જો તમારી હથેળીમાં હોય આવી રેખા તો તમે છો સૌથી વધુ ભાગ્યશાળી, જીવનમાં થશે આ લાભ

ભારતમાં વાસ્તુસાશ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, હસ્તશાસ્ત્ર અને સામુદ્રીક શાસ્ત્રનું ઘણુ મહત્વ છે. તેના આધારે ઘણી વસ્તુઓ જાણી શકાય છે. કોઈ વ્યક્તિની હથેળીનું સચોટ મુલ્યાંકન કરવાથી વ્યક્તિના સ્વભાવ અંગે જાણી શકાય છે. હથેળીમાં રહેલ મણિમુદ્રાનો બંધ, ત્રિકોણ, આયુષ્યરેખા, મસ્તકરેખા અને બુધની આરોગ્યરેખા જીવનમાં થતી ઘટનાઓ અંગે સ્પષ્ટ દર્શાવે છે. જે જાતકની હથેળીમાં આ નિશાન હોય તે જાતકનો સ્વભાવ મહદંશે આવો જ હોય છે. તો આવો જાણીએ વ્યક્તિના હાથમાં રહેલી વિવિધ રેખાઓ શું સુચવે છે.

હથેળીમાં રહેલ ત્રિકોણ

image source

આયુષ્યરેખા(Lifeline), મસ્તકરેખા ( msdtsskline)અને બુધની આરોગ્યરેખા વડે મનુષ્યના હાથના પંજામાં ત્રિકોણ બને છે. જેમ ત્રિકોણ મોટો તેમ વધારે સારું ફળ મળે છે, કારણ કે આરોગ્યરેખા આયુષ્યરેખાથી જેમ દૂર તેમ વધારે સારું.

મણિમુદ્રાનો બંધ

image source

મણિમુદ્રાનો બંધ એ મનુષ્યના હાથના કાંડા ઉપર અનુક્રમે આરોગ્યરેખા, ધનરેખાને મસ્તકરેખાનો બનેલો બંધ છે. એ બંધની પહેલી રેખા મનુષ્ય જીવનના આરોગ્યનું સૂચન કરે છે, બીજી રેખા ધનપ્રાપ્તિનું સૂચન કરે છે ને ત્રીજી રેખા સુખનું સૂચન કરે છે. કેટલાક વિદ્વાનો એને પોંચીનો બંધ કહે છે.

હૃદયરેખા ને મસ્તકરેખા

image source

હૃદયરેખા ને મસ્તકરેખા વચ્ચેનું અંતર મનુષ્યના સ્વભાવને તેની પ્રાણ પ્રકૃતિનું સૂચન કરે છે. અંતર સમાનને માપસર હોય તો મનુષ્ય સમભાવી ને સિદ્ધાંતવાદી થાય છે. જો અંતર ટૂંકું હોય તો મનુષ્ય સાંકડી વૃત્તિવાળો, અદેખો ને ઝેરીલો થાય છે. જો અંતર હદથી વધારે હોય તો મનુષ્ય સિદ્ધાંત વિનાનો ને મરજીમાં આવે તે પ્રમાણે વર્તનારો હોય છે.

શનિની મુદ્રિકા

image source

શનિની મુદ્રિકાનો ઉદય ગુરુની આંગળીને શનિની આંગળીની વચ્ચે થાય છે, તેની ગતિ શનિના પહાડને આવરી લે છે, એટલે એનો દેખાવ મુદ્રિકા જેવો હોય છે. શનિની મુદ્રિકાવાળો મનુષ્ય અસ્થિર પ્રકૃતિનો વારેવારે અનેક ધંધા બદલનારો હોય છે. કોઈપણ એક ધંધામાં તેનું ચિત્ત લાંબા વખત સુધી ચોંટતું નથી એટલે એને વિજય મળતો નથી. તેનાં આવાં સઘળાં કાર્ય આદરેલાં અધૂરાં રહે છે, દુનિયાના ઘણા ફોજદારી ગુના આચરનારા ઘણાના હાથમાં આ ચિહ્ન જોવામાં આવે છે. શનિની મુદ્રિકા એ ભયંકર ચિહ્નમાંનું એક છે.

ચિંતારેખા

image source

મનુષ્યનું જીવન સદા સુખમાં જતું નથી. ‘ઘડી તડકો ને ઘડી છાંયડો ફેરવાય’ તે પ્રમાણે શુદ્ધ સુખ ને શાંતિ જીવનભર માણસને હોતાં જ નથી. તેને નાની-મોટી ઘણી ચિંતાઓમાંથી પસાર થવું પડે છે. કેટલીક ચિંતાઓ નાની હોય છે. કેટલીક ચિંતાઓ મોટી હોય છે. ચિંતારેખા જ્યાં સુધી લાંબી હોય તેટલા પ્રમાણમાં ચિંતા કે દુઃખ જાણવું, અને જે રેખાને મળતી કે છેદતી હોય તે વિષયની ચિંતા સમજવી. કેટલીક ચિંતા તેના આયુષ્યને, મસ્તકને કે હૃદયને અસર કરનારી હોય છે. તે વધુ ભયંકર છે. આવી ચિંતાઓ બતાવનારી રેખાઓ હોય છે તે શુક્રના પહાડમાં આડી પડેલી હોય છે ને ત્યાંથી લંબાઈ, આયુષ્ય, મસ્તક અને હૃદયરેખાને છેદે છે. કોઈ કોઈવાર તો તે ધનરેખાને છેદી અપયશ અપાવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

0 Response to "જો તમારી હથેળીમાં હોય આવી રેખા તો તમે છો સૌથી વધુ ભાગ્યશાળી, જીવનમાં થશે આ લાભ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel