આ તસવીરો તમને કરી દેશે ઈમ્પ્રેસ, કારણકે દરેક ફોટામાં છે કંઇક આવો જાદુ…
દુનિયામાં એવી ઘણી બધી જગ્યાઓ અને વસ્તુઓ છે જેને જોઇને આપ ખરેખરમાં ઈમ્પ્રેસ થઈ જશો. આજે અમે આપને આ લેખમાં દુનિયાની એવી જ કેટલીક જગ્યાઓ અને વસ્તુઓની ફોટોસ બતાવવા જઈ રહ્યા છીએ જેને જોઇને આપને નવાઈ પામી જશો. આ સાથે ફોટોસ સાથે જોડાયેલ કેટલીક જાણકારી વિષે પણ જણાવીશું. ચાલો જોઈએ દુનિયાની એવી અદ્દભુત વસ્તુઓ અને જગ્યાઓની ફોટોસ વિષે…
-ચાલતા ચાલ્યો જઈ રહ્યો છે આ રસ્તો.:

આ રસ્તાનો ફોટો જોઇને આપ જરૂરથી નવાઈ પામી ગયા હશો કેમ કે, આ રસ્તો આગળ જતા ક્યાં જઈ રહ્યો તે જોવા મળી રહ્યું નથી. એવું એટલા માટે કેમ કે, આ રસ્તો એક ઊંચા પર્વતને ઓળંગીને બીજી તરફ જઈ રહ્યો હોય તેમ જોવા મળે છે એટલા માટે જેમ જેમ આ રસ્તો ઉપરની તરફ જાય છે તેમ તેમ ઉંચાઈ પર આવેલ જગ્યા ધૂંધળી થઈ જવાને લીધે એવું લાગી રહ્યું છે કે, આ રસ્તો પોતાનામાં જ આગળ ચાલ્યો જઈ રહ્યો હોય.
-જોયા છે ક્યાંય આવા ઝાડના મુળિયા:

આ ઝાડનો ફોટો જોઈને આપને નવાઈ લાગશે કે, કોઈ ઝાડના મુળિયા જમીનની ઉપર કેવી રીતે હોઈ શકે? જી હા, આ સાચું જેને આપ ફોટોમાં જોઈ શકો છો. આ ઝાડના મુળિયા ઉપર દેખાય એવી રીતે તો છે જ ઉપરાંત આ ઝાડના મુળિયાને ચોરસ આકાર પણ આપવામાં આવ્યો છે. સાચે જ આ ફોટો જોઇને કોઇપણ વ્યક્તિ નવાઈ પામી જાય તેવો છે.
-આ અંતે છે શું…:

આ ફોટોમાં આપ જોઈ શકો છો કે, વાદળોની વચ્ચે ઘર જોવા મળી રહ્યું છે. એટલું જ નહી, ઘરની નીચેના ભાગમાં ઝાડ જોવા મળી રહ્યા છે. આ ઘર વાદળોની વચ્ચે આવેલું હોય તેવું લાગે છે. પરંતુ હકીકતમાં આ ઘરને એવી રીતે કલર કરવામાં આવ્યો છે કે, ઘરનો અને વાદળોનો કલર એક સરખો જ જોવા મળી રહ્યો છે.
-ઘોખો ખાઈ ગયાને..:

આ બંને ફોટોસ કેળાના છે. એક ફોટોમાં આપ જોઈ શકો છો કે, ત્રણ કેળા એકબીજા સાથે જોડાયેલા છે એટલા માટે આ કેળાને અલગ કરવામાં આવે છે તો તે કેળું બીજા ફોટોમાં જોવા મળે છે તેવું દેખાય છે.
-છોકરી છે નહી….:

આપ આ ફોટોમાં જોઈ શકો છો કે, બોન ફાયર કરવામાં આવ્યું છે અને તેની આગની જ્વાળા એક છોકરીની આકૃતિ બનાવી રહી છે. પરંતુ આ કોઈ છોકરી છે નહી આગની જ્વાળાઓ છે.
-દિલવાળી ડુંગળી…:

આપ આ ફોટોમાં ગોળ શેપમાં ડુંગળીને કાપેલી જોઈ શકો છો. પરંતુ આ ફોટોમાં જોઈ શકો છો કે, સામાન્ય રીતે ડુંગળીના વચ્ચેનો ભાગ પણ ગોળ જ હોય છે પરંતુ આ ડુંગળીનો વચ્ચે ભાગ દિલનો શેપ બનેલો છે. જે ઘણું અલગ છે.
-અલગ ઋતુ ચાલી રહી છે…:

આ ફોટોમાં આપ એકસાથે બે અલગ અલગ સ્થિતિ જોઈ શકો છો. એકબાજુ એવું લાગે છે કે, આકાશમાં બરફની ચાદર જોવા મળી રહી છે ત્યાં જ બીજીબાજુ આકાશ સ્વચ્છ જોવા મળી રહ્યું છે. આમ આ ફોટોમાં એકસાથે બે ઋતુઓ જોવા મળી રહી છે.
-જેવું વિચારી રહ્યા છો, એવું છે નહી…:

આ ફોટોમાં આપ જોઈ શકો છો કે, એક લાકડાના બ્રીઝ પર બે વ્યક્તિઓ રોકેટ ફોડી રહ્યા છે અને ઉપરની તરફ સુર્યાસ્ત સમયે સૂર્ય વાદળોની પાછળ છુપાયેલ હોવાથી એક વિસ્ફોટ થયો હોય તેવું લાગી રહ્યું છે. આ ફોટો જોઇને એવું લાગે છે કે, કોઈ વ્યક્તિએ આકાશમાં મોટો વિસ્ફોટ કરી દીધો હોય. પરંતુ એવું છે નહી.
0 Response to "આ તસવીરો તમને કરી દેશે ઈમ્પ્રેસ, કારણકે દરેક ફોટામાં છે કંઇક આવો જાદુ…"
ટિપ્પણી પોસ્ટ કરો