તમારું રેશન કાર્ડ તો રદ નથી થયું ને? કારણ કે હાલમાં નિર્ણય લઈને સરકારે રદ કરી નાંખ્યા 4.39 કરોડ રેશન કાર્ડ

રેશનકાર્ડને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અને આ સાંભળીને લોકોમાં ફફટાડ મચી ગયો છે. કારણ કે સરકારે હાલમાં 4.39 કરોડ રેશનકાર્ડને રદ કરી નાખ્યા છે. એટલે લોકોમાં એક ભય જોવા મળી રહ્યો છે કે ક્યાંક અમારુ તો રદ નથી થયું ને. તો આવો જાણીએ કે કોનું થયું અને કોનું નથી થયું.

image source

રેશનકાર્ડ ખુબ મહત્વનું છે કારણ કે હાલમાં દેશના 80 કરોડથી વધુ લોકોને એનએફએસએ હેઠળ અનાજ (ચોખા, ઘઉં અને અન્ય બરછટ અનાજ) પૂરા પાડવામાં આવે છે, જે કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલા કિલોદીઠનાં 1 રૂપિયા, 2 રૂપિયા અને 3 રૂપિયાનાં સસ્તા દરે આપવામાં આવી રહ્યુ છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે એનએફએસએ હેઠળ યોગ્ય લાભાર્થીઓની ઓળખ માટે 2013 થી 4.39 કરોડ બનાવટી રેશનકાર્ડ રદ કર્યા છે. રદ કરાયેલા રેશનકાર્ડને બદલે, યોગ્ય અને પાત્ર લાભાર્થીઓ અથવા પરિવારોને નિયમિત નવા રેશનકાર્ડ આપવામાં આવ્યાં હતાં.

image source

હાલમાં એવું બન્યું છે કે, દેશભરમાં ટેક્નોલોજી સમર્થિત પી.ડી.એસ. સુધાર લાવવાના લક્ષિત અભિયાનના ભાગ રૂપે જાહેર વિતરણ પ્રણાલી (પીડીએસ) ને આધુનિક બનાવવા અને તેની કામગીરીમાં પારદર્શકતા અને કાર્યક્ષમતા લાવવા માટે અનેક પગલા લેવામાં આવ્યા છે.

image source

આ સાથે જ જાણવું જરૂરી છે કે રેશનકાર્ડ અને લાભાર્થીઓના ડેટાબેઝનું ડિજિટાઇઝેશન કરવા, તેને આધાર સાથે લિંક કરવા, અયોગ્ય અથવા બોગસ રેશનકાર્ડ્સની ઓળખ, ડિજિટાઇઝ્ડ ડેટાની નકલ અટકાવવા અને લાભાર્થીઓના અન્ય જગ્યાએ જતા રહેવા અથવા મૃત્યુ પામવાના કેસો ઓળખ્યા બાદ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોએ વર્ષ 2013 થી 2020 ના ગાળામાં દેશમાં કુલ 4.39 કરોડ રેશનકાર્ડ રદ કર્યા છે.

image source

આ સિવાય NFSA કવરેજ માટે જારી કરાયેલ સંબંધિત ક્વોટા, સંબંધિત રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા એન.એફ.એસ.એ. હેઠળ લાભાર્થીઓની ‘યોગ્ય ઓળખ’ માટે નિયમિતપણે ઉપયોગમાં લેવામાં આવે છે.

image source

આ જ અરસામાં વધારે વાત કરવામાં આવે તો આ અંતર્ગત પાત્ર લાભાર્થીઓ અથવા પરિવારોને સમાવવા, તેમને નવા રેશનકાર્ડ આપવાની કામગીરી ચાલી રહી છે. આ કાર્ય અધિનિયમ હેઠળ દરેક રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ માટે નિર્ધારિત કવરેજની સંબંધિત મર્યાદામાં કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, NFSA હેઠળ ટી.પી.ડી.એસ. દ્વારા 81.35 કરોડ લોકોને ખૂબ જ ઓછા ભાવે અનાજ આપવામાં આવી રહ્યું છે. જે વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે, દેશની વસ્તીનાં બે તૃતીયાંશ લોકો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "તમારું રેશન કાર્ડ તો રદ નથી થયું ને? કારણ કે હાલમાં નિર્ણય લઈને સરકારે રદ કરી નાંખ્યા 4.39 કરોડ રેશન કાર્ડ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel