકોમાં હાઈપોથર્મિયા થવાનું જોખમ ઘણું વધી જાય છે. હાઈપોથર્મિયા બીમારીના લીધે વ્યક્તિના હાથ- પગ અચાનક ઠંડા પડવા લાગે છે અને હાથ- પગ કામ કરવાનું બંધ કરી દે છે ઉપરાંત પેટમાં પણ દુઃખાવો થવા લાગે છે.
હાઈપોથર્મિયાના લક્ષણો:

-વ્યક્તિને સામાન્ય કરતા વધારે ઠંડી લાગે છે અને શરીર ધ્રુજવા લાગે છે.
-હાથ- પગ ઠંડા પડવા લાગે છે.
-બોલવામાં મુશ્કેલી આવવી અને વ્યક્તિનું શરીર અચેત થવા લાગવું.
-ચાલતા ચાલતા કે પછી કામ કરતા અચાનક પડી જવું.
-જરૂર કરતા વધુ ઊંઘ આવવી.
-હાથ અને પગ અકડાઈ જવા.
-દિમાગનું શરીર પર નું નિયંત્રણ ગુમાવતા જવું.
-જો વ્યક્તિના શરીરનું તાપમાન ૯૫ ફેરનહીટ કરતા ઘટી જવું.
હાઈપોથર્મિયાની બીમારીમાં આ રીતે રાહત મેળવો.

હાઈપોથર્મિયાના દર્દીએ સૌપ્રથમ પોતાના શરીરને ગરમ કપડાની મદદથી ઢાંકીને રાખવું જોઈએ અને આપે કોઈ ગરમ રૂમમાં કે પછી ગરમ સ્થાને સુવું જોઈએ. જો આપના કપડા પલળી ગયા હોય તો આપે તાત્કાલિક કપડા બદલી લેવા જોઈએ. ત્યાર પછી તરત ડોક્ટરની પાસે તપાસ કરાવી લેવી જોઈએ. આવી પરિસ્થિતિમાં સીધી જ ગરમી આપવી હાઈપોથર્મિયાના દર્દી માટે કેટલીકવાર ખતરનાક સાબિત થઈ શકે છે. એટલા માટે આપે દર્દીને સીધી જ આગની પાસે કે પછી હીટરની નજીક રાખવા જોઈએ નહી. હાઈપોથર્મિયાના દર્દીએ ડોક્ટરની સલાહ વિના અન્ય કોઈ મેડીકલ સ્ટોર માંથી દવાઓ લઈને લેવી જોઈએ નહી, આમ કરવું આપના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે.
કેવી રીતે હાઈપોથર્મિયાથી પોતાનો બચાવ કરવો.

શિયાળાની ઋતુમાં વાતાવરણ ઠંડું થઈ જાય છે જે શરીરને અનુકુળ હોતું નથી જેના લીધે શરીરને ગરમીની જરૂરિયાત પડે છે. આવા જ
કારણોના લીધે શિયાળાની ઋતુમાં ગરમ કપડા પહેરવા જરૂરી છે. આપ જયારે ઘર માંથી બહાર જાવ છો તો આપે ત્યારે પેટ ભરેલું જ રાખવું. કેમ કે, ખાલી પેટ હાઈપોથર્મિયા થવાનું જોખમ ઘણું વધી જાય છે. જો શિયાળાની ઋતુમાં ખુબ જ ઠંડી પડવા લાગે છે તો આપે ઘરમાં જ રહેવું જોઈએ અને બ્લેન્કેટ કે પછી રજાઈને ઓઢીને રાખવી જોઈએ. ઉપરાંત બને ત્યાં સુધી ગરમ કપડા પહેરી રાખવા જોઈએ. શરીરને માથાથી ગરમી પ્રાપ્ત થાય છે એટલા માટે આપે માથાને ઢાંકીને રાખવું જોઈએ. જો આપના ઘરમાં નવજાત બાળક છે તો આપે રૂમનું તાપમાન જાળવી રાખવા માટે હીટરનો ઉપયોગ કરવો જોઈએ. જેથી કરીને રૂમનું તાપમાન સામાન્ય રહે. આ ઉપરાંત આપે ધ્યાન રાખવું જોઈએ કે, આપે ઠંડી હવામાં બાઈક પર જવું જોઈએ નહી કે પછી શરીરને વ્યવસ્થિત રીતે ગરમાવો મળે તેના માટે ગરમ કપડા પહેરીને જ બહાર જવું જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "જો શિયાળામાં હાથ-પગ ઠંડા પડી જાય અને ધ્રૂજારી ચડે તો હોઈ શકે છે આ મોટી તકલીફ, જાણો અને તરત જ કરો આ રીતે ઉપચાર"
ટિપ્પણી પોસ્ટ કરો