એશ્વર્યા રાયને શાહરૂખે કોઈ જ વાંક વગર અનેક ફિલ્મોમાંથી હાંકી કાઢી હતી, આ કાંડ ત્યારે ખૂલ્યો કે જ્યારે…

હાલમાં જ પહેલી નવેમ્બરે એશ્વર્યા રાયનો જન્મ દિવસ હતો. બોલિવૂડ એક્ટ્રેસ તથા પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન 47 વર્ષની થઈ ગઈ. પહેલી નવેમ્બર, 1973માં મેંગ્લોરમાં જન્મેલી ઐશ્વર્યા 1997થી બોલિવૂડમાં એક્ટિવ છે.

image source

એશ તથા શાહરુખે ફિલ્મ ‘જોશ’, ‘દેવદાસ’ તથા ‘મોહબ્બતેં’ જેવી ફિલ્મમાં સાથે કામ કર્યું છે. શાહરૂખનો જન્મદિવસ પણ હાલમાં 2 નવેમ્બરના રોજ હતો. ત્યારે હવે શાબરૂખ અને એશ્વર્યા રાય વિશે એક વાત હાલમાં ભારે ચર્ચામાં આવી છે. બંન્નએ સાથે રહીને ઘણી સારી ફિલ્મો આપી. પરંતુ એક સમય હતો જ્યારે શાહરુખે એશને પાંચ ફિલ્મમાંથી બહાર કરી દીધી હતી.

image source

આ સમગ્ર વાતનો ઘટસ્ફોટ ઐશ્વર્યાએ સિમી ગરેવાલના શોમાં કર્યો હતો. આ વાત છે 2003ની. કે જ્યારે એક ઈન્ટરવ્યૂમાં શાહરુખ ખાને કહ્યું હતું, ‘કોઈની સાથે પ્રોજેક્ટ શરૂ કરવો અને પછી કોઈ પણ ભૂલ વગર તેને બદલે બીજાને કાસ્ટ કરી લેવા એ બહુ જ મુશ્કેલ છે. દુઃખદ છે, કારણ કે ઐશ્વર્યા રાય મારી સારી મિત્ર છે. વ્યક્તિગત રીતે મને લાગે છે કે મેં ખોટું કર્યું છે. જો કે, એક પ્રોડ્યૂસર હોવાને કારણે આ વાત મને સમજમાં આવે છે. હું એશની માફી માગું છું. આ વાત શાહરૂખે કરી ત્યારે બધા ચોંકી ગયા હતા. તો વળી આ જ મામલે એશ્વર્યા રાયે પણ પોતાની વાત કરી હતી.

image source

ઐશ્વર્યા રાયને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે આખરે એવું તો શું કારણ હતું કે ‘વીર ઝારા’ સહિત શાહરુખ ખાનની પાંચ ફિલ્મમાંથી તેને બહાર કરી દેવામાં આવી હતી? જવાબમાં એક્ટ્રેસે કહ્યું હતું, ‘હું આનો જવાબ કેવી રીતે આપી શકું? હા તે સમયે કેટલીક ફિલ્મ અંગે ચર્ચા ચાલતી હતી અને અમે તે ફિલ્મમાં સાથે કામ કરવાના હતા. પછી અચાનક કોઈ પણ સ્પષ્ટીકરણ વગર મને લેવામાં આવી નહીં.

image source

મને પણ આ વાતનો જવાબ આજ સુધી મળ્યો નથી કે આખરે કેમ આવું થયું? વધુમાં સિમીએ ઐશ્વર્યાને એ વાત કહી હતી કે શાહરુખ ખાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આવું એટલાં માટે થયું કારણ કે, તે તેની (ઐશ્વર્યા) પર્સનલ લાઈફમાં ઈનવોલ્વ થઈ ગયો હતો. શાહરુખે સ્વીકાર્યું હતું કે તેણે આવું કરવા જેવું નહોતું. આ વાત પર ઐશ્વર્યા રાયે કહ્યું હતું, ‘મારી પાસે આનો કોઈ જવાબ નથી, પરંતુ ફિલ્મ ના કરવાનો નિર્ણય મારો નહોતો.’

image source

ઉલ્લેખનીય છે કે બચ્ચન પરિવારમાં જયા બચ્ચન સિવાય આખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયો હતો. જ્યારે તેઓને કોરોના નેગેટિવ આવ્યો ત્યારે ઐશ્વર્યા રાય બચ્ચને સોશિયલ મીડિયામાં ચાહકોનો આભાર માનતી પોસ્ટ શૅર કરી હતી. જ્યારે એશ્વર્યાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો ત્યારે બિગ બીએ ટ્વીટ કરીને કહ્યું હતું, મારી નાનકડી દીકરી અને વહુ રાણીને હોસ્પિટલમાંથી રજા મળી અને હું મારા આંસુઓ રોકી શક્યો નહીં. પ્રભુ, તારી કૃપા અપાર, અપરમ્પાર.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "એશ્વર્યા રાયને શાહરૂખે કોઈ જ વાંક વગર અનેક ફિલ્મોમાંથી હાંકી કાઢી હતી, આ કાંડ ત્યારે ખૂલ્યો કે જ્યારે…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel