જાણો કેન્સરથી લઈને હ્યદય રોગ સામે કેવી રીતે રક્ષણ આપે છે મગફળી, ફાયદા જાણીને બદામ ખાવાનું ભૂલી જશો

શિયાળાની ઋતુ આવતા જ લોકો વિવિધ પ્રકારના વ્યંજનો ઘરમાં બનાવતા હોય છે. શિયાળામાં લોકોની રોગ પ્રતિકારણ શક્તિ સારી રહે છે અને ખાધેલુ સહેલાઈથી પચી પણ જાય છે. એટલે જ શિયાળાની ઋતુને ખાવા-પીવાની ઋતુ માનવામાં આવે છે. આ સિઝનમાં લોકો તલના લાડુ, તલ અને મગફળીની ચિક્કિ, ખજૂરપાક, અડદિયા જેવી વસ્તુઓ વધારે પ્રમાણમાં ખાય છે.

image source

આ ઋતુમાં એક વસ્તુ છે જેને લોકો ખૂબ મજાથી ખાય છે અને તે છે મગફળી. મગફળીને સૌરાષ્ટ્રમાં માંડવી પણ કહેવામાં આવે છે. મગફળીમાં તે તમામ પોષક તત્ત્વ મળી આવે છે જે બદામમાં હોય છે. એટલા માટે તેને સસ્તી બદામ પણ કહેવામાં આવે છે. મગફળીમાં સ્વાસ્થ્યનો ખજાનો છુપાયેલો હોય છે. તો ચાલો જાણીએ શિયાળામાં મગફળી શા માટે ખાવી જોઈએ.

વજનને કંટ્રોલ કરે છે

image source

મગફળીમાં રહેલ તત્વ પેટથી સંકળાયેલી સમસ્યાઓમાં રાહત આપવાના કામ કરે છે. એના નિયમિત સેવનથી કબ્જિયાતની સમસ્યા દૂર થઈ જાય છે. મગફળી વજન ઓછું કરવામાં ખૂબ જ સહાયરૂપ થાય છે. મગફળી ખાધા બાદ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જેના કારણે તમે વધુ ખાઇ શકતાં નથી. જેથી તમને વજન ઘટાડવામાં સરળતા રહે છે.

image source

મગફળી ખાવાથી શરીરને તાકત મળે છે. આ સિવાય આ પાચન ક્રિયાને પણ સારું રાખવામાં મદદગાર છે.

પ્રોટીનનો ખજાનો

image source

મગફળીમાં સારી માત્રામાં પ્રોટીન હોય છે જે શારીરિક વૃદ્ધિ માટે ખૂબ જ જરૂરી છે. જો તમે કોઇ પણ કારણથી દૂધ નથી પીતા તો મગફળીનું સેવન એક ઉત્તમ વિકલ્પ છે.

કેન્સરથી બચાવે છે

image source

મગફળીમાં વધારે પ્રમાણમાં ફાઇટોસ્ટેરૉલ રહેલું હોય છે, જેને બીટા-સીટોસ્ટેરોલ કહેવાય છે. આ ફાઇટોસ્ટેરૉલ કેન્સરથી સુરક્ષિત રાખવામાં અસરકારક સાબિત થાય છે. યૂએસમાં કરવામાં આવેલી એક સ્ટડીના રિપોર્ટ અનુસાર, જે મહિલાઓ અને પુરુષ ઓછામાં ઓછા અઠવાડિયામાં 2 વાર મગફળીનું સેવન કરે છે તેવી મહિલાઓમાં કોલોન કેન્સર થવાનું જોખમ 58 ટકા અને પુરુષોમાં 27 ટકા ઓછું થાય છે.

હૃદયની બીમારી સામે રક્ષણ આપે છે

image source

પલાળેલી મગફળી બ્લડ સરક્યુલેશન કન્ટ્રોલ કરીને શરીરને હાર્ટ એટેક તેમજ અન્ય હાર્ટ પ્રોબ્લમથી બચાવે છે. તેથી દિલનું સ્વાસ્થય સારું રાખવા માટે મગફળી ખાવું લાભકારી છે. મગફળી એન્ટી‌-ઑક્સીડેન્ટ્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. આ એટેક અને હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ ઓછું કરે છે. મગફળીમાં રહેલ ટ્રિપ્ટોફૈન ડિપ્રેશનની સમસ્યાને પણ દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

બેડ કૉલેસ્ટ્રોલ ઘટાડે છે

મગફળીમાં ભરપૂર પ્રમાણમાં મોનોસૈચ્યુરેટેડ અને પૉલીઅનસૈચ્યુરેટેડ ફેટ્સ હોય છે. મગફળીમાં મળી આવતા ઓલેક એસિડ બ્લડમાં બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને ગુડ કૉલેસ્ટ્રોલના લેવલને વધારે છે. આ શરીરમાં કૉલેસ્ટ્રોલના સ્તરને બેલેન્સ પણ કરે છે અને આ સાથે જ કોરોનરી આર્ટરી ડિસીઝથી શરીરને સુરક્ષિત રાખે છે.

ફર્ટિલિટી માટે ખુબ જ મદદરૂપ

image source

ગર્ભવતી મહિલાઓને મગફળી ખાવાથી ખૂબ લાભકારી રહે છે. આથી ગર્ભમાં રહેતું બાળકનો વિકાસ સારી રીતે થાય છે. આ ઉપરાંત ઓમેગા 6 થી ભરપૂર મગફળી ત્વચાને કોમળ અને મન બનાવી રાખે છે.

મગફળીમાં ભારે પ્રમાણમાં ફોલિક એસિડ રહેલો હોય છે, જે મહિલાઓમાં ફર્ટિલિટીને મજબૂત બનાવે છે. આ ગર્ભમાં વિકસતાં બાળકના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. જો તમે પ્રેગનેન્સીના શરૂઆતના દિવસોમાં છો તો આજથી જ મગફળી ખાવાની શરૂઆત કરી દો. તેનાથી બાળકનું સ્વાસ્થ્ય સારું બની રહેશે. મગફળીનાં સેવનથી થનાર બાળકમાં અસ્થમા થવાનું જોખમ પણ ઓછું થઇ જાય છે.

ડાયાબિટીસ સામે લડવામાં મદદ રૂપ

image source

મગફળીમાં મેગેનીઝની સાથે-સાથે મિનરલ્સ પણ મળી આવે છે. આ મિનરલ્સ ફેટ, કાર્બોહાઇડ્રેટ, મેટાબૉલિઝ્મ, કેલ્શિયમ, અબ્સૉર્પ્શન અને બ્લડ શુગરને રેગ્યુલેટ કરે છે. કેટલાય સ્ટડી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મગફળીનું સેવન કરવાથી ડાયાબિટીસનું જોખમ 21 ટકા સુધી ઘટી જાય છે. જો તમને ડાયાબિટીસ છે તો પોતાના ડૉક્ટરની સલાહ લઇને મગફળી ખાઇ શકો છો.

ઇમ્યૂનિટી મજબૂત બનાવે છે

મગફળીમાં વિટામિન C પણ મળી આવે છે, જે શિયાળામાં થતી શરદી અને ખાંસી જેવી સમસ્યાઓથી બચાવે છે. દરરોજ મગફળી ખાવાથી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત રહે છે અને શરીરની અંદરથી એનર્જી મળે છે.

ચહેરા પર ચમક આવે છે

image source

મગફળીમાં કેલ્શિયમ અને વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે એના સેવનથી હાડકાઓ મજબૂત બને છે.
આ ઉપરાંત મગફળી સ્વાસ્થ્યની સાથે-સાથે સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. મગફળીમાં રહેલ મોનોસૈચ્યુરેટેડ એસિડ સ્કિનને હાઇડ્રેટ રાખવાની સાથે-સાથે સ્કિનમાં ગ્લો પણ લાવે છે.

મગફળી પલાળીને ખાઓ

image source

જો તમે જીમમાં જાઓ છો, તો રોજ સવારે મગફળી પલાળીને ખાઓ. કેમ કે જીમ ગયા બાદ શરીરને પ્રોટીન અને કેલ્શિયમની જરૂર હોય છે. તેનાથી મસલ્સ ટોન્ડ થાય છે. તેમાં ઓમેગા 6 ફેટી એસિડ હોય છે. તે સ્કીનના સેલ્સ માટે બહુ જ ફાયદાકારક હોય છે. તેનાથી રંગ ગોરો થાય છે. સ્કીનની ચમક વધે છે. પોટેશિયમ, મેગેનીઝ, કોપર, કેલ્શિયમ, આયર્ન, સેલેનિયમના ગુણોથી ભરપૂર મગફળીને પલાળીને સવારે ખાલી પેટ ખાવાથી ગેસ અને એસિડિટીની તકલીફ દૂર થાય છે.

0 Response to "જાણો કેન્સરથી લઈને હ્યદય રોગ સામે કેવી રીતે રક્ષણ આપે છે મગફળી, ફાયદા જાણીને બદામ ખાવાનું ભૂલી જશો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel