WhatsApp રસિયાઓ માટે ખુશખબર, આ જોરદાર ફિચરમાં 7 દિવસમાં જાતે જ ગાયબ થઈ જશે….

વ્હોટ્સએપ જલદી પોતાનું સૌથી જરૂરી ફીચર લાવવાની તૈયારીમાં છે. વ્હોટ્સએપ બીટા ઇન્ફોએ જણાવ્યું છે કે આ ફીચરને કંપની આવનારા અપડેટની સાથે રજૂ કરી દેશે. પણ ફીચરના આવતા પહેલાં WABetainfoએ આ નવા ફીચરને લઈને કેટલીકે જાણકારી શેર કરી છે, જેનાથી ખબર પડે છે કે આ ફીચર કેવી રીતે કામ કરશે. આવો જાણીએ તેના વિષે વિગતવાર.

image source

વ્હોટ્સએપ હાલમાં કોમ્યુનિકેશનનો સૌથી સરળ અને સૌથી વ્યાપક રીતે વપરાતો વિકલ્પ છે. લોકો વ્હોટ્સએપ દ્વારા લોકોના લાઇવ સંપર્કમા રહી શકે છે, મેસેજ કરી શકે છે, વોઇસ કોલ કરી શકે છે વડિયો કોલ કરી શકે છે અને સાથે સાથે એન્ટેરટેઇનમેન્ટ પણ મેળવી શકે છે. અને લોકો બોર ન થાય આ એપ્લિકેશનને વાપરીને તેમજ એપ્લિકેશનમાં જે કોઈ પણ સુધારાની જરૂર પડે તે સુધારા વ્હોટ્સએપ

કરતું રહે છે. અને હવે તેઓ નવું એક ફીચર તેમાં એડ કરવા જઈ રહ્યા છે.

image source

કંપની તરફથી એવું જણાવવામાં આવ્યું છે કે વ્હોટ્સએપ યુઝર ડીસએપિયરિંગ મેસેજનો ઉપયોગ ક્યારેય પણ કરી શકે છે, પણ આ ફીચરની સાથે સાથે તેઓ કસ્ટમાઇઝ કરવાનું ઓપશન પણ મળશે. એટલે કે એક વાર આ ફીચરને એબલ કર્યા પછી આવનારા બધા જ મેસેજ સાત દિવસ બાદ એક્સપાયર થઈ જશે એટલે કે ગાયબ થઈ જશે. તેનો અર્થ એ થાય કે યુઝર્સને આ ફીચર માટે મેસેજ ડિલીટ કરવા માટે ટાઇમ સેટ કરવાનો વિકલ્પ નહીં મળે.

વ્હોટ્સએપ બેટા ઇન્ફોએ જણાવ્યું કે જો તમે 7 દિવસ સુધી મેસેજ નહીં ખોલો તો મેસેજ ગાયબ થઈ જશે. પણ જો તમે નોટિફિકેશન પેનલ ક્લિયર ન કર્યું હોય તો તમે ત્યાંથી મેસેજ ચેક કરી શકશો. આ ઉપરાંત એ પણ જણાવ્યું કે જો યુઝર કોઈ ડિસએપિયરિંગ મેસેજને ક્વોટ કરીને જવાબ આપે છે તો સાત દિવસ બાદ ક્વોટેડ ટેક્સ ચેટમાં હાજર રહેશે. સાથે જો ડિસેપિયરિંગ મેસેજને કોઈ એવા યુઝરને
ફોરવર્ડ કરવામાં આવે છે જેનું ડિસએપિયરિંગ મેસેજ ફિચર ઓફ હોય તો તેની પાસેથી આ મેસેજ ડિલિટ નહીં થાય.

ગુગલ ડ્રાઇવમાં સેવ થશે ચેટ

image source

જાણકારી પ્રમાણે જો ચેટ ગાયબ થયા પહેલાં તમે તમારી ચેટનું બેકઅપ લઈ લો તો તમારો મેસેજ તમે ગુગલ ડ્રાઇવ પર મેળવી શકો છો. જો કે તમે ગાયબ થયેલા મેસેજને બેકઅપથી રિસ્ટોર કરવાનું વિચારી રહ્યા હોવ તો તમને મેસેજ નહીં મળે, કારણ કે તે ડિલિટ થઈ ગયો હશે.

image source

ખાસ વાત એ છે કે યુઝર્સ ગાયબ થયેલા મેસેજને ફોરવોર્ડ કરી શકે છે અને સ્ક્રીનશોટ લઈ શકે છે. આ ઉપરાંત યુઝર્સ ડિસએપિયરિંગ ઇમેજીસ અને વિડિયોને પોતાના કેમેરા રોલમાં સેવ પણ કરી શકે છે. તેના માટે સેવ ટુ કેમેરા રોલ ઓપ્શન મળશે, જેને તમે મેન્યુઅલી એનેબલ કરવા પડશે. રિપોર્ટ પ્રમાણે ડીસએપિયરિંગ મેસેજીસ ફીચર iOS, AndRoid, KaiOS અને Web/Desktop યુઝર્સ માટે ઉપલબ્દ
કરાવવામા આવશે.

Related Posts

0 Response to "WhatsApp રસિયાઓ માટે ખુશખબર, આ જોરદાર ફિચરમાં 7 દિવસમાં જાતે જ ગાયબ થઈ જશે…."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel