ટૈરો રાશિફળ : વૃષભ રાશિના લોકો પ્રેમમાં થશે સફળ, ધન રાશિના લોકો રહે સતર્ક
ટૈરો રાશિફળ : વૃષભ રાશિના લોકો પ્રેમમાં થશે સફળ, ધન રાશિના લોકો રહે સતર્ક
મેષ
મહિલાનો પૂરો સહયોગ મળશે. આધ્યાત્મિક રીતે આગળ વધશો. માનસિક સંતોષ મળશે. ઇચ્છાશક્તિની મદદથી અનુકૂળ સ્થિતિ મળવશો. શરીરમાં પરિવર્તન એ ચિંતાનું કારણ બની શકે છે. અનિચ્છનીય હોવા છતાં પોતાના લક્ષ્યથી દૂર ભાગવું નહીં. ગંભીરતા અને મનથી કાર્ય પ્રત્યે સમર્પણ અન્ય લોકો માટે એક ઉદાહરણ બેસાડી શકે છે. શિવ તાંડવ સ્તોત્ર વાંચો.
વૃષભ
પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરશે પારિવારિક સુખ મળશે. તમને આજે નાની નાની વાતમાંથી પણ મોટી સમસ્યાના મળી શકે છે ઉપાય. અત્યાર સુધીની શીખેલી વાતોમાંથી મનની શાંતિ મેળવશો. જીવન પ્રત્યે સકારાત્મક વલણ રાખો. બધી વસ્તુઓ તમારા મન મુજબ કરવાના આગ્રહથી કામ પર અસર થઈ શકે છે. આળસને પ્રબળ ન થવા દો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જાપ કરો.
મિથુન
તમે મુશ્કેલીઓનો સામનો કરી શકો છો. પૈસા ક્યાંક અટકી શકે છે. મનમાં ચિંતા ન રાખો. તમારા અનુકૂળ સમયને કારણે તમને સફળતા મળશે. સંપત્તિ લાભની પ્રબળ સંભાવના છે. પ્રગતિકારક તક મળશે. પ્રેમ પ્રસંગમાં આગળ વધી શકો છો. મનોરંજન માટે સમય પ્રાપ્ત થશે. કોર્ટના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. વેપાર અને નોકરી માટે સમય અનુકૂળ રહેશે. સફેદ વસ્તુઓનું દાન કરો.
કર્ક
જીવનમાં ગતિ આવશે. બહાર નીકળવાનો કે ફરવાનો દિવસ હોઈ શકે છે. તમને માનસિક સુખ મળશે. કાર્યસ્થળ પર સ્થિતિ સુધરશે. યોજના ફળદાયી રહેશે. મિત્રો અને સબંધીઓનું સમર્થન મેળવી શકો છો. સામાજિક પ્રતિષ્ઠા વધશે અને શત્રુઓનો પરાજય થશે. ધંધો સારો રહેશે. આ દિવસે તમામ કાર્યો કરવામાં અનુકુળતા આવશે. ભગવાન શિવને ચંદન અર્પણ કરો.
સિંહ
જીવનની નવી શરૂઆત માટે આ સારો સમય છે. જેના વિશે તમે લાંબા સમયથી વિચારી રહ્યા તે કરવાનો હવે સમય આવી ગયો છે. આધ્યાત્મિકતામાં રસ વધશે. તમને સત્સંગનો લાભ મળશે. કાનૂની અડચણો દૂર થશે અને પરિસ્થિતિ તમને અનુકૂળ રહેશે. આવકમાં વધારો થશે. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. આજનો દિવસ સુખેથી પસાર કરશો. શિવ ચાલીસા વાંચો.
કન્યા
માનસિક શાંતિ બની રહે તે વાતની તકેદારી રાખો. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. આજે તમારા માટે તણાવપૂર્ણ વાતાવરણ રહેશે. વ્યર્થ ખર્ચને કાબૂમાં રાખો અને ગેરસમજને ટાળો. નાણાની લેતીદેતીમાં ઉતાવળ ન કરવી. વાણીમાં હળવા શબ્દોનો ઉપયોગ કરવાથી સમસ્યાઓ દૂર થઈ શકે છે. કામ ધીમું થઈ શકે છે. પૈસા પરત મેળવવામાં સરળતા રહેશે. સાંજના સમયે તુલસીમાં દીવો પ્રગટાવો.
તુલા
કોઈ વાતને લીધે ઉદાસીન થઈ શકો છો. આજે તમે વધુ સંવેદનશીલ રહેશો. અચાનક સંપત્તિ સંબંધિત સારા સમાચાર મળશે, મુસાફરી ફાયદાકારક રહેશે અને નવી નોકરીની તક મળશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વિરોધીઓ આગળ નીકળી જશે અને તમારું કામ અટકશે. વ્યસ્તતાને કારણે સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.
વૃશ્ચિક
જીવનમાં સંતુલનનો અભાવ રહેશે. માનસિક તાણ વધી શકે છે. સંતુલન જાળવવાની જરૂર છે. બીજાના કામમાં દખલ ન કરો. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. નવા સંપર્કો બનશે અને વિવાદ ટાળવાનો પ્રયત્ન કરશે. સારા સમાચાર પ્રાપ્ત થશે. ધંધામાં લાભ થશે. શિવલિંગને જળ ચઢાવો.
ધન
આ દિવસે તમે છેતરાઈ શકો છો. કોઈ અકસ્માતથી સાવધાન રહો. સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું મહત્વપૂર્ણ છે. ઉપહારો પ્રાપ્ત થઈ શકે છે. તમને માન મળશે અને રોજગારીમાં વધારો થશે. બઢતીના પ્રયત્નો સફળ થશે. આ દિવસે મનમાં ઉત્સાહ રહેશે. કોઈ પણ કામમાં ઉતાવળ કરવી નહીં. નારાયણ કવચ વાંચો.
મકર
ભાવિ યોજનાઓ તમારા માટે સફળ રહેશે. જો તમે જીવનમાં આગળ વધવા માંગતા હોય, તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે. સામાજિક કાર્ય કરવાની પ્રેરણા મળશે. મહેનતનું ફળ પ્રાપ્ત થશે. ઉત્સાહ અને ખુશીથી કામ કરી શકશો. વ્યસ્તતાને કારણે થાક લાગી શકે છે. ધંધો સારો રહેશે. લાભના યોગ છે. ગરીબ બાળકોને પુસ્તકોનું દાન કરો.
કુંભ
ખૂબ જ મહેનત કરી રહ્યા છો પરંતુ પરિણામ સુધી પહોંચવામાં સક્ષમ નથી. આ ક્ષણે તમે તમારી જાતને દિશાહીન અનુભવશો. રચનાત્મક કાર્ય સફળ થશે. તમને સ્વાદિષ્ટ વાનગીઓનો લાભ મળશે. નોકરીમાં નવા કામ કરી શકશો. તમે થાક અનુભવી શકો છો. તમારો વ્યવસાય સારો રહેશે અને તમારું મન શાંત રહેશે. શિવ પરિવારની પૂજા કરો.
મીન
આજે પરિવાર સાથે સારો સમય વિતાવશો. જૂના સંબંધોને તાજા કરવાની તક મળશે. મનમાં આનંદ થશે. ભાષામાં હળવા શબ્દોનો ઉપયોગ કરવાનું રાખો. આવશ્યક વસ્તુ સમયસર ઉપલબ્ધ ન હોય તો પણ મન શાંત રાખો. નોકરીમાં સમય સારો રહેશે. આવકમાં અનિશ્ચિતતા રહેશે. ઘરમાં કપૂરનો ધૂપ કરો.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "ટૈરો રાશિફળ : વૃષભ રાશિના લોકો પ્રેમમાં થશે સફળ, ધન રાશિના લોકો રહે સતર્ક"
ટિપ્પણી પોસ્ટ કરો